bad habit lifestyle
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં સ્થૂળતા વધવી કે સ્ત્રીઓનું હૃદય નબળું પડવું એ સામાન્ય બાબત થઇ ગઈ છે. ઘણી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે છે કે તેઓ વધારે ખાતા પણ નથી તેમ છતાં તેમનું વજન વધ્યા જ કરે છે. આ મોટાપાની સમસ્યાનું પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક તમારી આદતો જવાબદાર છે. જે તમને દિવસે ને દિવસે વધારે આળસુ બનાવે છે.

જેના કારણે તમે તમારું મોટા ભાગનું કામ શોર્ટ કટ રીતે કરવાનું પસંદ કરો છો. જેમ કે ઓફિસમાં સીડીને બદલે લિફ્ટનો ઉપયોગ કરીએ છીએ અને હેલ્ધી ફૂડને બદલે ચિપ્સ કે કોલ્ડ ડ્રિંક્સ પીવાનું વધારે પસંદ કરીએ છીએ. આ બધી ખરાબ ટેવો છે જે તમને અસ્વસ્થ અને આળસુ બનાવી શકે છે.

જંક ફૂડને કહો ના

જે પણ લોકો ઓફિસમાં કામ કરે છે તે લોકો સમય પસાર કરવા માટે ઘણીવાર વચ્ચે વચ્ચે કંઈક ખાતા હોય છે, જેમાં મોટાભાગનો ભાગ જંક ફૂડનો હોય છે. તે જાણ્યા વગર કે તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે. પરંતુ ઘણી સ્ત્રીઓ આ જાણતી હોવા છતાં તેઓ તેને નિયમિતપણે ખાવાનું ચાલુ રાખે છે અને એવામાં વજન વધવાથી સમસ્યા થઈ શકે છે.

શું તમે ક્યારેય ખાતા પહેલા વિચાર્યું છે કે આ જંક ફૂડમાં શું હોય છે? તમને જણાવી દઈએ કે બહારના મળતા પેકેટમાં આ બધા જંક ફૂડમાં અનેક પ્રકારના ટ્રાન્સ ફેટ મળી આવે છે, જે તમારા શરીરમાં જઈને તમારા બ્લડ કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. આ સિવાય પણ, આ જંક ફૂડમાં ખાંડથી લઈને ઘણા એવા રસાયણો હોઈ શકે છે જે તમને બિનઆરોગ્યપ્રદ બનાવી શકે છે.

એટલા માટે તમારે શક્ય તેટલી વહેલી તકે તમારી આ જંક ફૂડની આદત છોડી દેવી જોઈએ. અમે એમ નથી કહી રહ્યા કે તમારે તેને અચાનક જ બંધ કરી દેવું જોઈએ, પરંતુ તમે આ આદતને દરરોજ તેની માત્રા ધીમે ધીમે ઘટાડી શકો છો.

હેલ્દી નાસ્તાની ટેવ પાડો

જો તમને જંક ફૂડ ખાવાની આદત હોય તો તમારે તેને શક્ય તેટલી વહેલી તકે તેને હેલ્ધી નાસ્તામાં બદલવાનો પ્રયાસ કરવો જોઈએ. કદાચ તમે તેના ફાયદા જાણતા નહિ હોય, પરંતુ અમે તમને જણાવીએ કે તમે આ હેલ્ધી સ્નેક્સમાં ચણા અને ફણગાવેલા મગ દાળ વગેરે ખાઈ શકો છો. તેમાં સારા કાર્બોહાઇડ્રેટ્સ મળી આવે છે.

આ સિવાય તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કઠોળના ફણગાવેલા પ્રોટીન અને એમિનો એસિડમાં ખૂબ વધારે હોય છે જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને મસલ્સ બનાવવામાં મદદ કરી શકે છે .

લંચ વોક પર જરૂર જાઓ 

ઓફિસમાં તમારે ફક્ત એક આદત બદલવાની જરૂર નથી પરંતુ તમારે તમારી આખી જીવનશૈલી બદલવાની જરૂર છે. જો તમે ખરેખર સ્વસ્થ જીવન જીવવા માંગતા હોય તો તમારે દરેક કિંમતે તમારા સ્વાસ્થ્ય વિશે વિચારવું પડશે.

રાત-દિવસ તમે ફક્ત કામ અને કામમાં જ વ્યસ્ત રહો છો. જેમાં તમે તમારા સ્વાસ્થ્ય વિશે ભૂલી જાઓ છો. આવી સ્થિતિમાં તમારે એક સારી અને નાની આદત પાડવાની જરૂર છે.

એટલે કે લંચ કર્યા પછી ઓફિસમાં થોડું ચાલવું જોઈએ, જેને તમે કદાચ લંચ વોક કહી શકો છો. આ આદત તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જમ્યા પછી તમારે હંમેશા ઓછામાં ઓછી 10-15 મિનિટ સુધી થોડુંક ફરવું અથવા ચાલવું જોઈએ.

સીડીને બનાવો તમારો મિત્ર

તમે મોટાભાગે ઓફિસમાં જાઓ અથવા મોલમાં બહાર જાઓ ત્યારે લિફ્ટનો ઉપયોગ કરો છો. કદાચ આ ક્યાંક તમારી જરૂરિયાત બની ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે તમે જે સુવિધા માટે લિફ્ટનો ઉપયોગ કરો છો તે તમારા સ્વાસ્થ્ય માટે સમસ્યા ઊભી કરી શકે છે.

તમારે પણ તમારી આ આદતને બદલવી જોઈએ. ઓફિસમાં તમારે મોટાભાગે સીડીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે જે લોકો લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરે છે તેમની પાચનશક્તિ ખુબ જ સારી હોય છે.

ઘણી વખત તમને એવું લાગતું હશે કે સીડી પર ચઢતા જ તમારા પગમાં દુખાવો થવા લાગે છે અને તમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે, કદાચ તેનું કારણ છે તમારું નબળું હૃદય, તમે તમારો મોટાભાગનો સમય ઓફિસમાં બેસીને પસાર કરો છો. જેની સીધી અસર તમારા હૃદય પર પડે છે, તેથી તમારે તમારી આ આદત બદલવી પડશે. સીડી ચઢવાથી તમારા હૃદયની કસરત થાય છે.

જો તમે પણ સ્વાસ્થ્ય જીવન જીવવા માંગતા હોય તો આ અમુક ખોટી આદતોને બાય બાય કહી શકો છો અને સારી આદતો અપનાવી શકો છો, જો તમને પણ આ જાણકરી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા