how to make your child stop watching tv
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ટીવી જોવાનું કોને નથી ગમતું? ટીવીમાં તમે જોવો એટલું ઓછું છે. કદાચ પેઢીઓની પેઢીઓ ટીવી સામે બેસીને જોયા કરશે તો જિંદગી ટૂંકી પડી જશે. આજકાલ લોકો તેમના મનોરંજન માટે કલાકો સુધી ટીવી પર મૂવી, સિરિયલ જોવાનું પસંદ કરે છે.

કેટલાક લોકોને ટીવી જોવાની એટલી આદત હોય છે કે તેઓને જમતી વખતે પણ ટીવી વગર ચાલતું નથી હોતું. પરંતુ તમને જણાવી દઈએ કે તમારી આ આદત તમને જોખમમાં મૂકી શકે છે. જ્યાં ટીવી જોવાથી આનંદ મળે છે અને થાક દૂર થાય છે, પરંતુ ટીવી તેટલી જ સ્વાસ્થ્ય માટે જોખમી પણ છે.

આજનો ડિજીટલ જમાનો છે, જેના ઘણા ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. જો કે ટેક્નોલોજીના બાળકો માટે પણ ઘણા ફાયદા છે કારણ કે બાળકો તેમાંથી ઘણું બધું શીખે છે પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે. જો બાળક આખો દિવસ ટીવી જુએ અને ટીવી માટે નિશ્ચિત સમય ના હોય તો તે તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેથી આ આદતથી તેમને દૂર રાખવા દરેક માતાપિતા માટે વધુ સારું છે.

જો કે બાળકને સમજાવવું પણ એટલું સરળ નથી. તેને પ્રેમથી સમજાવીને, વધારે ટીવી જોવાના ગેરફાયદા વિશે સમજાવો. આ માટે તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો. જો બાળકને પણ વધુ પડતું ટીવી જોવાની આદત છે તો સૌથી પહેલા તેના કારણે થતા નુકસાન વિશે જાણવું જરૂરી છે. ચાલો જાણીએ કે ટીવી જોવાના શું ગેરફાયદા છે.

વધુ ટીવી જોવાના ગેરફાયદા

બાળકના મગજના વિકાસ પર ખરાબ અસર થાય છે. જો કે બાળકો ટીવી જોવાથી કેટલીક સારી બાબતો પણ શીખે છે તેમ છતાં વધુ ટીવી જોવું નુકસાનકારક સાબિત થાય છે. બાળકની શારીરિક પ્રવૃત્તિ ઓછી થવાથી સ્થૂળતા તરફ દોરી શકે છે અને બાળકની આંખો પર અસર કરી શકે છે.

બાળક લાંબા સમય સુધી એક જગ્યાએ બેસીને ટીવી જોવે છે તો તેની પીઠમાં દુખાવો થઈ શકે છે. તે આળસુ બની શકે છે અને એક જગ્યાએ ટીવી જોતી વખતે તે બેઠા બેઠા કંઈક ને કંઈક ખાવાની આદતના લીધે વજન વધી શકે છે. લાંબા સમય સુધી ટીવી જોવાથી સ્નાયુઓ નિષ્ક્રિય થાય છે. આ તમારા ચયાપચયને યોગ્ય રીતે કાર્ય કરવા દેતું નથી અને વજન વધવા લાગે છે.

એક સંશોધન મુજબ, દર વર્ષે લગભગ 500 બાળકો ટીવી જોઈને બ્લડ કેન્સરનો શિકાર બને છે. તેથી ઓછામાં ઓછા બાળકોને ટીવી જોવાની આદત બનાવો અને તેમને ઘરની બહારની ગેમ્સ રમવા માટે પ્રેરિત કરો. વધુ પડતું ટીવી જોવાથી સમય બગડે છે અને સાથે-સાથે બાળકોને અભ્યાસ પણ બગડે છે અને બીજા કોઈ કામમાં પણ મન નથી લાગતું. તેનાથી તમારી શારીરિક અને માનસિક શક્તિ પણ નબળી પડે છે.

વધુ પડતું ટીવી જોવાથી તમારી દિનચર્યા બગડે છે. તમારો વાંચવાનો, સૂવાનો, જાગવાનો અને ખાવાનો સમય પણ ખોરવાઈ જાય છે. આ કારણે તમારી એકાગ્રતા ઘટી જાય છે, સપનાઓમાં ડૂબી જાઓ છો અને તમારા મનમાં ખરાબ વિચારો આવે છે. લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી કરોડરજ્જુ અને ગરદન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તેથી હંમેશા 1 કલાકથી વધુ ટીવી ન જુઓ.

આ પણ વાંચો: નવું સ્માર્ટ ટીવી ખરીદતી વખતે પહેલા આ 4 વસ્તુઓને તપાસીને પછી જ ખરીદો

ટીવી જોવાની આદત છોડવાની ટિપ્સ

સૌપ્રથમ માતાપિતા જ ટીવી જોવાનું ઓછું કરો, કારણ કે બાળક પણ વડીલોની આદતોને અપનાવે છે. તેથી જો તમે સમય મળતાં જ ટીવીની સામે બેસી જાઓ છો તો તે પણ એવું જ કરશે. તમે ટીવી પર જે પ્રકારના કાર્યક્રમો જોશો તેવા જ તમારું બાળક જોશે. તો પહેલા તમારે તમારી જાતને બદલો.

આ સિવાય તમે તમારા બાળકનું ટાઈમ ટેબલ બનાવી શકો છો જેમાં તમે અડધો કલાક ટીવી જોવા માટે સમય રાખી શકો છો. બાળકોને ડાન્સ ક્લાસીસ, સપોર્ટ અને સ્વિમિંગના ક્લાસમાં જોડાવા માટે કહો, તેનાથી બાળક વ્યસ્ત રહેશે અને તેનું ધ્યાન ટીવી તરફ નહીં જાય અને કંઈક નવું શીખશે. બાળકને મિત્રો સાથે રમવા માટે પ્રેરિત કરો.

બાળકને નજીકના બાળકો સાથે મિત્રો બનાવો અને તેમને એકબીજા સાથે રમવા માટે કહો. માતાપિતા અને દાદા દાદી બાળકો સાથે રમવાનું કહો, ઘરે જ કેટલીક પ્રવૃત્તિઓ કરાવો. જ્યારે પણ તમારી પાસે સમય હોય ત્યારે ઘરમાં પેઇન્ટિંગ, બ્લોક પ્રિન્ટિંગ સ્પર્ધા નું આયોજન કરો.

ગાર્ડનમાં પણ લઇ જાઓ. બાળકોને આખો દિવસ ઘરમાં બેસીને કંટાળો આવે એટલે ટીવી જુએ છે, તેથી સાંજે બાળકને પાર્કમાં લઈ જાઓ. ત્યાં તેને વધુ બાળકો મળશે અને તે તેમની સાથે રમતો પણ રમશે.

તો તમે પણ દરેક વખતે ગુસ્સો કરવાને બદલે તેને આ બધા કાર્યોમાં તેનું મન ફેરવવાનો પ્રયાશ કરો, તમારે થોડી મહેનત પણ કરવી પડશે. બાળકને કહો કે ફોન અને ટીવી જોવું કેટલું હાનિકારક છે અને તેની આડઅસર શું છે. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે અવશ્ય જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા