ભારતીય રસોડામાં વપરાતા મસાલાઓમાંનો એક વરિયાળી એ એક એવો મસાલો છે કે જેનો ઉપયોગ કરીને વાનગીનો સ્વાદ પણ અદ્ભુત બનાવી શકાય છે અને જો તેને ઉમેરવામાં ન આવે તો વાનગીનો સ્વાદ બગડી પણ શકે છે.
વરિયાળીનો ઉપયોગ શાકથી લઈને મીઠી વાનગીઓમાં બનાવવામાં પણ થાય છે. ઘણી સ્ત્રીઓ ભોજનમાં આખી વરિયાળીની જગ્યાએ વરિયાળીના પાવડરનો ઉપયોગ પણ કરે છે. તો એવામાં, જો તમે વારંવાર બજારમાં જઈને વરિયાળી પાવડર ખરીદવા માટે વધારે પૈસા ખર્ચો છો, તો તમારે હવે તે કરવું નહીં પડે.
કારણ કે આજે આ લેખમાં અમે તમને બજાર કરતા પણ શુદ્ધ વરિયાળી પાવડર બનાવવા વિશે જણાવીશું. ઘરે તૈયાર કરવામાં આવેલ આ વરિયાળી પાવડરને એક નહીં પરંતુ ઘણા મહિનાઓ સુધી સરળતાથી સ્ટોર કરીને ઉપયોગમાં લઇ શકાય છે.
વરિયાળી પાવડર બનાવવાની પહેલી રીત : જો તમે બજાર કરતા પણ શુદ્ધ વરિયાળીનો પાવડર ઘરે બનાવવા માંગતા હોય તો તમે તેને એક નહીં પરંતુ બે સરળ રીતથી બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા તમે બજારમાંથી 500 થી 600 ગ્રામ વરિયાળી ખરીદીને ઘરે લાવો.
આ પછી એક કે બે વાર વરિયાળીને સારી રીતે સાફ કરીને, તેને એક દિવસ માટે તડકામાં રાખો. હવે અહીં એક કઢાઈને ગેસ પર મૂકીને ગરમ કરો. કઢાઈ ગરમ થઈ જાય એટલે તેમાં વરિયાળી નાખીને થોડી વાર સાંતળો. લગભગ 10 મિનીટ શેક્યા બાદ ગેસને બંધ કરી દો અને ઠંડુ થાય પછી તેને મિક્સરમાં નાખીને બારીક પીસી લો અને એક વાસણમાં કાઢી લો.
વરિયાળી પાવડર બનાવવાની બીજી રીત : આ માટે સૌથી પહેલા વરિયાળીને સારી રીતે સાફ કરીને, તેને એક દિવસ સૂર્યપ્રકાશમાં રાખો. બીજા દિવસે બનાવવું માટે, સૌથી પહેલા માઇક્રોવેવ ચાલુ કરો.
હવે વરિયાળીને એક વાસણમાં રાખ્યા બાદ તેને માઈક્રોવેવમાં મૂકીને 5 મિનિટ સુધી શેકી લો. 5 મિનિટ પછી માઇક્રોવેવ બંધ કરીને તેને ઠંડુ થવા દો.વરિયાળી ઠંડી થઇ જાય એટલે તેને ગ્રાઇન્ડરમાં નાખીને પાવડર બનાવી લો.
વરિયાળી પાવડર સ્ટોર કરવાની રીત : તમે તૈયાર વરિયાળી પાઉડરનો ઉપયોગ કેટલાક અઠવાડિયા સુધી સરળતાથી કરી શકો છો. વરિયાળીના પાવડરને સંગ્રહિત કરવા માટે એક કાચની બરણી સિવાય એર ટાઈટ કન્ટેનર પસંદ કરવું જોઈએ.
પાવડરનો ઉપયોગ કર્યા પછી ઢાંકણ સંપૂર્ણપણે બંધ કરો. આ પાવડરનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં પણ કરી શકાય છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય, તો આવી જ વધારે માહિતી ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.