toothpaste cleaning hacks : ટૂથપેસ્ટ હેક્સઃ ટૂથપેસ્ટનો ઉપયોગ દાંત ઉપરાંત અન્ય વસ્તુઓ માટે પણ કરી શકાય છે.
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

એક સમય હતો જ્યારે લોકો તેમના દાંત સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા હતા પરંતુ આજકાલ મોટાભાગના લોકો ટૂથપેસ્ટ અન્ય ઘણી વસ્તુઓ માટે પણ ઉપયોગ કરે છે. તમે વિચારતા જ હશો કે કેવી રીતે? તો ચાલો જાણીએ દાગ-ધબ્બા દૂર કરવા માટે ટૂથપેસ્ટનો કેવી રીતે ઉપયોગ કરવો.

ટૂથપેસ્ટથી શૂઝ સાફ કરો : તમે ગમે તે રંગના મોંઘા જૂતા ખરીદો પણ થોડા સમય પછી શૂઝ ગંદા થઈ જ જાય છે. જો તમે શૂઝને ગંદકી દૂર કરવા માટે તેને વારંવાર ધોવા પણ ના જોઈએ. વારંવાર થોવાથી શૂઝનો રંગ ફિક્કો પડે છે અને ગુણવત્તા પણ બગડે છે.

તો સવાલ એ થાય છે કે જૂતા સાફ કરવા શું કરવું તો, તમે ટૂથપેસ્ટની મદદથી શૂઝને સરળતાથી સાફ કરી શકો છો. તમારે ફક્ત શૂઝ પરના ડાઘ હોય ત્યાં ટૂથપેસ્ટ લગાવવાની છે. આ પછી ટૂથપેસ્ટને સ્વચ્છ કપડાથી લૂછીને સાફ કરો. શૂઝ એકદમ સાફ થઈ જશે.

ફોનનું કવર સાફ કરો : વારંવાર ફોનનો ઉપયોગ કરવાથી કવર પર ઘણી વાર ડાઘ પડી જાય છે. એવામાં 2 થી 3 મિનિટ માટે કવર પર ટૂથપેસ્ટ લગાવીને રાખો. પછી ટૂથપેસ્ટને સ્વચ્છ કપડા અથવા ટીશ્યુથી સાફ કરી લો. તમે જોશો કે ફોનનું કવર એકદમ સાફ થઈ ગયું હશે. ડાઘ સિવાય કવર પરના નાના સ્ક્રેચને પણ ગાયબ કરી દે છે.

લિપસ્ટિકના ડાઘ : ઘણી વાર આછા રંગના કપડાં પર ભૂલથી લિપસ્ટિકના ડાઘ લાગી જાય છે. જો આવું થાય તો તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. ડાઘ પર ટૂથપેસ્ટ લગાવીને તેને બ્રશથી સાફ કરો. માત્ર 2 મિનિટમાં ડાઘ દૂર થઇ જશે.

ટેબલ પરના ચાના ડાઘ : ચા પીતી વખતે આપણે કપ ટેબલ પર રાખીએ છીએ જેના કારણે ચા ના ડાઘ પડી જાય છે. જો ટેબલ પરથી ચાના ડાઘ તમે દૂર નથી કરી શકતા તો તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. ટૂથપેસ્ટ લગાવવાથી ચાના ડાઘ ઝાંખા પડી જાય છે અને તરત જ સાફ થઇ જાય છે.

દિવાલો પર પડેલા ડાઘ : પેઇન્ટ કર્યા પછી થોડા દિવસ તો દિવાલો ખૂબ જ સરસ દેખાય છે. પરંતુ થોડા સમય પછી દિવાલો પર વિવિધ પ્રકારના ડાઘા દેખાવા લાગે છે. આ ડાઘને દૂર કરવા માટે, ડાઘ પર ટૂથપેસ્ટ લગાવો અને હળવા હાથે ઘસો. ડાઘ દૂર થઇ જશે અને દિવાલ પણ સ્વચ્છ દેખાશે.

જો તમને આ માહિતી ગમી હોય તો તમે પણ ઉપર જણાવેલી જગ્યાએ ડાઘ દેખાય છે તો ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. આવી જ બીજી દરરોજ ઉપયોગમાં આવે તેવી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા