workout for fat loss at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Fat loss: હું ઝડપથી વજન ઘટાડી લઈશ, તે કહેવું જેટલું સરળ લાગે છે, એટલું ખરેખર છે નહીં. તે એટલા માટે કારણ કે વજન ઘટાડવા માટે કોઈ જાદુઈ છડી કે કોઈ ગોળી નથી. પરંતુ તમે જેટલી કેલરી લો છો તેના કરતા વધુ કેલરી બર્ન કરવાની જરૂર છે.

આમાં હેલ્ધી ડાયટની સાથે કાર્ડિયો વર્કઆઉટને પણ તમારે રૂટીનમાં સામેલ કરવું ખૂબ જ જરૂરી છે. શું તમે પણ ચરબી ઘટાડવાનું લક્ષ્ય બનાવીને રાખ્યું છે પરંતુ સમયનો અભાવ અથવા આળસ તમને જીમમાં જવાનું રોકી રહી છે?તો હવે તમે ચિતા કરશો નહીં.

તમે કેટલાક મૂળભૂત વર્કઆઉટ્સ કરીને તમારી શારીરિક તંદુરસ્તી સુધારી શકો છો. આ વર્કઆઉટ્સ માટે તમારે જીમ કે કોઈ સાધનની જરૂર નથી. જો તમે રસ્તાઓ શોધી રહ્યા છો, તો સેલિબ્રિટી ટ્રેનર યાસ્મીન કરાચીવાલાએ, જેમણે કેટરીના, આલિયા અને દીપિકા જેવા સેલેબ્સને ફિટનેસ ટ્રેનિંગ આપી છે, તેણે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તમારા માટે એક પોસ્ટ શેર કરી છે.

આ પોસ્ટમાં તેમને ઝડપી કાર્ડિયો વર્કઆઉટ્સ જણાવેલું છે. કાર્ડિયો વર્કઆઉટ્સ તમારા હૃદયના ધબકારા વધારે છે. વજન ઘટાડવા માટે કસરતના કેટલાક સૌથી અસરકારક પ્રભાવ છે, કારણ કે તમારા હૃદયના ધબકારા જેટલા વધારે છે, તેટલી વધુ ચરબી તમે બર્ન કરશો.

પોસ્ટમાં, તેણીએ ઝડપી કાર્ડિયો કસરતો શેર કરી કે જે તમે કોઈપણ સમયે અને ગમે ત્યાં કરી શકો છો, પછી ભલે તમે શિખાઉ હોવ. ઉપરાંત, આ કસરતો માટે કોઈ સાધનની જરૂર પડતી નથી. ચાલો જોઈએ વીડિઓના માધ્યમથી કે વર્કઆઉટ કેવી રીતે કરવું.

આ વીડિયોમાં તેમણે 5 કસરત જણાવી છે. (1) પોગો જમ્પ (2) સીજર્સ (3) સ્કેટર્સ (4) ક્રોસ જૈક (5) પૉપ સ્ક્વાર્ટ. હવે તેઓ જણાવે છે કે, કોઈપણ વ્યક્તિને આ કસરત કેટલા સમય સુધી કરવી જોઈએ.

પ્રારંભિક- શરૂઆત કરનારાઓએ આ કસરતો 30 સેકન્ડ માટે કરવી જોઈએ, પછી 30 સેકન્ડ માટે થોડી વાર બ્રેક લેવો જોઈએ. મધ્યવર્તી છે તેમને 40 સેકન્ડ માટે વર્કઆઉટ કરવું જોઈએ અને પછી 20 સેકન્ડ માટે આરામ કરવો જોઈએ.

અને જે લોકો એડવાન્સ્ડ લેવલના છે તેમને આ કસરત 50 સેકન્ડ માટે કરવું જોઈએ અને પછી 10 સેકન્ડ માટે આરામ કરવો જોઈએ. તો તમે પણ ઘરે બેઠા આ વર્કઆઉટ્સ કરો અને જુઓ તમારામાં કેટલો બદલાવ આવે છે

તમે આ વર્કઆઉટ્સ સરળતાથી કોઈપણ સમયે અને કોઈપણ સ્થાન પર કરી શકો છો. જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો:
પથારીમાં સૂતા પહેલા કરો આ 2 કામ, શરીરનું વજન અને પેટની આજુબાજુ જમા થયેલી ચરબી પણ ઘટવા લાગશે
આ 4 ટિપ્સ અપનાવશો તો માત્ર 1 જ મહિનામાં તમારા વજનમાં ફેરફાર દેખાવા લાગશે
આજ થી દરરોજ 15 મિનિટ આ 2 કસરતો કરવાનું ચાલુ કરી દો, 70 વર્ષે પણ ફિટ અને યુવાન દેખાશો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા