kamar no dukhavo in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોરોના સમયમાં મોટાભાગના લોકો માટે ઘરેથી કામ કરવાનું હતું, પરંતુ અત્યારે તો ઓફિસ ફરી શરૂ કરીને આપણી લાઈફસ્ટાઈલને થોડી એક્ટિવ થઇ ગઈ છે, પરંતુ હજુ પણ એટલા લોકોને વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે અને તેમને અનેક સમસ્યાઓ પરેશાન કરી રહી છે.

જેમ કે, સતત બેસી રહેવાથી આપણી પીઠ, કમર અને ગરદન એવી રીતે દુખે છે કે જાણે અપને વૃદ્ધ થઇ ગયા છીએ. પરંતુ આ સમસ્યા ઘણા લોકોને હજુ પણ પરેશાન કરી રહી છે. 1.5 વર્ષથી વધુ સમયથી ઘરેથી કામ કર્યા પછી પીઠ અને કમરના દુખાવાની સમસ્યા ઘણી વધી ગઈ છે.

આજના સમયમાં લગભગ 100 દર્દીઓમાંથી 70 દર્દીઓ પાસેથી આ જ સમસ્યા વિશે સાંભળવા મળતું હશે. આવું તેમની જીવનશૈલીના કારણે થયું છે, તો અલેખમાં અમે કેટલીક ખાસ ટિપ્સ જણાવીશું જે તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જો કમરના દુખાવાની સમસ્યા ક્રોનિક નથી અને તે ફક્ત તમારી જીવનશૈલીના કારણે થઈ છે. આ ટીપ્સ પીઠનો દુખાવો ઓછો કરવામાં મદદ કરશે.

1. ઓશીકું વાપરશો નહીં : સૌથી પહેલી ટિપ એ છે કે ઘરેથી કામ કરવાને કારણે અથવા આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરવાને કારણે તમારી ગરદન નમેલી લાગે છે અને આવી સ્થિતિમાં જો તમે રાત્રે પણ જાડા અને મોટા ઓશીકા લઈને સૂશો તો ગરદન વધુ નમશે અને તે તમારી કરોડરજ્જુ માટે સારું નથી. તેથી તકિયા વગર સૂઈ જાઓ અથવા પાતળા ઓશીકાનો ઉપયોગ કરો.

2. યોગ તમને મદદ કરશે : અમુક આસનો છે જે ફક્ત તમારી કરોડરજ્જુને ઠીક કરવામાં મદદ કરી શકે છે. આ મકરાસન, શલભાસન, માર્કટાસન, ભુજંગાસન છે. જો તમે યોગ કરો છો તો આ ચાર આસનો તમારા માટે ખુબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

3. લાંબા સમય સુધી એક જગ્યાએ ના બેસી રહો : જો તમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહો છો તો તે તમારા માટે નુકસાનકારક છે. તમારે 2 કલાકથી વધુ એક સ્થિતિમાં બેસવું ના જોઈએ. જો તમારી પાસે ઘણું કામ હોય તો પણ વચ્ચે 5 મિનિટનો બ્રેક લો અને સ્ટ્રેચિંગ કરો. આ તમારા માટે ફાયદાકારક રહેશે.

4. તેલની માલિશ : આયુર્વેદમાં પીઠનો દુખાવો ઓછો કરવામાં તેલથી માલિશ પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે 3 તેલનો ઉપયોગ કરી શકો છો. જે છે અશ્વગંધા તેલ, મહાનારાયણ તેલ અને ધનવંતરામ તેલ.

જો તમે બજારમાંથી આમાંથી કોઈપણ તેલ ખરીદવા માંગતા નથી, તો તમે તલ અથવા સરસવના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમને નસ દબાવાને કારણે કમરનો દુખાવો થઈ રહ્યો છે અને જો તે સતત રહે તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

જો દુખાવો અચાનક શરૂ થાય અને દુખાવો ખૂબ જ તીવ્ર હોય, તો એવું પણ બની શકે છે કે તમને હાડકા સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે. તમારે તમારા પીઠના દુખાવા વિશે ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. જો તમને આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “વારંવાર થતા ગરદન, કમર કે પીઠનો દુખાવાને દૂર કરશે આ આયુર્વેદિક ટિપ્સ”

Comments are closed.