આ રીતે તડકો લગાવીને કેરીની ચટણી કોઈ દિવસ નહિ ખાધી હોય, આંગળીઓ ચાટતા રહી જશો
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કેરીની સિઝન ચાલી રહી છે. આપણે મેંગો શેક, આઈસ્ક્રીમ અને તેમાંથી બનેલી વાનગીઓ ટ્રાય કરીએ છીએ. કેટલાક પાકી કેરીમાંથી વાનગીઓ બનાવે છે, જ્યારે કેટલાક કાચી કેરીમાંથી વાનગીઓ બનાવવાનું પસંદ કરે છે. જો કે, કાચી કેરીનો ઉપયોગ મોટાભાગે ચટણી અથવા અથાણું બનાવવા માટે થતો હોય છે.

ચોક્કસ તમે પણ ચટણી બનાવી અને ખાધી હશે, પરંતુ આજે અમે તમારા માટે માસ્ટર શેફ સંજીવ કપૂર દ્વારા જણાવવામાં આવેલી તડકા ચટણીની સરળ રેસીપી લાવ્યા છીએ. તે બનાવવામાં સરળ પણ છે અને સ્વાદિષ્ટ પણ છે. જેમાં પહેલા કેરીનો પલ્પ ખૂબ જ અનોખી રીતે તૈયાર કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjeev Kapoor (@sanjeevkapoor)

પછી તડકા લગાવીને સ્વાદ બમણો થઇ જાય છે. તમે પણ આ રેસીપી ઘરે બનાવીને ટ્રાય કરી શકો છો, જે અમે નીચે વિગતવાર આપી રહ્યા છીએ. વિડિઓ પણ જોઈ શકો છો.

બનાવવાની રીત :

  • ચટણી બનાવવા માટે સૌથી પહેલા 2 કેરીની છાલ કાઢી લો. પછી તેના ટુકડા કરી લો અને તેને બાઉલમાં કાઢી લો. પછી બાઉલમાં 3 લીલા મરચાં, અડધી ચમચી હળદર પાવડર નાખીને મિક્સ કરો.
  • હવે બધી સામગ્રીને મિક્સરમાં નાખીને બરછટ પીસી લો. તેને બરછટ પીસીને એક બાઉલમાં કાઢી લો અને ગેસ પર એક પેનને ગરમ કરવા રાખો.

આ અવશ્ય વાંચો : દાળને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે, આ 4 અલગ-અલગ પ્રકારના તડકા લગાવો, દરેક વખતે એક નવો જ સ્વાદ મળશે

  • હવે પેનમાં 5/6 ચમચી તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી મેથીના દાણા, અડધી ચમચી મગફળી દાણા, 4 મીઠા લીમડાના પાંદડા, 2 લાલ સૂકા મરચાં, અડધી ચમચી ખટાઇ, અડધી ચમચી રાઈ નાખીને તડકો લગાવો.
  • તડકો લગાવ્યા પછી, તેમાં કેરીનો પલ્પ ઉમેરો અને બરાબર મિક્ષ કરી લો. પલ્પ મિક્સ કર્યા પછી તેને 2 મિનિટ સુધી ચડવા દો.

આ જરૂર વાંચો : વધેલી રસોઈને ફેંકી દેવાને બદલે, વધેલા ખોરાકમાંથી બનાવો કેટલીક નવી વાનગી, જાણો 21 કુકીંગ ટિપ્સ

બસ તમારી ચટણી તૈયાર છે જેને બરણીમાં ભરીને સ્ટોર કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આ તડકા ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, જેને રોટલી અથવા ભાત સાથે સર્વ કરી શકાય છે. તો તમને ચટણી કેવી લાગી અમને જરૂર જણાવો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા