variyali na fayda in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે જાણો છો કે તમારા રસોડામાં વપરાતી આ નાની વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે વરદાનથી કઇ ઓછી નથી. કારણ કે આ વસ્તુ અગણિત સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરવાની સાથે તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે. વરિયાળીના ફાયદા વિશે આપણે બધા જ નાનપણથી સાંભળતા આવ્યા છીએ.

તો ચાલો જાણીએ આયુર્વેદ અને સંશોધન અનુસાર વરિયાળીના બીજનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. જો તમે સવારે ખાલી પેટ વરિયાળીનું પાણીનું સેવન કરો છો તો, તમારું વજન ઝડપથી ઘટાડવામાં મદદ મળે છે. બીજી તરફ, જ્યારે તમે જમ્યા પછી વરિયાળીનું સેવન કરો છો તો તે એક માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે.

સૌપ્રથમ આયુર્વેદમાં મોજૂદ વરિયાળીના ફાયદા જાણો

આયુર્વેદ અનુસાર વરિયાળીના દાણા ચાવવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ સિવાય પેટમાં ગેસ, એસિડિટી, ખાટા ઓડકાર વગેરે જેવી સમસ્યાઓને દૂર કરવા માટે ઉત્તમ છે.

તમે દરરોજ યોગ્ય માત્રામાં વરિયાળીનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. તો હવે ચાલો જાણીયે કે, જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાવાથી કયા ફાયદા થાય છે.

1. તમારા હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન દ્વારા 2013માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર વરિયાળીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર અને કેલ્શિયમ ભરપૂર હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલ જેવા હૃદય રોગના જોખમને ઘટાડે છે.

2. કેન્સર વિરોધી ગુણોથી ભરપૂર

વરિયાળી સ્વાસ્થ્ય લાભો આપવાની સાથે સાથે અનેક બીમારીઓથી દૂર રાખે છે. ટેસ્ટિંગ અને એનિમલ સ્ટડીઝના 2011ના રિપોર્ટ મુજબર, વરિયાળીમાં કેન્સર વિરોધી ગુણો હોય છે. કારણ કે વરિયાળીમાં એનેથોલ કમ્પાઉન્ડ મળી આવે છે. જેમાં કેન્સર સામે લડવાના ગુણો હોય છે. આ સંશોધનમાં એ જાણવા મળ્યું કે વરિયાળી બ્રેસ્ટ અને લીવર કેન્સરમાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો : વરિયાળી પાવડર બનાવવાની 2 રીત, હવે બજારમાંથી ખરીદી કરવાને બદલે ઘરે જ બનાવો

3. બળતરા ઘટાડવામાં અસરકારક

વરિયાળી વિટામિન-સી અને ક્વેર્સેટીન જેવા પોષક તત્વોથી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે શરીરના સોજાને ઓછો કરવામાં ખુબ મદદ કરે છે. આ સાથે તે બળતરાને વધારાવનારક કારકોથી પણ દૂર રાખે છે.

4. બ્લડ પ્રેશર સંતુલિત કરો

જર્નલ ઑફ ફૂડ સાયન્સમાં પ્રકાશિત 2012 ના અહેવાલ મુજબ, વરિયાળીને ચાવવાથી તમારી લાળમાં પાચક ઉત્સેચકોનું પ્રમાણ વધે છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. આ સિવાય વરિયાળીમાં પોટેશિયમ પણ પર્યાપ્ત જોવા મળે છે, જે બ્લડ પ્રેશર અને હાર્ટ રેટને નિયંત્રિત કરે છે.

5. વજન ઘટાડવામાં

વજન ઘટાડવા માટે વરિયાળીનો ઉપયોગ લાંબા સમયથી કરતા આવ્યા છીએ. તમારા આહારમાં વરિયાળીનો ઉપયોગ કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને યોગ્ય માત્રામાં તેનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં પણ ઘણી મદદ મળે છે.

સારા ફાયદા માટે આ રીતે વરિયાળીનું સેવન કરો

તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળીને આખી રાત પલાળીને સવારે ખાલી પેટ આ પાણીનું સેવન કર્યા પછી વરિયાળીના દાણા ચાવીને ખાઓ. તમે રસોઈ બનાવતી વખતે દાળ અથવા શાકમાં મસાલા તરીકે પણ વરિયાળીનો ઉપયોગ કરી શકો છો.

તમે રોજિંદા ચૂરણમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. આ તમારા પાચનતંત્રને સ્વસ્થ બનાવી રાખે છે. તમે જમ્યા પછી માઉથ ફ્રેશનર તરીકે અડધી ચમચી વરિયાળીનું સેવન કરી શકો છો. દિવસમાં 2-3 વખત વરિયાળીના થોડા દાણા ચાવવાથી શ્વાસની દુર્ગંધથી ઝડપથી દૂર થાય છે.

જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, કારણ કે અહીંયા તમને આવી જ જીવન ઉપયોગી માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા