why is family dinner time important
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરમાં ખાવાનું ન બનાવીને બહારની રેસ્ટોરેન્ટથી ખાવાનું મંગાવવામાં થોડા દિવસો જ સારું લાગે છે. જો આપણે દરરોજ ખાવાની વાત કરીએ તો ઘરનું ખાવાનું જ શ્રેષ્ઠ છે. સ્વચ્છતા, પૌષ્ટિક તત્ત્વો ભરપૂર અને મમ્મીએ તેમના હાથથી પ્રેમથી બનાવેલી રસોઈની વાત જ અલગ છે.

તમને જણાવી દઈએ કે ઘરની રસોઈની સાથે, આખો પરિવાર એકસાથે બેસીને જમવાથી પણ ઘણા ફાયદા થાય છે. તમે ઘણી વાર ફિલ્મો અને ટીવી સિરિયલોમાં એકસાથે આખા પરિવારને બેસીને સાથે ખાતા જોયા હશે. ચાલો જાણીએ આ પાછળનું કારણ અને તેના શું ફાયદા છે.

જાણો શા માટે એકસાથે બેસીને ખાવું જરૂરી છે : હાર્વર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એજ્યુકેશન દ્વારા પ્રકાશિત એક લેખમાં, એની ફિશલ નામના ફેમિલી ફિઝિશિયન સમજાવે છે કે પરિવાર સાથે બેસીને ખાવાનો અર્થ છે કે તમે ઘરે પોષકથી ભરપૂર અને સ્વચ્છ ખોરાક ખાવો.

પૌષ્ટિક તત્વો મેળવવાની સાથે, બહારનું ખાવાની આદત છૂટી જાય છે. એની ફિશલ કહે છે કે જે લોકો નાનપણથી જ ઘરનું રાંધેલું ખાય છે, તે મોટા થયા પછી પણ જયારે માતાપિતાથી અલગ થાય છે ત્યારે પણ હોટેલનું ખાવાનું ટાળે છે. આ સાથે પરિવાર સાથે બેસીને ખાવાના બીજા પણ ઘણા ફાયદા છે.

સંબંધો મજબૂત બને છે : કેટલીકવાર પરિવારના સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થાય છે ત્યારે આવી સ્થતિમાં જ્યાં સુધી આપણે વાત નહીં કરીએ ત્યાં સુધી વાતચીત શરૂ થઈ શકે નહીં. બીજી તરફ આપણે એકસાથે બેસીને જમીએ ત્યારે કોઈને કોઈ રીતે વાતચીત શરૂ થઈ જાય છે.

સમસ્યાઓ જાણવા મળે છે : ઘણી વખત પરિવારના અમુક વ્યક્તિ કોઈપણ કારણોસર પરેશાન રહે છે અને પરિવારને કહી શકતા નથી. આવી સ્થિતિમાં જો આપણે સાથે મળીને જમીએ છીએ તો આપણે તેમના ચહેરા અને હાવભાવ જોઈને તેમની સમસ્યા વિશે જાણી શકીએ છીએ.

ખર્ચ અને ખરાબ ટેવોથી દૂર રહેવું : બહારનું ખાવાની આદતને કારણે બાળકોને મોટાપો જેવી અનેક સમસ્યાઓ થાય છે. એકસાથે જમવાથી માતા-પિતાને ખબર પડે છે કે બાળકે કયા સમયે ખાધું છે. આ સાથે, બાળકો સાથે પણ સમય પસાર કરવા મળે છે.

વિચારોની આપ-લે : દરેક કુટુંબનું વાતાવરણ અલગ હોય છે જે એકસાથે સમય વિતાવ્યા સિવાય સમજી શકાતું નથી. તે જ સમયે જો ભોજન કરતી વખતે આપણે ઘણા વિષયો પર વાત કરીએ છીએ અને કોના જીવનમાં શું ચાલી રહ્યું છે તે સમજી શકીએ છીએ.

તો આ એવા કેટલાક મુદ્દા હતા જે સ્પષ્ટ કરે છે કે પરિવાર સાથે બેસીને જમવું એ સૌથી સારી આદત છે અને તેના ફાયદા પણ ઘણા છે? તો હવે આ વિશે તમારું શું માનવું છે તે પણ જણાવો. જો તમને આ લેખ ગમ્યો હોય રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા