chana no lot face mask
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચણાનો લોટ ત્વચાને ચમકદાર બનાવવામાં અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ચણાનો લોટ ખીલથી લઈને ઓઈલી ત્વચા સુધીની સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક છે. ત્વચા પર ફેસ પેકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્વચાની સાર સંભાળ ત્વચાના પ્રકાર પ્રમાણે જ કરવી જોઈએ. નહિંતર, ત્વચાની સમસ્યાઓ થઇ શકે છે.

તમે ચણાના લોટની મદદથી ઘરે સરળતાથી ફેસ પેક બનાવી શકો છો. ચણાનો લોટ ત્વચાને સાફ અને એક્સ્ફોલિએટ કરવામાં ખુબ જ મદદ કરે છે.

તૈલી ત્વચા માટે ફેસ પેક કેવી રીતે બનાવશો?

જો તમારી ત્વચા તૈલી છે, તો તમારે તમારા ચહેરા પર ચણાના લોટનો ફેસ પેક લગાવવો જોઈએ. ચણાનો લોટ ત્વચામાં રહેલા તેલને સરળતાથી શોષી લે છે. તમે ચણાના લોટમાં મુલતાની માટી ઉમેરીને ફેસ પેક બનાવી શકો છો.

મુલતાની માટી ત્વચાને સાફ કરવામાં અને ખીલના ડાઘને હળવા કરવામાં મદદ કરે છે. તૈલી ત્વચા માટે ફેસ પેક બનાવવા માટે, નીચે આપેલા પગલાંને અનુસરો-

  • એક બાઉલમાં બે ચમચી મુલતાની માટી અને એક ચમચી ચણાનો લોટ ઉમેરો.
  • હવે તેમાં ગુલાબજળ ઉમેરો.
  • બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો, જેથી તેની પેસ્ટ બની જાય.
  • આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો.
  • લગભગ 15 મિનિટ પછી ત્વચાને સાફ કરી લો.
  • છેલ્લે, ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલશો નહીં.
  • અઠવાડિયામાં બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે.

શુષ્ક ત્વચા માટે ફેસ પેક કેવી રીતે બનાવવો

જેમ જેમ શિયાળો આવે છે તેમ તેમ શુષ્ક ત્વચાની સમસ્યા વધતી જાય છે. શુષ્ક ત્વચાને કારણે ત્વચા પર ખંજવાળ આવે છે. ત્વચા ફ્લેકી બની જાય છે. શુષ્ક ત્વચા માટે ફેસ પેક ખૂબ ફાયદાકારક છે. શુષ્ક ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે તમે ચણાના લોટનો ફેસ પેક ચહેરા પર લગાવી શકો છો. પેક- બનાવવા માટે આ પદ્ધતિ અજમાવો

  • એક બાઉલમાં ત્રણ કેળા નાખીને મેશ કરો.
  • હવે તેમાં 2 ચમચી ચણાનો લોટ નાખો.
  • ચણાના લોટમાં દૂધ અથવા ગુલાબ જળ ઉમેરો અને કેળાને મેશ કરો.
  • હવે બધું બરાબર મિક્સ કરો.
  • ડ્રાય સ્કિન માટે ફેસ પેક તૈયાર છે.
  • આ ફેસ પેકને તમારા ચહેરા અને ગરદન પર લગાવો.
  • લગભગ 15 મિનિટ લગાવીને રાખ્યા પછી ચહેરો સાફ કરો.
  • છેલ્લે ચહેરા પર ક્રીમ લગાવો.
  • અઠવાડિયામાં બે વાર આ પેક ચહેરા પર લગાવવાથી ત્વચાની શુષ્કતા ઓછી થઈ જશે.

આ પણ વાંચો: ટ્રીટમેન્ટ અને મોંઘા ફેશિયલ છોડો, સોના જેવી ચમક મેળવવા માટે આજે જ ચણાના લોટનો ફેસ પેક લગાવો

કોમ્બિનેશન ત્વચા માટે ફેસ પેક

જે વ્યક્તિની ત્વચા ઓઇલી અને શુષ્ક બને હોય છે તે ત્વચાને કોમ્બિનેશન સ્કીન કહેવામાં આવે છે. કોમ્બિનેશન સ્કિન માટે ફેસ પેક ફાયદાકારક છે. તમારે બજારમાં જઈને ફેસ પેક ખરીદવાની કોઈ જરૂર નથી. ફેસ પેક બનાવવા માટે તમારે એલોવેરા અને ચણાના લોટની જરૂર પડશે.

એલોવેરામાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે, જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. એલોવેરાના ઉપયોગથી ફ્રીકલ્સ, કરચલીઓ અને ડાર્ક સ્પોટ જેવી સમસ્યાઓ ઓછી થાય છે. ફેસ પેક બનાવવા માટે કરો આ કામ

  • એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી એલોવેરા જેલ ઉમેરો.
  • બંને વસ્તુઓ સારી રીતે મિક્સ કરો.
  • હવે કોમ્બિનેશન સ્કિન માટે ફેસ પેક તૈયાર છે.
  • આ ફેસ પેકને તમારા ચહેરા પર લગાવો.
  • લગભગ 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો.

આ પણ વાંચો: ડ્રાઈસ્કિન થી બચવા માટે અપનાવી લો કેટલાક ઉપાયો, ચોક્કસપણે ફાયદો થશે

નોંધ: ત્વચા પર કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા, એક નાનો પેચ ટેસ્ટ જરૂર કરો. કારણ કે દરેક વસ્તુ બધાને સ્યુટ થાય એવું જરૂરી નથી, ઘણા વ્યક્તિઓને વસ્તુની એલર્જી પણ હોય છે

તો તમે પણ તમારી ત્વચાના પ્રકાર અનુસાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને ફેસબુક પર શેર કરો અને લાઈક કરો. આવા જ વધુ લેખો વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા