What not to pack in a kids lunch box
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજના બાળકો ખાણી-પીણીની બાબતમાં ઘણા બધા નખરા કરે છે. તેઓ લીલા શાકભાજી અને ભાત, દાળ અને રોટલી ખાવાની ના જ પાડે છે. પરંતુ આ લીલા શાકભાજી તેમના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. બાળકોને ઘરે લીલા શાકભાજી અને દાળ ભાત રોટલી ખવડાવવી સરળ છે, પરંતુ જ્યારે બાળકો તેને તેમના લંચમાં પેક કરે, ત્યારે તેઓ તેને ઘરે પાછું લાવે છે.

આવી સ્થિતિમાં બાળકોનું પેટ ભરવા અથવા તો વધુ લાડ અને જિદ્દી હોય તો મહિલાઓ તેમની પસંદ મુજબ જંક કે ડીપ ફ્રાઈડ ફૂડ અને ક્યારેક ઉતાવળમાં બચેલઉં રાતનું ખાવાનું પેક કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી. આ લેખમાં, બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, અમે તે ખોરાક વિશે જણાવીશું જે તમારે બાળકોને લંચ બોક્સમાં પેક ન કરવા જોઈએ.

ઊંડા તેલમાં તળેલો ખોરાક (ડીપ ફ્રાઈડ ફૂડ)

ડીપ ફ્રાઈડ ફૂડ કે ફ્રાઈસ કે ચિપ્સ જેવા નાસ્તા બાળકોના સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવતા નથી. તેમજ તેમાં છાંટવામાં આવતું વધારાનું મીઠું બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી. વધુ પડતું મીઠું અને તેલ બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી. ઉપરાંત, તેનાથી બાળકોનું વજન વધવાનું જોખમ વધે છે.

નૂડલ્સ, પાસ્તા અને અન્ય જંક ફૂડ

મેગી, નૂડલ્સ, પાસ્તા અને બર્ગર વગેરે બાળકોની પ્રિય વાનગીઓ છે. આ માટે તેઓ ક્યારેય ના કહેશે નહીં. આવી સ્થિતિમાં મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ જંક ફૂડની વસ્તુઓ તેમના લંચ બોક્સમાં પેક ન કરવી જોઈએ. મૈદાના લોટમાંથી બનેલી આ વસ્તુઓ તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે બિલકુલ હેલ્દી નથી.

રાત નું વધેલૂ અને વાસી ખોરાક

ઘણી વખત એવું બને છે કે રાત્રે શાક બચી જાય છે, જે મહિલાઓ બાળકોના ટિફિનમાં પેક કરે છે, પરંતુ કલાકો સુધી પ્લાસ્ટિકના બોક્સમાં પેક રાખવાથી તે બગડે છે, જો બગડવામાં પણ ન આવે તો તેની અસર બાળકોના સ્વાસ્થ્ય માટે સારી નથી. એટલા માટે બપોરના ભોજનમાં વધેલું શાક આપવાને બદલે અથાણું અથવા ચટણી રોટલી જ આપો.

આ પણ વાંચોઃ વધતી જતી બાળકોની ઉંમરની સાથે ઊંચાઈમાં વધારો કરે છે આ 5 ખોરાક, હાડકાં મજબૂત કરીને આંખોની રોશની માટે ખુબ ફાયદાકારક

પ્રોસેસ્ડ માંસ

પ્રોસેસ્ડ મીટમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે અને તેના વધુ પડતા સેવનથી બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે. આ કિસ્સામાં, પ્રોસેસ્ડ મીટને બદલે, તમે લંચમાં ગ્રીલ્ડ ચિકન, હોમમેઇડ વેજ પેટીસ અને ટર્કી જેવા ખોરાકને પેક કરી શકો છો .

આ પણ વાંચોઃ તમને બીમાર કરતી આ 4 આદતો બદલીને તમે પણ સ્વસ્થ જીવન જીવી શકો છો

આશા છે કે તમને બાળકોના લંચ બોક્સમાં પેક કરેલા ફૂડ સંબંધિત આ માહિતી જરૂર ગમશે. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરજો. આવી વધુ જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા