aluminium kadhai saf karvani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે આપણું રસોડું સ્વચ્છ અને સાફ હોય. રસોડાના વાસણો પણ સાફ હોય અને વસ્તુઓ પણ સારી રીતે તેની જગ્યાએ ગોઠવેલી હોય. પરંતુ રસોડાની કઢાઈ, કુકર, પેન વગેરે એવા વાસણો છે જેનો દરરોજ ઉપયોગ કરવાથી તે કાળા પડી જાય છે.

ઘણી વખત વાસણોમાં ખોરાક બળીને ચોપટી જાય છે અને તેને સાફ કરવું વધુ મુશ્કેલ બની જાય છે. તમે એલ્યુમિનિયમની કડાઈને જ જોઈ લો, તેમાં ઘણી વાર ખોરાક ચોંટી જાય છે અને તેને સાફ કરવાનું કામ પણ અઘરું બની જાય છે.

તો પછી આજે અમે તમને કઢાઈને સાફ કરવાનું ટિપ્સ જણાવીશું. એલ્યુમિનિયમની કઢાઈને સાફ કરવાની કેટ્લીકક ટિપ્સ અમે જાણીએ છીએ. આજે અમે તમને તેમાંથી એક ટ્રિક્સ એવી જણાવીશું જેનાથી તમારું એલ્યુમિનિયમની કઢાઈ ઝડપથી સાફ થઈ જશે.

આ સાથે તમે કઢાઇની ખોવાઈ ગયેલી ચમકને પણ પાછી લાવી શકો છો. આ ટિપ્સ મીઠું અને લીંબુ છે જે કોઈપણ બળી ગયેલા વાસણોને સાફ કરી શકે છે. આ એક અસરકારક અને સરળ રીત છે તો આવી જાણીયે તેનાથી કેવી રીતે સાફ કરી શકાય.

સૌથી પહેલા કરો આ કામ : જો તમારી એલ્યુમિનિયમની કઢાઈ વધારે બળી ગઈ હોય તો તેમાં ગરમ ​​પાણી નાખીને થોડી વાર પલાળી રાખો. તેનાથી બળી ગયેલો ભાગ નીકાળવામાં સરળતા રહેશે. તમે કઢાઈને સાદા પાણીથી પણ ભરીને થોડી વાર રાખી શકો છો. જ્યારે બળી ગયેલું પડ થોડું નીકળવા લાગે એટલે પ્લાસ્ટિક સ્ક્રબથી ઘસીને કાઢી લો.

મીઠું અને લીંબુથી કેવી રીતે સાફ કરવું : અમે તમને જે ટ્રિક જણાવવા માંગતા હતા તે આ 2 વસ્તુઓ છે. તમને ખબર નહીં હોય પણ મીઠું અને લીંબુમાં વાસણો સારી રીતે સાફ કરવાનો ગુણ રહેલો છે. મીઠું એક સારા સ્ક્રબ તરીકે કામ કરે છે અને મીઠાને લીંબુ સાથે મિક્સ કરવામાં આવે તો સરળતાથી વાસણોની કાળાશ અને ચીકણું દૂર કરે છે.

આ માટે સૌથી પહેલા કઢાઈમાં બળી ગયેલી પડને દૂર કરીને સાફ કરો. હવે એક વાટકીમાં મીઠું, થોડું પાણી અને લીંબુનો રસ ઉમેરીને સોલ્યુશન બનાવો અને ટૂથબ્રશથી કઢાઇની બળી ગયેલી જગ્યા પર લગાવો. પછી બ્રશથી હળવા હાથે સ્ક્રબ કરીને 10 મિનિટ માટે રહેવા દો.

હવે ગરમ પાણી અને સ્ક્રબથી કઢાઈને ધોઈ લો. કઢાઈને ધોયા પછી તેને લૂછીને વાસણોના સ્ટેન્ડમાં રાખો. ભીની કઢાઈમાં પાણીના કારણે ડાઘ અથવા કાટ લાગવાની સંભાવના વધી જાય છે. મીઠું સ્ક્રબની જેમ ચીકાશ દૂર કરે છે અને લીંબુ તેની ખોવાયેલી ચમક પાછી લાવે છે.

આ બાબતો ધ્યાન રાખો : પહેલી વાર એલ્યુમિનિયમની કઢીનો ઉપયોગ કરતા પહેલા લેબલ સ્ટીકરને કાઢી લો. તેના માટે ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, તેનાથી ડાઘ પડયા વગર ધીમે ધીમે સ્ટીકર દૂર થઇ જશે, પરંતુ છરી કે ચમચીનો ઉપયોગ ના કરો.

કઢાઈનો પહેલી વાર ઉપયોગ કરતા પહેલા કઢાઈને ગરમ પાણી અને હળવા સાબુથી ધોઈ લો અને પોલિશ કરેલા અવશેષોને દૂર કરવા માટે સ્પોન્જનો જ ઉપયોગ કરો.

ફ્રાઈંગ પેનનો ઉપયોગ કરતા પહેલા, ધીમી આંચ પર થોડી વાર તેલ ગરમ કરો, આ પછી તેલ કાઢીને ફરીથી ધોઈ લો. કઢાઈમાં પાણી ભરીને લગભગ 15 મિનિટ ઉકાળો. પછી પાણીને દૂર કરીને ફરીથી ધોઈ લો. પછી તેને કપડું અથવા પેપર ટોવેલથી સાફ કરો અને સુકાવા દો.

હવે તમે પણ લીંબુ અને મીઠાનો ઉપયોગ કરીને બળી ગયેલી અને ગંદી કઢાઈને સરળતાથી સાફ કરી શકો છો અને કઢાઈને નવાની જેમ ચમકાવી શકો છો. અમને આશા છે કે તમને આ ટિપ્સ યુક્તિ પસંદ આવી હશે અને આવી જ ટિપ્સ જાણવા ,માંગો છો તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા