best food for joints and bones
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પહેલાના જમાનામાં સાંધાના દુખાવો થાય ત્યારે ઘડપણ આવી ગયું કહેવામાં આવતું હતું, પરંતુ સમય બદલાઈ ગયો છે. આજની ખરાબ જીવનશૈલીના કારણે આ સમસ્યા દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. આ સિવાય કેલ્શિયમની ઉણપ, રોગપ્રતિકારક શક્તિમાં નબળાઈ અને મેટાબોલિક રેટમાં ફેરફારથી પણ સાંધામાં દુખાવો થાય છે.

ઘણા લોકો દુખાવાથી બચવા માટે પેઈનકિલર લેતા હોય છે, પરંતુ લાંબા સમય સુધી તેને લેવાથી શરીરમાં અનેક પ્રકારની આડઅસર જોવા મળે છે. શું તમે પણ સવારે ઉઠ્યા પછી સાંધામાં દુખાવો અનુભવો છો? આ સમસ્યા ખૂબ વધી જાય અને તમને ઉઠવા, ચાલવામાં અને રોજબરોજના કામો કરવામાં પણ મુશ્કેલી અનુભવાય તે પહેલા, આજથી જ તમારા આહારમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો.

બીજ અને નટ્સ

બીજ અને નટ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે સાંધાના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. ઉપરાંત, તેમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે, જે સંધિવા સાથે સંકળાયેલ પીડા અને જડતા ઘટાડે છે. આ સિવાય તેમાં પ્રોટીન અને ફાઈબર હોય છે. આ બંને વસ્તુઓ સાંધાને મજબૂત બનાવે છે અને દુખાવામાં રાહત આપે છે .

હળદર

પીડા અને સંક્રમણ સામે લડવા માટે અમારી માતાઓ અમને હંમેશા હળદરવાળું દૂધ પીવાનું કહે છે. આ એટલા માટે છે કારણ કે હળદર અને કાળા મરીથી બનેલું દૂધ એક પ્રખ્યાત પીણું છે, જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.

હળદર અને કાળા મરીનું મિશ્રણ પીડાને દૂર કરવામાં, સ્થૂળતાને નિયંત્રિત કરવામાં, ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં, બળતરા સામે લડવામાં અને કેન્સરને રોકવામાં મદદ કરે છે. હળદરમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે, જેનો ઉપયોગ રોગો અને ચેપ સામે લડવા અને પીડાથી રાહત આપવા માટે કરી શકાય છે. ઉપરાંત, કાળી મરી હળદરમાં હાજર સક્રિય ઘટક કર્ક્યુમિનનું શોષણ વધારે છે.

આ જરૂર વાંચો : આજથી 100 વર્ષ પહેલા લોકો આ વાસણોમાં ખાતા હતા એટલે 80 વર્ષ જીવતા હતા, જાણો માટીના વાસણમાં ખાવાના ફાયદા

પાઈનેપલ

પાઈનેપલમાં બ્રોમેલૈન નામનું એન્ઝાઇમ હોય છે, જેમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે. તે સોજો અને સાંધાનો દુખાવો ઘટાડે છે. વિટામીન-સીની ઉણપને કારણે સાંધાના દુખાવામાં તકલીફ થાય છે. પાઈનેપલમાં વિટામિન-સી અથવા એસ્કોર્બિક એસિડ હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે કોલેજનના નિર્માણમાં પણ મદદ કરે છે અને સાંધાને પોષણ આપે છે. આ ઉપરાંત, પાઈનેપલમાં કોપર પણ હોય છે, જે સાંધા માટે જરૂરી મિનરલ છે. વિટામિન સીની જેમ, કોપર કોલેજન પર અસર કરે છે.

આ જરૂર વાંચો : કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમથી ભરપૂર, આ 6 બીજ આજે જ તમારા આહારમાં સામેલ કરો

રાગી

રાગી કેલ્શિયમનો એક સૌથી સારો સ્ત્રોત છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી ઈફ્લેમેટરી તત્વોથી ભરપૂર હોય છે, જે સાંધામાં દુખાવો અને સોજો ઓછો કરે છે. રાગી પણ આયર્નનો સારો સ્ત્રોત છે, જે હાડકાંને સ્વસ્થ અને મજબૂત બનાવે છે.

જો તમે પણ વૃદ્ધાવસ્થામાં સાંધાના દુખાવાથી બચવા માંગતા હોવ તો આજથી જ તમારા આહારમાં આ ખોરાકનો જરૂર સમાવેશ કરો. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરજો. આવી વધુ માહિતી ઘરે બેઠા વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા