વિટામિન-ડી એક એવું વિટામિન છે જે ભલે તડકામાં બેસીને સરળતાથી લઈ શકાતું હોય તો પણ મોટાભાગના લોકોના શરીરમાં તેની ઉણપ જોવા મળતી હોય છે. જો એક રીતે જોવામાં આવે તો તે એવું વિટામિન છે જેની ઉણપથી હાડકાં જ નહીં પણ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થઇ જાય છે.
WHO ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો વિટામિન-ડીનું સ્તર ઓછું હશે તો કોરોના સંક્રમણ વધારે ખતરનાક બનવાની પણ શક્યતા રહેલી છે. જ્યાં એક તરફ આપણે વિટામિન-ડી સાથે આટલું બધું સંકળાયેલું જોઈ શકીએ છીએ પણ તેની આપણી રોગપ્રતિકારક શક્તિ પર શું અસર પડે છે તે પણ જાણીયે ?
વિટામિન-ડીની ઉણપથી રોગપ્રતિકારક શક્તિમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે અને તેના કારણે મોસમી રોગોથી લઈને ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. તો વિટામિન ડી અને તેનાથી થતી સમસ્યાઓ વિશે વધુ માહિતી નીચે પ્રમાણે છે.
શા માટે વિટામિન-ડી ખુબ જરૂરી છે? વિટામિન ડીની ઉણપ ચોક્કસપણે આપણને બીમાર બનાવી શકે છે. આ એક વિટામિન છે જે શરીરમાં કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે અને આ હાડકાંને મજબૂત બનાવે છે. વિટામિન ડી તમારી નસો માં, રોગપ્રતિકારક શક્તિ અને તમારા સ્નાયુઓમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
વિટામિન-ડીની ઉણપથી ઇમ્યુનીટી સબંધિત બીમારીઓ થઈ શકે છે : જો તમારા શરીરમાં વિટામિન-ડીનું સ્તર ઘટી રહ્યું છે તો તેના કારણે રોગપ્રતિકારક શક્તિને લગતી ઘણી બીમારીઓ અસર કરી શકે છે ઉદાહરણ તરીકે…
શરદી : વિટામિન-ડીના અભાવને કારણે મોસમી રોગોમાં સૌથી પહેલા આવે છે સામાન્ય શરદી. જે તમને વધારે પરેશાન કરે છે. આ રોગ સામાન્ય છે પરંતુ તેને સંપૂર્ણપણે મટવામાં ઘણા દિવસો લાગી શકે છે.
બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન : ઇમ્યુનીટી સિસ્ટમનું કામ જ છે તમામ વાયરસ અને બેક્ટેરિયા સામે લડવાનું. જો આવી સ્થિતિમાં વિટામિન-ડીની ઉણપ થઇ રહી છે તો તમને બેક્ટેરિયલ અને વાયરલ ચેપ ખૂબ જ ઝડપથી લાગી શકે છે અને તમે બહુ જલ્દી બીમાર પડી શકો છો.
હાડકા નબળા પડવા : આપણે જાણીએ છીએ કે વિટામિન-ડી કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે અને આવી સ્થિતિમાં જો વિટામિન-ડીની ઉણપ સર્જાય છે તો તમને હાડકાની સમસ્યાઓ થઇ શકે છે, હાડકા કમજોર થઇ જાય છે.
વારંવાર બીમાર પડશો : જો વિટામીન-ડીની ઉણપ હોય છે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી થઈ જાય છે અને ધ્યાનમાં રાખો કે આવા લોકો દરેક રીતે બીમાર પડી જાય છે. જો તમે વારંવાર બીમાર પડો છો તો તમારે પહેલા વિટામિન-ડીની ઉણપ છે કે નહિ તે તપાસવું જોઈએ.
આ સિવાય પણ ઘણા સંશોધનો કહે છે કે વિટામિન-ડીની ઉણપને કેન્સર, હૃદય રોગ અને બીજી ગંભીર સમસ્યાઓ સાથે પણ જોડી શકાય છે. તેથી જો તમે તમારા વિટામિન-ડી સ્તરની તપાસ કરાવો અને ડૉક્ટરની સલાહ જરૂર લો તો વધુ સારું રહેશે. જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.