why should we not eat with left hand
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હિંદુ ધર્મમાં હંમેશા હાથથી જ ખાવામાં કહેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તમામ ઊર્જાઓની ક્ષિતિ, જલ, પાવક, ગગન, સમીર તમામ શક્તિઓ હાથથી ખાવામાં આવેલા ભોજનમાંથી વહે છે. એવું માનવામાં આવે છે કે ખોરાકને હાથથી ખાવાથી ઝડપથી પચી જાય છે અને શરીર સ્વસ્થ બને છે.

જ્યારે હાથથી ખોરાક ખાવાની વાત આવે ત્યારે તેને હંમેશા જમણા હાથથી ખાવાની ભલામણ કરવામાં આવે છે અને ખોરાક ડાબા હાથથી ખાવાની મનાઈ કરવામાં આવે છે. વાસ્તવમાં આ વાતનો ઉલ્લેખ હિંદુ શાસ્ત્રોમાં કરેલો છે અને અન્ય ધર્મોમાં પણ જમણા હાથે ભોજન કરવાનું કહેવામાં આવ્યું છે.

તમારામાંથી મોટાભાગના લોકો એ વાતથી અજાણ હશે કે જ્યોતિષમાં ભોજન માટે જમણા હાથનો જ ઉપયોગ શા માટે સારો ગણવામાં આવ્યો છે. કેમ ડાબા હાથનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવી છે એ જાણવા માટે તેની સાથે જોડાયેલા કારણો વિશે જાણવું જોઈએ.

જમણો હાથ સૂર્ય નારીનું પ્રતિનિધિત્વ કરે છે

એવું માનવામાં આવે છે કે જમણો હાથ સૂર્ય નારી તરીકે કામ કરે છે તેથી દરેક કાર્યમાં જેમાં વધુ શક્તિની જરૂર પડે છે તે માટે ફક્ત જમણા હાથનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ, ડાબા હાથની વાત આવે છે ત્યારે એવું માનવામાં આવે છે કે તે ચંદ્ર નારીનું પ્રતીક છે જેને ઓછી ઊર્જાની જરૂર પડે છે. તેથી જ ડાબા હાથે હંમેશા તે જ કામ કરવું જોઈએ જેમાં ઓછી શક્તિ લાગે.

જમણા હાથનો ઉપયોગ શુભ કામ માટે થાય છે

જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે તમામ શુભ કાર્યો હંમેશા જમણા હાથથી કરવા જોઈએ અને ભોજન સૌથી શુભ કામ માનવામાં આવે છે. તેથી જ હંમેશા જમણા હાથે ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે જેથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે.

આ પણ વાંચો: ચમચી વડે ખાતા હોય તો આજથી હાથથી ખાવાનું શરુ કરો, મળશે આ 5 મોટા ફાયદા

સ્વાસ્થ્ય માટે પણ ડાબા હાથે ખાવાની મનાઈ છે

જો સ્વાસ્થ્યની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે વ્યક્તિનું હૃદય ડાબી બાજુએ હોવાથી લોકો ડાબા હાથથી કોઈ પણ મહેનતવાળું કામ કરતા નથી અને એવું કોઈ પણ કામ કરવાની મનાઈ છે જેમાં ડાબા હાથથી વધારે શક્તિનો ઉપયોગ થતો હોય જેથી હૃદય પર કોઈ દબાણ ન આવે અને કોઈ સમસ્યાનો ઉભી ના થાય. .

શૌચમાં ડાબા હાથનો ઉપયોગ થાય છે

જો તમે જ્યોતિષમાં વિશ્વાસ ના પણ કરતા હોય તો પણ તમારામાંથી લગભગ મોટાભાગના લોકો શૌચક્રિયા માટે ડાબા હાથનો જ ઉપયોગ કરતા હોવાથી ડાબા હાથથી ખોરાક ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

એવી પણ પરંપરા છે કે શરીર કે અન્ય જગ્યાઓથી ગંદકી સાફ કરવા માટે હંમેશા ડાબા હાથનો ઉપયોગ કરવામાં આવે છે તેથી ડાબા હાથથી ભોજન ના ગ્રહણ કરવું જોઈએ. અહીં જણાવેલ તમામ જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણોને લીધે હંમેશા જમણા હાથથી ખાવાની સલાહ આપવામાં આવે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા