dal banavani rit gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભારતીય ખોરાકની વાત જ કંઈક અલગ હોય છે, ખાસ કરીને દાળ-ભાત. લગભગ મોટાભાગના ઘરે શાક, રોટલી, દાળ ભાત બનતા જ હશે. તેથી જ સાદી રીતે બનેલી દાળ ભાત વિશ્વભરમાં લોકપ્રિય છે.

આનું એક કારણ છે કે અહીં દાળમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે એટલે કે બાફેલી દાળમાં, તમે દરરોજ અલગ-અલગ પ્રકારના તડકા કરીને દાળને એક અલગ અલગ સ્વાદ આપી શકો છો.

આજે આ લેખમાં અમે તમને બાફેલી દાળમાં અલગ-અલગ પ્રકારના તડકા લગાવવાની રેસિપી લઈએ આવ્યા છીએ, જેને તમે પણ દરરોજ અલગ અલગ રીતે દાળમાં ઉમેરીને દરરોજ એક નવી સ્વાદિષ્ટ દાળનો આનંદ લઇ શકો છો.

(1) સાદી હીંગ અને જીરું તડકા : તમે પીળા મગ, લાલ મસૂર અને તુવેરની દાળમાં સાદી હિંગ અને જીરું ઉમેરીને દાળને સ્વાદિષ્ટ બનાવી શકો છો. આ માટે પહેલા દાળને બાફીને રાખો અને પછી એક નાના પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગ, એક ચમચી જીરું, અડધી ચમચી લાલ મરચું અને થોડું છીણેલું આદુ નાખો.

હવે જયારે તેનો કલર હલકું સોનેરી થાય ત્યાં સુધી પકાવો અને પછી તરત જ તેને દાળમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તો આ સ્વાદિષ્ટ દાળને હવે તમે ભાત સાથે ગરમાગરમ સર્વ કરો.

(2) સાંભર દાળ તડકા : આ તડકો ખાસ કરીને સાઉથ ઇન્ડિયન દાળમાં ઉમરવામાં આવે છે. તેને બનાવવા માટે તેલમાં રાઈના દાણા, મીઠા લીમડાના પાન, સાંભર મસાલો, લાલ મરચું અને આમલીનો રસ નાખીને પકાવો અને પછી તરત જ તેને બાફેલી દાળમાં મિક્સ કરો અને એર રાઇસ સાથે સર્વ કરો.

(3) ઢાબા સ્ટાઈલ તડકા : આ તડકો ઉત્તર ભારતીય દાળમાં કરવામાં આવે છે. આ તડકો બનાવવા માટે, તેલમાં એક ચપટી હિંગ અને 1 ચમચી જીરું ઉમેરો અને તેને સોનેરી થવા દો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને સમારેલ લસણ-આદુ નાખીને સાંતળો.

પછી તેમાં મીઠું, બધા મસાલા અને ટામેટાં નાખીને સોફ્ટ થાય ત્યાં સુધી પકાવો. જ્યારે તડકામાં તેલ છોડવા લાગે ત્યારે તરત જ બાફેલી દાળમાં તડકો ઉમેરો. ઉપર કોથમીર અને માખણ નાખીને જીરા રાઈસ સાથે સર્વ કરો.

(4) કલોંજીનો તડકો : આ તડકો ખાસ કરીને મસૂરની દાળમાં લગાવવામાં આવે છે. તમે આ તડકો લગાવવા માટે કોઈપણ તેલ અથવા રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરી શકો છો, પરંતુ સરસોના તેલમાં કલૌંજીનો તડકો લગાવવાથી તેનો સ્વાદ ખુબ જ વધી જાય છે.

કલોંજીનો તડકો લગાવવા માટે સરસોના તેલમાં કલૌંજી, લાલ મરચાં અને સમારેલા ટામેટાંને સરસોના તેલમાં પકાવો. પછી તેને બાફેલી દાળમાં મિક્સ કરો. તો તમારી સ્વાદિષ્ટ દાળ તૈયાર થઇ ગઈ છે. હવે તેને ભાત સાથે સર્વ કરો.

જો તમે પણ એક જ પ્રકારની દાળ ખાઈને થાકી ગયા હોય તો તમે પણ આ 4 પ્રકારના તડકો લગાવીને દરરોજ અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ દાળ બનાવીને તેનો આનંદ માણી શકો છો. આવી જ અવનવી રેસિપી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “દાળને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે, આ 4 અલગ-અલગ પ્રકારના તડકા લગાવો, દરેક વખતે એક નવો જ સ્વાદ મળશે”

Comments are closed.