bhinda batata nu shaak
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે પણ ઘરે ભીંડી બટાકાનું શાક બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને ભીંડી બટાકાનું શાક બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.

સામગ્રી

  • ભીંડી – 500 ગ્રામ
  • બટાકા – 3
  • તેલ – 2 ચમચી
  • જીરું – 1 ચમચી
  • અજમો – 1/2 ચમચી
  • ધાણા – 1 ચમચી
  • હિંગ – 1/4 ચમચી
  • સમારેલી ડુંગળી – 2
  • લસણ – 1 ચમચી
  • લીલા મરચા – 2 થી 3
  • હળદર પાવડર – 1/2 ચમચી
  • મીઠું – 1/2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર – 2 ચમચી
  • ધાણા પાવડર – 2 ચમચી
  • જીરું પાવડર – 1/2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • આમચૂર પાવડર – 1 ચમચી
  • મેથીના દાણા
  • ગરમ મસાલા
  • સમારેલી કોથમીર

ભીંડી બટાકાનું શાક બનાવવાની રીત

પરફેક્ટ ભીંડી બટાકાનું શાક બનાવવા માટે 500 ગ્રામ ભીંડી લો, તેને સારી રીતે ધોઈ લો. હવે ભીંડીના છેડાને કાપીને નાના ટુકડા કરી લો. હવે બટાકાને પણ લાંબા આકારમાં કાપી લો.

હવે ગેસ પર એક પેન મૂકો અને તેમાં 2 ચમચી તેલ ઉમેરો અને તેને સારી રીતે ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું, 1/2 ચમચી અજમો, 1 ચમચી વાટેલા ધાણા અને 1/4 ચમચી હિંગ નાખીને થોડી ફ્રાય કરો.
થોડીક વાર ફ્રાય કર્યા પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને ગુલાબી થાય ત્યાં સુધી સારી રીતે શેકો.

ડુંગળી ગુલાબી થાય એટલે તેમાં 1 ચમચી ઝીણું સમારેલું લસણ ઉમેરો અને તેને સારી રીતે ફ્રાય કરો. થોડીવાર ફ્રાય કર્યા પછી તેમાં સમારેલા બટાકા ઉમેરીને બરાબર શેકી લો. હવે તેમાં લીલું મરચું, 1/2 ચમચી હળદર પાવડર અને 1/2 ચમચી મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરો.

હવે પેન ઉપર એક પ્લેટ મૂકો અને પ્લેટમાં થોડું પાણી ઉમેરો અને 4-5 મિનિટ પકાવો. 4-5 મિનિટ પછી, ઢાંકણને દૂર કરો અને સમારેલી ભીંડી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરું પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને 2 મિનિટ પકાવો.

બે મિનિટ પછી ઢાંકણ ઢાંકીને 4-5 મિનિટ પકાવો. 4-5 મિનિટ પછી ઢાંકણ હટાવી, તેમાં સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર અને કસૂરી મેથી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે ગેસ બંધ કરો અને તેને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો. હવે તમારું ભીંડી બટાકાનું શાક તૈયાર છે.

જો તમને અમારી ભીંડી બટાકાનું શાક બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ભીંડી બટાકાનું શાક બનાવવાની રીત | Bhinda Batata Nu Shaak”

Comments are closed.