4 tips for weight loss in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે સ્થૂળતાથી પરેશાન છો? શું તમે વજન ઘટાડવાનું વિચારી રહયા છો? પણ સમજાતું નથી કે કેવી રીતે શરૂઆત કરવી? તો તમારે આ લેખ અંત સુધી જરૂર વાંચવો જોઈએ. આજે અમે મહિલાઓ માટે તેમની વજન ઘટાડવાની સફર શરૂ કરવા માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ, જેની મદદથી તમે વજનને ખૂબ ઝડપથી ઘટાડી શકો છો.

વજન ઘટાડવાનો પ્રયાસ કરતી મહિલાઓ પોતાનું વજન ઘટાડવા માટે અલગ અલગ ઘરેલું ઉપાયો જ અપનાવતી નથી પરંતુ ઓનલાઈન પણ ઘણું વાંચે છે. પરંતુ તમારે તમારા શરીરનું પણ સાંભળવું જોઈએ. તમારું શરીર વારંવાર તમને સંકેતો આપે છે કે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. તમે કેટલીક સરળ ટીપ્સનો ઉપયોગ કરીને તમારા સ્વાસ્થ્ય અને વજન ઘટાડવાના લક્ષ્યને ઝડપી બનાવી શકો છો.

શરૂ કરતા પહેલા તમારે તે જાણવું જોઈએ કે, દરેક જણ એક જ રીતે વજન ઘટાડી શકતું નથી. દરેક માટે સમાન રીતે કામ કરશે તે યોગ્ય નથી. સરખી વજન અને ઊંચાઈની ધરાવતી બે સ્ત્રીઓ એક જ ખોરાક ખાતી હોય અને સમાન પ્રવૃત્તિઓ કરતી હોય ત્યારે પણ તેઓ અલગ-અલગ રીતે વજન ઘટાડે છે.

પરંતુ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક માટે અસરકારક સાબિત થઈ શકે છે. આ ટિપ્સ જાણ્યા પછી તમને પણ લાગશે કે, કાશ કોઈએ મને આ વાત પહેલા કીધી હોત તો મારુ વજન ઝડપથી ઓછું થઇ ગયું હોત.

ટીપ્સ-1: તમારી પસંદગીના વર્કઆઉટથી શરૂઆત કરો : તમને ગમતું વર્કઆઉટ્સ કરીને શરૂઆત કરો. તેમાં નૃત્ય, જોગિંગ, સ્કિપિંગ અથવા ફક્ત વૉકિંગ હોઈ શકે છે. તે તમારા પર આધાર રાખે છે. પહેલા ધીમે ધીમે શરૂ કરો અને પછી ધીમે ધીમે ઝડપ વધારો. અઠવાડિયામાં પાંચ દિવસ 60 મિનિટ ઓછી-તીવ્રતાવાળા કાર્ડિયો માટે લક્ષ્ય રાખો. જેમ જેમ તમે શારીરિક રીતે વધુ સ્વસ્થ બનો તેમ, જોગિંગ, વૉકિંગ કરો.

ટીપ્સ-2 : મનપસંદ ખોરાક ખાવાનું બંધ ન કરો : તમારું મનપસંદ ખાવાનું છોડી દેવાની જરૂર નથી. ફક્ત તેમને મધ્યસ્થતામાં ખાઓ. મને પીઝા ગમે છે. જ્યારે હું પિઝા ખાઉં છું, ત્યારે હું પહેલા સલાડનો મોટો બાઉલ ખાઈશ અને પછી પિઝા. આ રીતે પિઝા વધુ નહીં ખાઈ શકાય અને એક કે બે સ્લાઈસથી સંતુષ્ટ થઈ જઈશ.

ટીપ-3: શરીરમાં થતા ફેરફારો પર ધ્યાન આપો : વજન ઘટાડવાનું શરુ કર્યા પછી મહિલાઓ દર અઠવાડિયે વારંવાર વજન મશીન પર તેમનું વજન ચેક કરે છે. પરંતુ તમે માત્ર વજન જ ચેક ન કરો, તમારા શરીરમાં થતા ફેરફારો પર પણ નજર જરૂર રાખો. તેનાથી તમારું વજન ઝડપથી ઘટશે.

ટીપ-4: જે કરો તે સતત કરો : આ સૌથી મહત્વની બાબત છે. જ્યારે તમને એવું લાગતું હોય કે આટલું કરવા છતાં કોઈ ફરક જોવા નથી મળતો, ત્યારે પણ કસરત કરવાનું ચાલુ જ રાખો અને હેલ્દી ખોરાક લેતા રહો. થોડા સમય પછી તમને સારું પરિણામ જરૂર મળશે.

આ સિવાય, મોટું લક્ષ્ય બનાવવાને બદલે પહેલા નાનું લક્ષ્ય બનાવો. ધારો કે તમે 10 કિલો વજન ઘટાડવા માંગો છો, પણ પહેલા 5 કિલો વજન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને પછી 5 પર ધ્યાન કેન્દ્રિત કરો.

જો તમે પણ આ નાની ટિપ્સમે અપનાવશો તો ઝડપથી વજન ઘટાડી શકો છો. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો, આવી જ વધુ માહિતી વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.