tv buying guide 2022
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

માર્કેટમાં ઘણા પ્રકારના સ્માર્ટ ટીવી મળે છે, તેના ફીચર્સ વિશે સાંભળીને તમે આશ્ચર્ય થઇ જશો. હવે તેના ફીચર્સ જાણીને લોકો મોટી સંખ્યામાં સ્માર્ટ ટીવી ખરીદે છે. તમે આ સ્માર્ટ ટીવીનો મોબાઈલ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તેમની મદદથી, તમે YouTube અને મનપસંદ OTT શોનો પણ આનંદ માણી શકો છો.

આ સિવાય મોટી સ્ક્રીનવાળા સ્માર્ટ ટીવીની માંગ વધારે છે, સ્માર્ટ ટીવીની સ્ક્રીન જેટલી મોટી હશે, તેની પિક્ચર ક્વોલિટી એટલી જ સારી હશે. જો તમે જૂનું ટીવી બદલવાનું વિચારી રહ્યા હોય અથવા પહેલીવાર નવું ટીવી ખરીદવા જઈ રહ્યા છો, તો આ લેખમાં ટીવી ખરીદતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે જણાવીશું.

રીઝોલ્યુશન તપાસો : સ્માર્ટ ટીવી ખરીદતી વખતે રિઝોલ્યુશન વિશે જાણવું ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે રિઝોલ્યુશન તમને સ્ક્રીનની ક્વોલિટી જણાવે છે. આ સમયે સ્માર્ટ ટીવીમાં 4K અથવા ફુલ HD જ આવે છે. જો તમારું બજેટ ઓછું છે તો તમે ફુલ HD ટીવી લઈ શકો છો.

જો તમારું બજેટ વધારે છે તો તમે 4K રિઝોલ્યુશન સ્માર્ટ ટીવી ખરીદી શકો છો. પહેલા ચાલો જાણીએ કે 4K અથવા ફુલ HD શું હોય છે. 4Kમાં 4096/2160 પિક્સેલ્સ છે અને ફુલ HDમાં 1920/1080 પિક્સેલ્સ હોય છે. પિક્સેલ ક્વોલિટી જેટલી ઊંચી હશે, ટીવીમાં વીડિયો તેટલો જ શાર્પ દેખાશે, બ્લર થશે નહીં અને સારા રંગો દેખાશે.

સ્માર્ટ ટીવીની સાઈઝ : સ્માર્ટ ટીવી ખરીદતી વખતે ઘણી વાર મૂંઝવણમાં મુકાઈ જવાય છે, કારણ કે સ્માર્ટ ટીવી ખરીદતી વખતે સૌથી પહેલા એ જોવાનું રહે છે કે ઘરમાં ટીવી ક્યાં મુકવાનું છે. હવે અત્યારના સમયમાં બજારમાં ત્રણ કદના સ્માર્ટ ટીવી વધુ ખરીદવામાં આવે છે.

નાના કદના 24-32 ઇંચના સ્માર્ટ ટીવી આવે છે, આ કદના ટીવીનો ઉપયોગ કમ્પ્યુટર મોનિટર માટે કરવામાં આવે છે. આ સિવાય તમે તેને નાના ડ્રોઇંગ રૂમમાં પણ મૂકી શકો છો. 4K ક્વોલિટીવાળા સ્માર્ટ ટીવી આ કદમાં પણ આવે છે. મધ્યમ કદના 40-43 ઇંચના ટીવી હોય છે, આ કદ નાના સ્માર્ટ ટીવી કરતા થોડા મોટા છે.

જો તમારી પાસે તમારા ડ્રોઈંગ રૂમમાં વધારે જગ્યા હોય તો તમે આ સ્માર્ટ ટીવી પસંદ કરી શકો છો. ઇન્ફિનિટી સ્માર્ટ ટીવી, આ ટીવી કદમાં ખૂબ મોટા આવે છે. આ સાઇઝનું ટીવી ઘણી જગ્યા રોકે છે. તમે સ્માર્ટ ટીવી ખરીદવા જાઓ તે પહેલાં હંમેશા તમારી દિવાલને માપીને જાઓ તો ખરીદી કરવામાં સરળતા રહેશે.

આંખોને ધ્યાનમાં રાખીને ટીવી ખરીદો : જો તમે ટીવી ખરીદવા જઈ રહ્યા છો તો એવું સ્માર્ટ ટીવી પસંદ કરજો કે જેની સ્ક્રીન તમારી આંખોમાં કોઈ નુકસાન ના કરે. કારણ કે બજારમાં આવા ઘણા સ્માર્ટ ટીવી મળે છે જેને લાંબા સમય સુધી જોયા પછી આંખોમાં દુખાવો શરુ થઇ જાય છે.

ટીવી સ્ક્રીનના ઘણા પ્રકાર હોય છે – જેમ કે LED, LCD અને OLED સ્ક્રીન. એલઇડી, એલસીડી સ્ક્રીનમાં વધુ બ્રાઇટનેસ હોય છે, જેના કારણે આંખ દુખાવાની અને નુકસાન થવાની સંભાવના રહેલી હોય છે. આ સિવાય, OLED સ્ક્રીનમાં કોન્ટ્રાસ્ટ સારો હોય છે.

એપ્લિકેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરો : સ્માર્ટ ટીવી સાથે તમને એપના ફીચર્સ પણ મળે છે. તેથી, માહિતી લેતી વખતે, ચોક્કસપણે આ બાબતો પર ધ્યાન આપો કે ટીવીમાં કેટલી એપ્સ પહેલેથી લોડ છે. આ સિવાય, એપ સ્ટોરમાંથી કેટલી એપ્સ ઇન્સ્ટોલ કરી શકાય છે અને કેટલી એપ્સ ફ્રીમાં મળે છે.

અમને આશા છે કે તમને આ માહિતી થોડી રસપ્રદ લાગી હશે. જો તમને ટીવીનો આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “નવું સ્માર્ટ ટીવી ખરીદતી વખતે પહેલા આ 4 વસ્તુઓને તપાસીને પછી જ ખરીદો”

Comments are closed.