vitamins and minerals in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બીજી ઋતુ કરતા શિયાળામાં ઠંડા વાતાવરણમાં ઘણી સામાન્ય બીમારીઓ થવી ખૂબ જ સામાન્ય બાબત છે. આમાંથી એક છે શરદી અને ફ્લૂ. તે મુખ્યત્વે તમારી શ્વસનતંત્ર પર અસર કરે છે અને તેના કારણે નાક વહેવા લાગે છે, ગળામાં દુખાવો, ખાંસી, છીંક અને ઘનની વખત તાવ પણ આવી જાય છે.

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિને ફ્લૂ થાય છે ત્યારે તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવે છે અને તેને ઘણા દિવસો સુધી આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તો તમે પણ ચોક્કસપણે તે બિલકુલ નહિ ઇચ્છતા હોય. ફ્લૂથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારા આહાર પર વધારે ધ્યાન આપો.

એવા ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જેને આહારમાં સામેલ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને ફ્લૂ સંક્રમણની અસર કરતા અટકાવે છે. તો આજના લેખમાં તમને કેટલાક એવા વિટામિન્સ અને મિનરલ્સ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જે તમને શરદી અને ફ્લૂથી બચવામાં મદદ કરશે, તો ચાલો જાણીએ.

વિટામિન C : શરદી અને ફ્લૂ સામે લડવામાં અને તેને થતા અટકાવવામાં વિટામિન સી ખૂબ જ અસરકારક ભૂમિકા ભજવે છે. વિટામિનસીની ગણતરી બાકીના વિટામિન્સ કરતા સૌથી શક્તિશાળી એન્ટીઑકિસડન્ટોમાં થાય છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ પર સકારાત્મક અસર કરે છે, જેના કારણે બીમાર થવાની સંભાવના ઓછી થઈ જાય છે.

એટલું જ નહીં પણ જો તમે બીમાર પડો છો તો તમને જલ્દી સાજા થવામાં મદદ મળે છે. વિટામિન્સ C મેળવવા માટે તમારા આહારમાં સ્ટ્રોબેરી, બ્રોકોલી, સંતરા, ટામેટાં અને કેપ્સિકમ વગેરેને કોઈપણ રૂપમાં સમાવેશ કરો.

આ પણ વાંચો: 50 વર્ષની ઉંમર પછીની મહિલાઓ સ્વસ્થ અને ફિટ રહેવા માટે આ 3 વિટામિન્સ જરૂર લો

વિટામિન એ : વિટામિન A શરદી અને ફ્લૂ સામે લડવામાં મદદ તો છે, પરંતુ તેની સાથે જો કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તે શરીરને ઝડપથી રિકવર કરવામાં પણ મદદ કરે છે. જો તમે એવા લોકોમાંથી એક છો જે ઝડપથી બીમાર પડી જાય છે અને સાજા થવામાં લાંબો સમય લાગે છે તો તમારે વિટામિન A ને તમારા આહારમાં સમાવેશ કરવો જોઈએ.

તો તમે તમારા આહારમાં વિટામિન A નો સમાવેશ કરવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, બ્રોકોલી અને શક્કરિયા વગેરે ખાઈ શકો છો.

વિટામિન ઇ : વિટામિન E એક પ્રકારનું એન્ટી-ઓક્સિડન્ટ છે અને તે તમારા શરીરમાં કોઈપણ પ્રકારની બીમારી સામે લડવામાં મદદ કરે છે. તેથી વિટામીન E તમને શિયાળામાં શરદી અને ફ્લૂ જેવા બીજા રોગો સામે લડવામાં મદદ કરી શકે છે. તો તમે તમારા આહારમાં વિટામિન E નો સમાવેશ કરવા માટે બદામ, નટ્સ અને વિવિધ પ્રકારના ઓઇલ લઇ શકો છો.

વિટામિન ડી : જો તમારા શરીરમાં વિટામિન ડી છે તો તમારું શરીર નબળું પડી જાય છે. તેનાથી શરીરમાં કેલ્શિયમનું શોષણ ઓછું થાય છે અને હાડકાં નબળા પડી જાય છે. પરંતુ તેનાથી તમને વારંવાર શરદી અને ફ્લૂ ની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી તમારે તે વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે વિટામિન-ડીનું પ્રમાણ જાળવી રાખો.

તમારા શરીરમાં વિટામિન ડીનું સ્તર ઓછું છે તો તેને જાળવી રાખવા માટે તમે સનબાથ લઈ શકો છો. પરંતુ જો તમને શિયાળામાં પૂરતો સૂર્યપ્રકાશ ના મળી રહેતો હોય તો તમે તમારા આહારમાં મશરૂમ, ઈંડા, ચિકન, મટન અને દૂધમાંથી બનતી પ્રોડક્ટનો સમાવેશ કરી શકો છો.

ઝીંક : જો તમને ઝાડા, શરદી અથવા વધારે પડતા કફની સમસ્યા થઇ રહી છે તો તમારે પૂરતી માત્રામાં ઝીંકનું સેવન કરવું જોઈએ. અત્યારના સમયમાં જે કોરોનાની મહામારીના સમયમાં પણ ઝીંક સારી માત્રામાં લેવું જરૂરી છે.

ખાસ કરીને બાળકો માટે ઝીંક એ ખૂબ જ મહત્વપૂર્ણ મિનરલ્સ છે. તમારા આહારમાં ઝીંકનો સમાવેશ કરવા માટે તમારે ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, બથુઆ, લીલોતરી અને નટ્સ વગેરે અવશ્ય ખાવા જોઈએ.

જો તમને આ સમસ્યાનો વારંવાર સામનો કરવો પડતો હોય તો ઉપર જણાવેલ વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ અવશ્ય કરો. જો તમને આ જાણકરી પસંદ આવી હોય તો, આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા