vadheli rotli ni recipe in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

લગભગ દરેક ઘરમાં દરરોજ રોટલી બનતી હોય છે અને ઘણીવાર ઘરમાં બધા વ્યક્તિ ખાઈ લીધા પછી પણ બે-ચાર રોટલી વધે છે. ઘણા લોકો આ બચેલી રોટલીને બીજા દિવસે સવારે વઘારીને પણ ઉપયોગ કરે છે. તો આજે અમે તમને વધેલી રોટલીમાંથી મીઠાઈ કેવી રીતે બનાવવી તેની રેસિપી વિષે જણાવીશું.

આ મીઠાઈ બનાવવા માટે દૂધ અને ખાંડનો ઉપયોગ કરવામાં નથી આવેલો. આ મીઠાઈ બનાવવા માટે થોડી સામગ્રીની જ જરૂર પડશે અને તમે તેને એકવાર બનાવીને એક અઠવાડિયા સુધી આરામથી ખાઈ શકો છો. તો આવો જાણીયે રેસિપી.

સામગ્રી : વધેલી રોટલી 3-4, ઘી 1/2 કપ, ઘઉંનો લોટ 1/2 કપ, તામ્ર મનપસંદ ડ્રાયફ્રુટ કટ કરેલા અને ગોળ 150 ગ્રામ.

બનાવવાની રીત : સૌથી પહેલા રોટલીને તોડીને મિક્સર જારમાં નાખી તેની ઝીણી પેસ્ટ બનાવી લો. હવે ગેસ પર એક પેન મુકોઅને તેમાં એક ચમચી ઘી નાખી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉંનો લોટ નાખીને મીડીયમ આંચ પર સતત હલાવતા રહીને, સોનેરી રંગનો થાય ત્યાં સુધી શેકીને પ્લેટમાં કાઢી લો.

હવે ફરીથી પેનમાં એક ચમચી ઘી ઉમેરીને તેમાં પીસેલી રોટલી નાંખો અને તેને માત્ર એકથી બે મિનિટ સુધી શેકીને તેને પ્લેટમાં કાઢી લો. એ જ રીતે પેનમાં ચમચી ઘી ઉમેરીને ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ બદામ, કાજુ, બદામ અને કિસમિસને ઉમેરી હળવા સોનેરી રંગના થાય એટલે શેકીને પ્લેટમાં કઢી લો.

હવે એક કઢાઈમાં ખાંડની ચાસણી બનાવવા માટે, 3-4 ચમચી ઘી નાખો અને પછી તેમાં ગોળ નાખીને ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. કારણ કે આ મીઠાઈ બનાવવા માટે ગોળને વધુ પકવાનો નથી, ફક્ત ગોળ ઓગળે ત્યાં સુધી હલાવો.

જયારે ગોળ ઓગળી જાય કે તરત જ તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ અને રોટલી નાખીને બરાબર મિક્ષ કરી લો. મિક્સ થાય એટલે ગેસ બંધ કરો અને કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લો અને મિશ્રણને ઠંડુ થવા દો.

મિશ્રણ ઠંડુ થઇ જાય પછી તેમાં શેકેલા લોટને ઉમેરીને સારી રીતે મિક્સ કરો. પછી હાથમાં થોડું ઘી લગાવીને મિશ્રણ હાથમાં લઈને દબાવીને ગોળ લાડુ બનાવી લો. હવે બધા લાડવા તૈયાર થાય એટલે પ્લેટમાં રાખો.

લાડુ બનાવ્યા પછી તેને થોડીવાર માટે ખુલ્લી હવામાં રાખો અને પછી તેને સ્ટીલના ડબ્બામાં ભરીને સ્ટોર કરો અને જ્યારે તમને મીઠાઈ ખાવાનું મન થાય ત્યારે તેનો આનંદ લો.

નોંધ : લોટને સોનેરી રંગનો થાય ત્યાં સુધી સારી રીતે શેકી લો જેથી લોટમાં કાચો ના રહે તે વાતનું ધ્યાન આખો. પીસેલી રોટલીને પેનમાં વધારે શેકો નહીં, નહીંતર રોટલી કડક થઈ જશે. મીઠાઈ માટે ગોળની ચાસણીને લાંબા સમય સુધી ના પકાવો, નહીંતર મીઠાઈ સોફ્ટ નહીં બને

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા