vastu tips for bathroom and toilet
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વાસ્તુનો ઘરની દરેક વસ્તુ અને દરેક જગ્યા સાથે ઊંડો સંબંધ રહેલો છે. એ જ રીતે ઘરનું ટોયલેટ અને બાથરૂમ પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બે જગ્યાએ વાસ્તુ દોષના કારણે આર્થિક સંકટ ઉભું થાય છે.

જો કે, આપણે સમજીએ છીએ કે શૌચાલય-બાથરૂમના વાસ્તુ દોષને દૂર કરવા માટે તેને તોડીને ફરીથી બનાવવું જોઈએ. આ જ કારણ છે કે, આજે અમે તમને, આ જગ્યાઓના વાસ્તુ દોષોને ફરીથી બનાવ્યા વગર દૂર કરવાની રીત જણાવીશું.

  • વાસ્તુશાસ્ત્રમાં શૌચાલય અને બાથરૂમ એકસાથે હોવું અશુભ માનવામાં આવે છે. તેનાથી ગંભીર વાસ્તુ દોષો સર્જાય છે.
  • જો કે, હવે મોટાભાગના ઘરોમાં અટેચ્ડ લેટ-બાથનો ટ્રેન્ડ જોવા મળે છે. આ કિસ્સામાં મીઠુંનો ઉપયોગ કરવો જોઈએ.
  • એક નાની કાચની વાટકી લો અને તેમાં મીઠું ભરો અને તેને બાથરમમાં રાખો. આનાથી વાસ્તુ દોષ દૂર થશે.

આ પણ વાંચો : ગંદામાંથી ગંદુ ટોયલેટ ચમકદાર બની જશે, સ્ટેપ બાય સ્ટેપ, માહિતી, બસ આ રીતે બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરો

આ દિશામાં લગાવો અરીસો

જો તમારું શૌચાલય અને બાથરૂમ ઘરની પૂર્વ દિશામાં છે તો તમારે બહારની દિવાલ પર અરીસો લટકાવવો જોઈએ. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. તેની સાથે જ પૂર્વ દિશાના દોષ પણ દૂર થાય છે.

આ રીતે ત્રિકોણ બનાવો

જો તમારું શૌચાલય અને બાથરૂમ ઘરની દક્ષિણ દિશામાં છે તો તમારે દક્ષિણની દિવાલ પર ત્રિકોણ દોરવો પડશે. એટલે કે કાળી પેન વડે ત્રિકોણ દોરવાનું હોય છે. તેનાથી વાસ્તુ દોષ દૂર થશે અને ખરાબ અસર સમાપ્ત થશે.

આ પણ વાંચો : Vastu Tips In Gujaati: તમારા ઘરમાં પણ બિનજરૂરી લડાઈ અને ઝઘડાઓ થતા હોય તો અપનાવો આ ટિપ્સ

આ રંગની ડોલ રાખો

બાથરૂમ અને ટોયલેટ જોડાયેલ છે અથવા ખોટી દિશામાં બાંધવામાં આવેલું છે, આ બંને કિસ્સાઓમાં વાદળી રંગની ડોલ અને મગનો ઉપયોગ કરો. બાથરૂમ અને શૌચાલયમાં વાદળી રંગની ડોલ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને વાસ્તુ દોષ દૂર થાય છે.

જો તમે પણ શૌચાલય અને બાથરૂમના વાસ્તુ દોષથી પરેશાન થઇ રહયા છો તો આ વસ્તુઓ રાખવાથી તમને જલ્દી આર્થિક લાભ મળી શકે છે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરજો. આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા