Why not to wear slippers at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરમાં ચપ્પલ ના પહેરવાના કારણો: શાસ્ત્રોમાં ઘણા પ્રકારના નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું માત્ર શુભ જ નહીં પણ ફળદાયી માનવામાં આવે છે. તેમજ આ નિયમો પાછળ વૈજ્ઞાનિક તર્ક પણ હોય છે.

આપણા ઘરડા દાદા દાદી ક્યારેય ઘરમાં ચપ્પલ પહેરીને ફરતા નહોતા. પરંતુ આજના લોકો, જમાનો બદલાયો છે, તમને કઈ ખબર ના પડે, એમ કહીને, ઘરમાં ચપ્પલ પહેરતા હોય છે. આમાંથી મોટા ભાગના લોકો શહેરી વિસ્તારમાં રહેતા લોકો હોય છે.

એવું માનવામાં આવે છે કે ઘરની અંદર ક્યારેય બહારના ચપ્પલ પહેરીને અંદર જવું જોઈએ, અને ન તો ચપ્પલ પહેરીને ઘરમાં ફરવું જોઈએ. આ અશુભ માનવામાં આવે છે.

તો ચાલો જાણીએ, શા માટે ઘરની અંદર ચપ્પલ ન પહેરવા જોઈએ કે કેમ ઘરમાં બહારના ચપ્પલ ના લાવવા જોઈએ અને તેનાથી મળતા પરિણામો વિશે પણ વિગતવાર જાણીએ.

ઘરમાં ચપ્પલ ન પહેરવા પાછળનું ધાર્મિક કારણ

એવું માનવામાં આવે છે કે ઘરના આંગણામાં બ્રહ્માનો વાસ હોય છે. આપણે ઘરમાં મંદિર પણ રાખીએ છીએ. ઘરની તિજોરીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘરની બાલ્કનીમાં તુલસી માતાસ્થાપિત કરવામાં આવે છે. આ બધા કારણોસર ઘરને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે.
એટલા માટે ઘરમાં ચપ્પલ ન પહેરવા જોઈએ.

આ પણ વાંચો : શું તમને ખબર છે કે મંદિરની અંદર પ્રવેશતા પહેલા ચપ્પલ કેમ બહાર કાઢવામાં આવે છે

ઘરમાં ખુલ્લા પગે ચાલવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરમાં ચપ્પલ પહેરવાથી વાસ્તુ દોષ થાય છે. માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને આર્થિક સમસ્યાઓ ઉભી થવા લાગે છે. તુલસીની શુભકામના પણ સમાપ્ત થાય છે. મંદિરમાં મૂર્તિઓ હોય છે, પણ ભગવાન ત્યાં નિવાસ કરતા નથી.
સાથે જ વ્યક્તિને બ્રહ્મ દોષનો ભોગ પણ બનવું પડે છે.

ઘરે ચપ્પલ ન પહેરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

ઘરમાં ચપ્પલ ન પહેરવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે. ઘરમાં ચપ્પલ પહેરવાથી ગંદકી ફેલાય છે. રોગ પેદા કરતા બેક્ટેરિયા ફેલાય છે. ઘરમાં બહારના ચપ્પલ લાવવાથી નકારાત્મકતા આવે છે. ઘરમાં ચપ્પલ ન પહેરવાથી વધારાની સફાઈથી બચી શકાય છે. ચપ્પલને કારણે ફ્લોર પણ બગડતો નથી.

આ પણ વાંચો : આ 5 જગ્યાએ ભૂલથી પણ ચપ્પલ પહેરીને ન જવું જોઈએ, નહીંતર ઘરમાં નકારાત્મકતા વધે છે અને દેવી લક્ષ્મીની કૃપા નથી મળતી

તેથી આ કારણોસર, વ્યક્તિએ ન તો ઘરમાં બહારના ચપ્પલ લાવવા જોઈએ અને ન તો ઘરમાં ચપ્પલ પહેરીને ફરવું જોઈએ. તમારું આ વિશે શું માનવું છે. અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરજો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા