dry skin tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દિવસે ને દિવસે પ્રદુષણ વધતું જાય છે અને ખરાબ હવાને કારણે આપણને અનેક પ્રકારના ચામડીના રોગોનો સામનો કરવો પડે છે. આની સૌથી વધુ અસર મહિલાઓની ત્વચા પર વધારે થાય છે. બહાલ નીકળવાથી ધૂળ અને ધુમાડો આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે.

મોટાભાગની મહિલાઓને આકર્ષક, ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન ગમે છે અને દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તે પણ સુંદર દેખાય. આવી સ્થિતિમાં ત્વચાની સમસ્યા તમને ઘણી રીતે પરેશાન કરે છે. તે જ સમયે, જે મહિલાઓની ત્વચા ડ્રાઈ હોય છે, તેમનું આ સપનું અધૂરું રહી જાય છે.

તેથી જે મહિલાઓની ત્વચા શુષ્ક છે તેમણે પોતાની ત્વચાની ખાસ કાળજી લેવી જોઈએ. જો તમારી પણ શુષ્ક ત્વચા હોય તો તમે કેટલાક સરળ ઉપાયો અપનાવીને ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ ચમકતી ત્વચા માટે તમારે શું કરવું.

શુષ્ક ત્વચાની સંભાળ રાખવા માટે ત્વચામાંથી ગંદકી, મૃત ત્વચા અને ઓઈલને ચોક્કસ દૂર કરો અને આ માટે ફેસ સ્ક્રબરનો ઉપયોગ કરો. ચહેરા પર સ્ક્રબર લગાવવાથી તમારી ત્વચા સ્વચ્છ અને કોમળ દેખાશે, તેથી અઠવાડિયામાં 2 થી 3 દિવસ જરૂર કરો.

સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની ત્વચા પર ખૂબ જ ખરાબ અસર પડે છે, જેના કારણે ત્વચાનો રંગ હળવો થવા લાગે છે અને તે તેની કુદરતી સુંદરતા ગુમાવવા લાગે છે તેથી, તડકામાં બહાર નીકળતા પહેલા તમારા ચહેરા અને શરીર પર એસપીએફવાળું સનસ્ક્રીન જરૂર લગાવો.

દિવસમાં એકથી વધુ વખત ચહેરો ધોવાથી ત્વચા શુષ્ક થઈ જાય છે. એટલા માટે ચહેરાની ક્લીંજિંગ દરરોજ સવારે અથવા રાત્રે કરો, પરંતુ બંને સમયે બિલકુલ ન કરો. ચહેરાની ક્લીંજિંગ માટે ગરમ પાણીનો ઉપયોગ ના કરો, તેનાથી તમારી ત્વચા વધુ શુષ્ક બની જશે. ઠંડા પાણીનો ઉપયોગ કરો અને ઠંડામાં હુંફાળા પાણીનો ઉપયોગ કરો.

જેમ ઉપર જણાવ્યા મુજબ, ત્વચા સૌથી વધુ ધૂળ અને પ્રદૂષણના સંપર્કમાં આવે છે, તેથી તમારી ત્વચા ની નમી ગુમાવવું સામાન્ય છે. આવી સ્થિતિમાં દરરોજ સૂતા પહેલા અને સ્નાન કર્યા પછી હળવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ જરુ કરો, જેથી ત્વચાની નમી જળવાઈ રહે અને તમે શુષ્ક ત્વચાથી બચી શકો.

આ ઉપરાંત, જો તમને ખંજવાળ અને બીજી સમસ્યાઓ છે, તો તમારે સ્વચ્છતાના મૂળભૂત ઉપાયો અવશ્ય અપનાવો. આ સિવાય રાત્રે ભરપૂર અને સારી ઊંઘ લો. જો તમે પણ શુષ્ક ત્વચાથી પરેશાન થઇ રહયા છો તો આ બધા ઘરગથ્થુ ઉપાયો અજમાવી શકો છો.

આ ઉપરાંત, જો આમાંથી કોઈપણ ટીપ્સને અનુસર્યા પછી તમને કોઈ વસ્તુ સ્યુટ થતી નથી તો તરત જ બંધ કરો. જો તમને આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા