fangavela mag recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મગ સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. બીજી તરફ જો મગને અંકુરિત કરવામાં આવે તો તે શરીર માટે વધુ ફાયદાકારક બની જાય છે. જો તમે દરરોજ અંકુરિત મગનું સેવન કરો છો તો શરીર પર તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે.

દરરોજ સવારે ખાલી પેટ એક મુઠ્ઠી અંકુરિત મગ ખાવાથી શરીરને ઘણી બીમારીઓથી બચાવી શકાય છે. ફણગાવેલા મગમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કોપર, વિટામિન એ, બી, વિટામિન સી, વિટામિન ઈ, પોટેશિયમ, ઝિંક, આયર્ન, મિનરલ, એન્ટી-ઓક્સિડન્ટ જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

ફણગાવેલા મગમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે તેથી તમે તેને સલાડ અને ચાટમાં પણ તેનું સેવન કરી શકો છો. આપણે પણ બજારમાં મળતા સ્પ્રાઉટ્સનું સેવન કરીએ છીએ કારણ કે તે કોઈપણ મહેનત વગર મળી રહે છે. બીજી બાજુ, આપણે તેને ઘરે તૈયાર કરવાની ઝંઝટમાં પાડવા નથી માંગતા હોતા.

પરંતુ તમને જણાવી દઈએ કે બજારમાં મળતા સ્પ્રાઉટ્સ અને ઘરે તૈયાર કરાયેલા સ્પ્રાઉટ્સ વચ્ચે ગુણવત્તામાં મોટો તફાવત જોવા મળતો હોય છે. ઘરે સ્પ્રાઉટ્સ બનાવવું કોઈ મુશ્કેલ કામ નથી જેટલું તમે વિચારો છો. આજે અમે તમને મૂંગ સ્પ્રાઉટ્સ બનાવવાની રીત અને તેમાંથી ટેસ્ટી સલાડ બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ.

આને અનુસરીને તમે પણ સરળતાથી અંકુરિત મગ ઘરે તૈયાર કરી શકશો અને તે બજારમાં મળતા ફણગાવેલા મગ કરતાં ઘણું સસ્તું અને સારું ગુણવતાવાળું મળશે.

મગને ફણગાવવા માટે, સૌથી પહેલા 1 વાટકી મગ લો. ધ્યાન રાખો કે મગ સારી ગુણવત્તાના હોવા જોઈએ. હવે આ મગને એક ઊંડા વાસણમાં પાણી ઉમેરીને તેમાં મગ નાખીને ઓછામાં ઓછા 6 થી 8 કલાક માટે રાખો. ધ્યાન રાખો કે મગ પાણીમાં ડૂબી જવા જોઈએ.

આ પછી મગને પાણીમાંથી કાઢી લો અને પલાળેલા મગને મલમલના કપડામાં રાખો. હવે કપડાને ફોલ્ડ કરીને તેના પર થોડું પાણી છાંટો. આ પછી તેને લગભગ 12 કલાક માટે ગરમ જગ્યાએ રાખો. આ રીતે ફૂટી જશે અને ફણગાવેલા મગ બનીને તૈયાર થઇ જશે.

સામગ્રી

  • 2 કપ ફણગાવેલા મગ
  • અડધો કપ સમારેલા ટામેટા
  • પોણો કપ સમારેલી કાકડી
  • 3 ચમચી સુધારેલું ગાજર
  • અડધો કપ સુધારેલી ડુંગળી
  • 3 ચમચી સુધારેલી કોથમીર
  • 2 ચમચી ફુદીનો ઝીણો સુધારેલો
  • 1 ચમચી ચાટ મસાલો
  • સ્વાદ અનુસાર મીઠું
  • અડધી ચમચી શેકેલો જીરું પાવડર
  • અડધી ચમચી સંચળ પાવડર
  • તીખાશ માટે 1 ચમચી કાળામરી પાવડર
  • 1 ચમચી લીંબુનો રસ

સલાડ બનાવવા માટે, એક બાઉલમાં 2 કપ ફણગાવેલા મગ લો. હવે તેમાં અડધો કપ સમારેલા ટામેટા, પોણો કપ સમારેલી કાકડી, 3 ચમચી સુધારેલું ગાજર, અડધો કપ સુધારેલી ડુંગળી, 3 ચમચી સુધારેલી કોથમીર, 2 ચમચી ફુદીનો ઝીણો સુધારેલો, 1 ચમચી ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી શેકેલો જીરું પાવડર, અડધી ચમચી સંચળ પાવડર અને તીખાશ માટે 1 ચમચી કાળામરી પાવડર, 1 ચમચી લીંબુનો રસ ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.

તો તમારું પૌષ્ટિક સલાડ બનીને તૈયાર ગયું છે. જો તમે ઈચ્છો તો કાળામરીના પાવડરને બદલે, જીણા સમારેલા લાલ મરચા અથવા લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. સલાડમાં તમે તમારી પસંદગી મુજબ ના શાકભાજી વધુ અને ઓછા ઉમેરો શકો છો.

આ પણ વાંચો: ફણગાવેલા કઠોળ ના ફાયદા || બાળકો અને વૃદ્ધોને શરીરમાં કેલ્શિયમ અને લોહીની ઊણપ થશે જ નહીં

ફણગાવેલા મગનો ઉપયોગ તમે તેનો બે રીતે ઉપયોગ કરી શકો છો. જો તમે તેમાં રહેલા પોષક તત્વોનો પૂરેપૂરો ફાયદો લેવા માંગતા હોય તો તમે તેમાં જીરું, કાળા મરી પાવડર અને લીંબુનો રસ મિક્સ કરીને કાચું ખાઈ શકો છો, અને જો તમારે થોડું ટેસ્ટી બનાવવૌ છે તો થોડી માત્રામાં તેલ સાથે ફ્રાય કરીને ખાઈ શકાય છે.

ફણગાવેલા મગ લગભગ બધા રોગોની દવા કહી શકાય તો તેમાં ખોટું નથી, તેને દરેક ઉંમરની વ્યક્તિ ખાઈ શકે છે. સવારના નાસ્તામાં ખાવાથી તમને દિવસભર થાકનો અનુભવ થતો નથી. કેન્સર જેવા ભયંકર રોગો સામે પણ રક્ષણ આપે છે. તો ચાલો તેના મુખ્ય ફાયદા વિશે જાણીયે.

અંકુરિત મગમાંથી મળતા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. શરીરને કોઈપણ વાયરસથી બચાવવા માટે રોગપ્રતિકારક શક્તિ હોવી મહત્વપૂર્ણ છે. ફણગાવેલા મગમાં વિટામિન સી પણ હોય છે જે શરીરમાં શ્વેત રક્તકણોનું ઉત્પાદન વધારે છે અને તમને ચેપ સામે લડવામાં મદદરૂપ થાય છે.

જો તમે રોજ સવારે અંકુરિત મગની સેવન કરો છો તો તમારી આળસ દૂર થાય છે અને તમે વધુ ઉર્જાવાન બનો છો. તે પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ફણગાવેલા મગનું સેવન કરી શકો છો. ફણગાવેલા મગમાં ખુબ જ ફાઈબર હોય છે કે પાચન અને પેટને સારું રાખવામાં મદદ કરે છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ અંકુરિત મગ ફાયદકારક છે, મગમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ હૃદયને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવે છે અને અને હૃદયને સ્વસ્થ રાખે છે. જો તમે વાહન ઓછું કરવા માંગો છો તો દરરોજ સવારે ખાલી પેટ અંકુરિત મગનું સેવન કરવાથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. ફણગાવેલા મગમાં ખૂબ જ ઓછી માત્રામાં ચરબી હોવાથી વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

તેમાં વિટામિન A હોય છે જે આંખો માટે જરૂરી છે અને જો તમે અંકુરિત મગનું સેવન કરશો તો તમારી આંખો સ્વસ્થ રહેશે અને તેમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ એજન્ટો આંખોના કોષોને મુક્ત રેડિકલથી બચાવવામાં ખુબ જ અસરકારક છે.

ઘણા લોકોને ગેસની ઘણી સમસ્યા હોય છે તો અંકુરિત મગમાં આલ્કલાઇન હોય છે. તે એસિડનું સ્તર ઘટાડીને શરીરના પીએચ સ્તરને નિયંત્રિત કરવામાંખુબ જ મદદ કરે છે. જો તમને અમારી આ માહિતી ગમી હોય અને આવી જ જાણકરી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા