જો તમારે કંઈક ઝટપટ સ્વાદિષ્ટ વાનગી બનાવવા માંગતા હોય તો વધેલી કોઈ પણ રસોઈમાંથી કેટલીક નવી વાનગીઓ બનાવવી હોય તો આ સ્માર્ટ કુકિંગ ટ્રિક્સ અપનાવો. તમે પણ એક સ્માર્ટ ગૃહિણી બની જશો.
1) જો દાળ બચી ગઈ છે તો તેને થોડીવાર માટે ગેસ પર રાખો. જ્યારે તેનું પાણી બળી જાય ત્યારે તેમાં લોટ, ગરમ તેલનું મોંયણ, લીલા મરચાં, કોથમીર નાખીને લોટ બાંધો. હવે તેના પરોઠા અથવા પુરીઓ બનાવીને તળી લો.
2) જો ઈડલી બચી જાય તો, પેનમાં થોડું ગરમ તેલ કરીને રાઈ, લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી. તેમાં મીઠું અને કોથમીર નાખીને ફ્રાય ઈડલી બનાવીને સર્વ કરો. 3) વધેલી રોટલીને ભૂકો કરીને તેમાં ઘી અને ગોળ ઉમેરીને લાડુ બનાવી લો.
4) તમે વધેલી ઈડલીમાંથી પણ દહીં ઈડલી પણ બનાવી શકો છો. આ માટે દહીંમાં મીઠું અને ખાંડ મિક્સ કરીને તેને સારી રીતે હલાવી દો. હવે રાઈ દાણા, હિંગ, અડદની દાળ અને લાલ મરચાંનો તડકો લગાવીને દહીંમાં નાખો. હવે કાજુ, લીલા મરચા અને નારિયેળને એકસાથે પીસીને દહીંમાં નાખીને મિક્સ કરો. હવે દહીંમાં ઈડલીના નાના-નાના ટુકડા ઉમેરીને અડધો કલાક ફ્રીજમાં રાખ્યા પછી સર્વ કરો.
5) જો ભાત વધ્યા છે તો તેમાં સોજી, મીઠું, ખાટું દહીં અને ગરમ પાણી નાખીને મિક્સરમાં પીસી લો અને આ મિશ્રણમાંથી ઈડલી બનાવો. 6) જો મિક્સ શાક વધ્યું હોય તો તેમાં 2-3 બાફેલા બટાકા, આદુ, મરચું, લીલી કોથમીર નાખીને મિક્સ વેજ કટલેટ બનાવી શકાય.
7) તમે વધેલા ભાતમાં સફેદ તલ, આખા ધાણા, જીરું, ખાંડ, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ચણાનો લોટ અને મીઠું મિક્સ કરીને પકોડા બનાવીને તળી શકો છો. 8) જો રાત્રે જમતા શાક વધ્યું છે તો તેને પણ લોટમાં મિક્સ કરીને વેજીટેબલ પરાઠા બનાવી શકાય છે.
9) વાસી રોટલીના ટુકડા કરીને ગરમ તેલમાં તળો અને ઉપર થોડો ગરમ મસાલો અને દહીં નાખો. સ્વાદિષ્ટ નાસ્તો બનીને તૈયાર છે. 10) જો ચણા મસાલાની ગ્રેવી વધે છે તો તમે બાફેલા પાસ્તા, મીઠું અને લીલા મરચાં ઉમેરીને મસાલેદાર ચણા પાસ્તા બનાવી શકો છો.
11) ગાજરનો હલવો વધે છે તો તમે કણકની લોઈમાં ભરીને મીઠી ગાજર પૂરી અથવા પરાઠા બનાવો. 12) બ્રેડ પીઝા માટે બ્રેડના ટુકડા પર કેપ્સિકમ, ડુંગળી અને ચીઝને છીણી લો અને તેને બેક કરો અને તરત જ બ્રેડ પિઝાનો સ્વાદ લો.
13) જો ઘરમાં કોઈ શાક ના હોય તો તરત જ બનાવી લો ટમેટા-સેવનું શાક. આ માટે ટામેટાંને જીરું-હિંગ નાંખીને ફ્રાઈ કરો. હવે હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, મીઠું અને ખાંડ નાખીને મિક્ક્ષ કરો. છેલ્લે નમકીન સેવ ઉમેરો અને ઢાંકી દો.
14) ઝડપી રબડી બનાવવી હોય તો 2 કપ દૂધ ઉકાળો. 2 બ્રેડ સ્લાઈસને મિક્સરમાં નાખીને પીસીને પાવડર બનાવો અને તેને દૂધમાં મિક્સ કરીને ઉકાળો. 1/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક, 2 ચમચી ખાંડ અને એલચી પાવડર મિક્સ કરો અને તેને 10 મિનિટ સુધી ઉકાળો અને તેને ગેસ પરથી ઉતારી લો.
15) બ્રેડનો ચૂરો બનાવો. તેમાં દૂધ, મલાઈ, ઘી અને મેદાનો લોટ મિક્સ કરીને નાના-નાના ગોળા બનાવીને તળીને ખાંડની ચાસણીમાં નાખી દો. તૈયાર છે બ્રેડ ગુલાબ જામુન.
16) બ્રેડમાં બટાકા, શાકભાજી, લીલા મરચાં, કોથમીર અને સ્વાદ મુજબ મીઠું મિક્સ કરીને નાની ટિક્કી બનાવીને તળી લો. 17) બાફેલા બટાકામાં ફુદીનાની ચટણી, ચાટ મસાલો અને મીઠું સારી રીતે મિક્સ કરો. ઉપર લાલ મરચું પાવડર અને કોથમીરથી ગાર્નિશ કરીને બટાકા ચાટ સર્વ કરો.
18) દહીંમાં થોડું મધ, લીલી અને કાળી દ્રાક્ષ ભેળવીને મિક્સ કરો અને ઠંડું થયા પછી સર્વ કરો. 19) જો રાંધેલા ભાત વધ્યા હોય તો 1 કપ ભાતમાં 3 ઈંડા, 2.5 કપ દૂધ, 3/4 કપ ખાંડ, ચપટી મીઠું, વેનીલા એસેન્સ, ઈલાયચી પાવડર, કિસમિસ વગેરે નાખીને તેને બેક કરો. તૈયાર છે ટેસ્ટી રાઇસ પુડિંગ.
20) જો તમારે કેળાની વેફરને ક્રિસ્પી બનાવવી હોય તો તેને તળતી વખતે તેલમાં થોડું મીઠું નાખો. વેફર્સ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે.
25. ઇન્સ્ટન્ટ સ્ટફ્ડ પરાઠા બનાવવા માટે પનીરમાં કસૂરી મેથી અથવા મસાલેદાર ચટણી ઉમેરો અને પછી તેને કણકમાં ભરીને તેને ફ્રાય કરો.
21) જો બાફેલા નૂડલ્સ વધ્યા છે તો ચોખ્ખા પાણીથી ધોઈને તેલ લગાવ્યા બાદ તેનો ઉપયોગ સૂપ, ચાઉમીન અને સ્પ્રિંગ રોલ માટે ફિલિંગ તરીકે કરી શકાય અથવા તો તેમાં ચાઈનીઝ શાકભાજી ઉમેરીને કટલેટ બનાવી શકાય.
Comments are closed.