besan face pack banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચણાના લોટનો ઉપયોગ માત્ર રસોઈ બનાવવું માટે જ થતો નથી. તેના બદલે પ્રાચીન સમયથી જ મહિલાઓ તેમના ચહેરાને નિખારવા માટે ચણાના લોટનો ઉપયોગ કરતા આવી રહ્યા છે. આજે પણ બેસનનો ઉપયોગ દરેક સ્ત્રી કરે છે. ઘણી વાર સ્ત્રીઓ ઇન્સ્ટન્ટ ગ્લોઈંગ સ્કિન માટે ટ્રીટમેન્ટ અને મોંઘા ફેશિયલ કરાવે છે.

આ માટે પાર્લરમાં ઘણા પૈસા પણ બગડે છે અને ચમક 2 દિવસ સુધી જ રહે છે. ફેસ પેક ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. શું તમને પણ સોના જેવી સ્કિન જોઈએ છે? તો આ માટે ચણાના લોટના બનેલા આ ફેસપેક જરૂર અજમાવો. આવો જાણીએ તેને બનાવવાથી લઈને તેનો ઉપયોગ કરવાની રીત.

પદ્ધતિ 1

ચણાના લોટમાંથી બનાવેલ આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી ડેડ સ્કિન દૂર થાય છે. જેના કારણે તમારા ચહેરાની ગંદકી દૂર થઇ જાય છે અને તમારો ચહેરો ચમકવા લાગશે. આવો જાણીએ તેને બનાવવાની રીત.

જરૂરી સામગ્રી : 2 ચમચી બેસન, 1 ચમચી મધ અને જરૂર મુજબ દહીં. વિધિ એક બાઉલમાં ચણાનો લોટ, મધ અને દહીં ઉમેરો અને પછી ચમચીથી બધું મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવો. જાડી હશે તો જ તેની અસર ચહેરા પર જોવા મળશે. તમારું ફેસ પેક તૈયાર છે.

લગાવવાની રીત : સૌ પ્રથમ તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. હવે આ પેકને બ્રશથી ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. પંદર મિનિટ પછી ચહેરો સાફ કરો. ફેસપેકની અસર સ્પષ્ટ દેખાશે. અઠવાડિયામાં 2-3 વખત આ ફેસપેકનો ઉપયોગ જરૂર કરો.

પદ્ધતિ 2

ટેનિંગની કારણે પણ ત્વચાની ચમક ઓછી થઇ જાય છે. તેનાથી આપણી ત્વચા નિસ્તેજ દેખાવા લાગે છે. ટેનિંગ દૂર કરવા માટે તમે બેસન ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીયે કેવી રીતે બનાવીને લગાવવો.

જરૂરી સામગ્રી : 2 ચમચી બેસન, 2 ચપટી હળદર અને લીંબુના રસના થોડા ટીપાં. વિધિ – કોઈપણ નાના વાસણમાં ચણાનો લોટ, હળદર અને થોડા ટીપાં લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો. તમારો ચણાનો લોટનો ફેસ પેક તૈયાર છે.

લગાવવાની રીત : સૌ પ્રથમ ચહેરાને ધોઈ લો અને આ ફેસ પેકને તમારા ચહેરા પર લગાવો. લગભગ 20 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો પછી ચહેરો ધોઈ લો. ત્યાર બાદ મોઈશ્ચરાઈઝર જરૂર લગાવો. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો લીંબુનો ઉપયોગ ના કરો.

ચણાનો લોટ ત્વચા પર લગાવવાના ફાયદા

ચણાના લોટ ત્વચા પર લગાવવાથી તમે અનિચ્છનીય વાળને ઘટાડી શકો છો. આ માટે તમારે ત્વચા પર દરરોજ ચણાના લોટનો ઉપયોગ કરવો જોઈએ. બેસન ત્વચાને નિખારવા માટે ખુબ મદદ કરે છે.

જો તમે તરત જ ચહેરા પર ગ્લો મેળવવા માંગો છો તો હળદર અને ચણાના લોટની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવી શકો છો. ઓઈલી ત્વચા માટે ચણાનો લોટ વરદાનથી ઓછો નથી. નિયમિતપણે ચણાનો લોટ લગાવવાથી તમારી ત્વચા યુવાન દેખાય છે.

તમે ચણાના લોટનો ફેસ પેક સિવાય ફેસ વોશ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તે ત્વચામાંથી ગંદકી દૂર કરવાનું કામ કરે છે. આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે તો આવી જ ઘરેલુ બ્યુટી ટિપ્સ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ટ્રીટમેન્ટ અને મોંઘા ફેશિયલ છોડો, સોના જેવી ચમક મેળવવા માટે આજે જ ચણાના લોટનો ફેસ પેક લગાવો”

Comments are closed.