Tal na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હવે મકરસંક્રાંતિ નો તહેવાર થોડાજ દિવસોમાં આવી રહ્યો છે. મકરસંક્રાંતિના દિવસે બધા લોકો ચીકી, લાડુ અને શેરડી વગેરે ખુબજ પ્રમાણમાં ખાય છે.  તહેવારમાં તલમાંથી બનેલી વાનગીનું સેવન શાસ્ત્રો અનુસાર મહત્વ ધરાવે છે, પરંતુ તલમાં આયુર્વેદના ગુણ પણ છે, તેથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

તલમાં રહેલા પોષક તત્વો અનેક રોગોના જોખમ સામે રક્ષણ આપે છે. તેનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આવી સ્થિતિમાં આયુર્વેદમાં તલનું સેવન ધાર્મિક મહત્વ અને માન્યતાઓની સાથે મહત્વપૂર્ણ કહેવાય છે.

જો તમે મકરસંક્રાંતિમાં તલથી બનેલી વાનગીનું સેવન કરવાના છો તો તમને ઘણો ફાયદો થાય છે. તો ચાલો જાણી લો કે તલ ખાવાના શું ફાયદા છે જેથી કરીને તમે માત્ર તહેવારોમાં જ નહીં પરંતુ અન્ય દિવસોમાં પણ તલનું સેવન કરી શકો.

સૌ પ્રથમ જાણીએ કે તલમા કયા પોષક તત્વ રહેલા છે: તમને જણાવી દઈએ કે તલમાં અનેક પ્રકારના પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તલમાં સેસામીન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તલના બીજમાં ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે આ સાથે તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.

તલના બીજમાં વિવિધ ક્ષાર જેવા કે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક અને સેલેનિયમ હોય છે. તલ ખાવાથી આ બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે: તલ કેન્સર માટે ફાયદા કારક છે. તલમાં જોવા મળતું એન્ટીઓક્સીડેન્ટ કેન્સરના કોષોને વધતા અટકાવે છે. તલ ફેફસાના કેન્સર, કોલોન કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સર જેવા રોગોનું જોખમ ઘટાડે છે.

તલમાં ફાઈબર અને મેગ્નેશિયમના ગુણ રહેલા હોય છે જે શરીરમાં ઈન્સ્યુલિન અને ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરે છે. તેથી, તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. હવે જાણીએ તલ ખાવાના ફાયદા વિષે: નિયમિત રીતે તલનું સેવન કરવાથી શરીરમાં લોહીની માત્રા યોગ્ય રહે છે.

જે લોકોને હાઈ બીપીની સમસ્યા છે તે લોકો માટે તલ ફાયદાકારક છે. વાળ અને ત્વચાને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે તલનું નિયમિત સેવન ફાયદાકારક છે. તલ ખાવાથી મેટાબોલિઝમ સારું કામ કરે છે. તેમાં રહેલ પ્રોટીન શરીરને ઘણી શક્તિ અને ઉર્જા આપે છે.

તલમાં ડાયેટરી પ્રોટીન અને એમિનો એસિડ હોય છે, જે બાળકોના હાડકાના વિકાસને વધારે છે માટે બાળકો તલ ફાયદાકારક છે, હવે જાણીએ કે વધુ પડતા તલના સેવનથી થતા ગેરફાયદા: જો તલનું યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે સેવન ન કરવામાં આવે તો તે નુકસાનકારક પણ બની શકે છે.

જે લોકોને લો બીપીની ફરિયાદ હોય, તેમણે તલ ઓછા ખાવા જોઈએ. જો વધુ પડતા તલ ખાવામાં આવે તો પણ ઝાડાની સમસ્યા થઈ શકે છે. મહિલાઓ અને બાળકોએ ઓછી માત્રામાં તલનું સેવન કરવું જોઈએ.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા