જો તમને પૂછવામાં આવે કે તમે માખણનો ઉપયોગ કેવી રીતે કરો છો, તો તમારો જવાબ શું હશે? તો ચોક્કસ તમે કહેશો કે, માખણનો ઉપયોગ ખાવા માટે થાય છે, પરંતુ શું તમે જાણો છો કે માખણનો ઉપયોગ માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ઘરના રોજિંદા કામોમાં પણ કરવામાં આવે તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે માત્ર ખાવા માટે જ માખણનો ઉપયોગ કરો છો, તો અમે તમને તેના 7 આવા ઉપયોગ જણાવીએ છીએ જે તમને જરૂર થી ગમશે.
1. આંગળીમાંથી વીંટી નીકાળવા માટે
જો તમારી આંગળીમાં કોઈ એવી વીંટી અટવાઇ ગઈ છે જે લાંબા સમયથી નીકળતી નથી, તો માખણ પણ તેમાં મદદ કરી શકે છે. ફક્ત તમારી આંગળી પર માખણ લગાવો અને પછી વીંટી દૂર કરવાનો પ્રયાસ કરો. જો તે પછી પણ વીંટી બહાર ન આવે તો વીંટીની અંદર પાતળા દોરાને વીંટીની અંદર નાખીને, ગોળ-ગોળ ફેરવીને નીકાળવાનો પ્રયાસ કરો.
ઘણા લોકો સાબુના ફેણથી વીંટી કાઢવાનો પ્રયત્ન કરે છે અથવા ઘીનો ઉપયોગ કરે છે, પરંતુ મારા પર વિશ્વાસ કરો કે આ માખણ પણ ઝડપથી નીકળી જશે, કારણ કે તે ખૂબ જ સ્લિપરી હોય છે.
2. દરવાજા અને બારીઓમાં કાટ લાગ્યો હોય
એવું પણ બની શકે કે, તમે પહેલા આ રીતે માખણનો ઉપયોગ કર્યો ના હોય, પરંતુ અમારા પર વિશ્વાસ કરો, માખણ દરવાજા અને બારીઓ માટે તે જ વસ્તુ કરી શકે છે જે કાટને દૂર કરવા માટે બીજા તેલ કરે છે. જો તેમાંથી અવાજ આવે છે અથવા નટ -બોલ્ટ જામ થઇ ગયા છે, તો માખણ કામ લાગી શકે છે.
તમારે તેને નટ્સ-બોલ્ટ વગેરે પર સારી રીતે ઘસવું પડશે અને થોડો સમય રાહ જોવી પડશે. તે તેલ જેટલું ઝડપી કામ કરશે નહીં, પરંતુ તે કામ જરૂર કરશે. તે દરવાજામાંથી આવતા અવાજને દૂર કરવામાં પણ મદદરૂપ છે.
3. અડધી કાપેલી ડુંગળીને તાજી રાખે છે
ઘણીવાર તમે જોયું હશે કે અડધી સમારેલી ડુંગળી હંમેશા બગડવા લાગે છે. તેને બગડતા અટકાવવા માટે, જો ઉપર થોડું માખણ લગાવવામાં આવે અને વરખમાં લપેટી દેવામાં આવે, તો તે લાંબા સમય સુધી બગડતી નથી અને તેમાંથી દુર્ગંધ પણ નહિ આવે.
આ પણ વાંચો : માખણને લાંબા એક થી બે મહિના સુધી કેવી રીતે સ્ટોર કરવું તે જાણો
4. પ્લાસ્ટિકમાંથી શાહીના ડાઘ દૂર કરે છે
બાળકોના ટિફિન, રમકડાં વગેરે પર પેન અને શાહીના ડાઘ જોવા મળે છે. એ જ રીતે, રસોડામાં ટપરવેર પણ ખૂબ જ ઝડપથી શાહીના નિશાન લાગી જાય છે અને તેમાંથી છુટકારો મેળવવો સરળ નથી. આ સ્થિતિમાં, ઇન્કના નિશાનને દૂર કરવા માટે માખણનો ખૂબ જ સરળતાથી ઉપયોગ કરી શકાય છે.
જો તમારી પાસે આવી પ્લાસ્ટિકની વસ્તુ હોય તો તેમાં રહેલા ડાઘ પર માખણ ઘસો. આ કામ કર્યા પછી તેને થોડા સમય માટે છોડી દો. થોડા સમય પછી તમે જોશો કે ડાધ અથવા નિશાન ખૂબ જ સરળતાથી દૂર થઈ ગયું છે.
5. માખણ શેવિંગ ક્રીમ તરીકે કામ કરી શકે છે
શેવિંગ ક્રીમને બદલે માખણનો પણ ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો માને છે કે શેવિંગ ક્રીમની ગેરહાજરીમાં સાબુનો ઉપયોગ કરવો યોગ્ય છે, પરંતુ માખણ પણ વધુ સારી કામ આવી શકે છે. સાબુ તમારી ત્વચાને સૂકી કરી નાખે છે , પરંતુ માખણ તમારી ત્વચાને મુલાયમ બનાવશે જ્યારે બ્લેડથી કટ થવાનો ડર પણ નહિ રહે. માખણ તમારા હાથ પર ન આવે તેનું ધ્યાન રાખો નહીંતર તમારૂ લેઝર પણ સરકી જશે.
6. વાળ કન્ડીશનીંગ માટે માખણ
જો તમે અત્યાર સુધી તમારા વાળમાં માખણનો ઉપયોગ કર્યો નથી, તો હવે ચોક્કસપણે કરો. સૂકા વાળ ધરાવતા લોકો માટે તે રામબાણ સાબિત થઈ શકે છે કારણ કે માખણમાં કુદરતી પ્રોટીન અને ચરબી હોય છે જે વાળને જરૂરી પોષણ આપે છે, જે મોંઘા કન્ડિશનર અથવા તેલ પણ આપી શકતા નથી.
તે વાળને ચમકદાર બનાવે છે. જો ક્ષતિગ્રસ્ત વાળ હોય, તો માખણ તેમના માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. ફક્ત ધ્યાનમાં રાખો કે માખણ અનફ્લેવર્ડ અને મીઠા વગર હોવું જોઈએ. તાજું માખણ લો અને તેને તમારા વાળ પર લગાવો.
7. જો કોઈ ફોલ્લીઓ હોય, ત્યાં માખણ કામ કરશે
જો તમે મીઠા વગરનું માખણ લઈ રહ્યા છો, તો તે ફોલ્લીઓ વગેરે માટે પણ લગાવી શકાય છે. ઘણા લોકોને કોઈપણ એલર્જી અથવા અન્ય કોઈ કારણસર ત્વચા પર ફોલ્લીઓ થાય છે, આ સ્થિતિમાં માખણ વધુ સારી રીતે કરી શકશે. જો કે ડોક્ટર દ્વારા સૂચવ્યા મુજબ ત્વચાની ક્રીમ લગાવવી વધુ ફાયદાકારક છે, પરંતુ જો તમે તે નથી લગાવી શકતા, તો તમે માખણનો ઉપયોગ કરી શકો છો. આ બધા માખણ ના અલગ અલગ ઉપયોગો છે અને આ તમે દરરોજના કામોમાં સમાવેશ કરી શકો છો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.