kopra pak recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઈશું સ્પેશિયલ રક્ષાબંધન પર માવા કે ચાસણી વગર બનાવવામાં આવતી મીઠાઈ વિષે. આ સ્પેશિયલ મીઠાઈ નું નામ છે “કોપરા પાક” અથવા તો તમે તેને “નારિયેળની બરફી” પણ કહી શકો છો. આ સ્પેશિયલ મીઠાઈ થોડી ટિપ્સ સાથે એકદમ મીઠાઇવાળાની દુકાને મળે તેવી મીઠાઈ ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિષે જોઈશું.

આ મીઠાઈ ઘરેજ સરળ રીતે બની જાય છે. જો તમે પણ રક્ષાબંધન પર કંઈક નવીજ એકદમ મીઠાઇવાળાની જેવીજ મીઠાઈ ઘરે બનાવવાની વિચારી રહ્યા છો તો આ રેસીપી જરૂર થી ટ્રાય કરી શકો છો. જો રેસીપી સારી લાગે તો જરૂર થી મિત્રો સાથે શેર કરજો. તો ચાલો જોઈલો રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ બનાવવાની રીત.

સામગ્રી

  • 1 લીટર દૂધ
  • 100 ગ્રામ ખાંડ
  • 1 ચમચી ઘી
  • 2 કપ સૂકા કોપરાનું છીણ / 150 ગ્રામ
  • અડધી ચમચી ઇલચી પાઉડર
  • ગ્રીન ફૂડ કલર
  • કાજુ ના ટુકડા
  • બદામ ના ટુકડા
  • સિલ્વર વરખ

કોપરાને રોસ્ટ કરવું

સૌ પ્રથમ કોપરાને રોસ્ટ કરવાનું છે. તો તેના માટે એક પેન માં એક ચમચી ઘી એડ કરી દો. હવે તેમાં કોપરાનું છીણ એડ કરી સારી રીતે રોસ્ટ કરી લો. કોપરાનું છીણ સારી રીતે રોસ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી એક વાસણ માં લઇ લેવું.

કોપરા પાક બનાવવાની રીત

હવે સૌ પ્રથમ દૂધને ઉકાળવા માટે એક જાડા પાળિયાવાળું વાસણ લઇ તેને ગેસ પર મુકો. દૂધ ઉકળાટ સમયે દૂધ પેનના તળિયે ચોંટે નહીં તેના માટે પેન માં થોડું પાણી એડ કરી દો. હવે તેમાં એક લીટર જેટલું દૂધ એડ કરી દો. એકે ઉભરો આવે એટલે ચમચાની મદદથી દૂધને હલાવતા જાઓ.

હવે દૂધ માં ખાંડ એડ કરી સારી રીતે હલાવો જેથી ખાંડ દૂધમાં મિક્સ થઇ જાય. 15-20 મિનિટ સુધી દૂધને હલાવતા જાઓ. દૂધ ચોથા ભાગનુ થાય ત્યાં સુધી તેને હલાવવું. હવે રોસ્ટ કરેલું કોપરાનું છીણ દૂધમાં એડ કરો. હવે ચમચાની મદદથી દૂધ અને કોપરાના છીણ ને સારી રીતે મિક્સ કરી દો.

અહીંયા તેમાં ફ્લેવર માટે અડધી ચમચી ઇલચી પાઉડર ઉમેરી મિક્સ કરી દો. હવે લગભગ 8-10 મિનિટ માટે સારી રીતે હલાવો જેથી મિશ્રણ એકદમ ડ્રાય થઇ જાય. હવે મિશ્રણનું બરાબર બાઈન્ડીંગ થયું છે કે નહિ તે ચેક કરવા માટે થોડો મિશ્રણ મોં ભાગ લઇ, ઠંડો થાય એટલે તેને હાથની મદદથી ગોળ વાળવાનો પ્રયત્ન કરો.

જો સારી રીતે ગોળ થઇ જાય તો તમારું મિશ્રણ એકદમ બરાબર કોપરાપાક માટે બનીને તૈયાર થઇ ગયું છે. આ સમયે મિશ્રણ ને એક પ્લેટમાં કાઢી લો. હવે આ કોપરાપાક ને બે કલર માં બનાવવા માટે બનાવેલા મિશ્રણનો ચોથો ભાગ લઇ તેમાં ગ્રીન ફૂડ કલર ઉમેરો અને ચમચીની મદદથી ચોથા ભાગમાં કલર સાથે મિક્સ કરી દો.

હવે એક પ્લેટ માં બટર પેપર ને ઘી થી ગ્રિશ કરી તેમાં મિશ્રણનો સફેદ ભાગ એડ કરી ચમચાની મદદથી સ્પ્રેડ કરી લો. હવે તેના પાર ગ્રીન લેયર ને એડ કરી સારી રીતે સ્પ્રેડ કરી લો. હવે કોપરા પાકને સજાવવા માટે તમે તેના પર કાજુ અને બદામ ના ટુકડા સ્પ્રેડ કરી શકો છો.

જો હલવાઈવાળા ની દુકાન જેવો બનાવવો હોય તો તેના પર સિલ્વર વરખ સ્ટિક કરી દો. હવે કોપરા પાકને સેટ થવા માટે ચાર થી પાંચ કલાક સુધી મૂકી રાખો. ચાર થી પાંચ કલાક પછી કોપરાપાકના પીસ કરી દો. તો અહીંયા તમારી સ્પેશિયલ રક્ષાબંધનની મીઠાઈ બનીને તૈયાર થઇ ગઈ છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

આ પણ વાંચો

કોઈપણ પ્રકારની ભેળસેળ વગર ઘરે આ રીતે બનાવો સ્વાદિષ્ટ તાજો માવો

ગળ્યું ખાવાની ઈચ્છા વધારે થાય છે પણ ડાયાબિટીસ થવાનો ભય છે, તો ખાઓ આ 3 વસ્તુઓ

વધેલી રોટલીમાંથી બનાવો એકદમ નવી જ મીઠાઈ, જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં બનાવી હોય

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા