swaha mantra meaning in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હિન્દુ ધર્મમાં હવનનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે એવી ઘણી વિધિઓ છે જેમાં હવન વિના પૂજાને અધૂરી માનવામાં આવે છે. નવરાત્રિના ઉપવાસ હોય કે સત્યનારાયણની કથા હોય પરંતુ હવન વિના પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી.

એવું પણ માનવામાં આવે છે કે હવન કરવાથી ઘર શુદ્ધ થાય છે અને માનસિક શાંતિ પણ મળે છે. આ ધાર્મિક વિધિ સામાન્ય રીતે પંડિત દ્વારા કરવામાં આવે છે. ઘણીવાર તમે જોયું હશે કે હવનના સમયે લોકો વચ્ચે અગ્નિ પ્રગટાવે છે અને તેમાં વિધિ પ્રમાણે આહુતિ આપે છે.

એટલું જ નહીં, હવનમાં લોકો મંત્રોના જાપ સાથે ‘સ્વાહા’ શબ્દનો પણ ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે હવન દરમિયાન ‘સ્વાહા’ શબ્દ વારંવાર કેમ બોલવામાં આવે છે? તો ચાલો આજે તમને આ લેખમાં જણાવીએ કે સ્વાહા શબ્દના અર્થ શું છે અને તેનું મહત્વ શું છે.

સ્વાહા શબ્દનું મહત્વ : સ્વાહા શબ્દનો અર્થ યોગ્ય રીતે અથવા સારી રીતે કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સ્વાહા અગ્નિ દેવની પત્ની છે તેથી હવનમાં દરેક મંત્ર પછી તેમના નામનો જાપ કરવાથી અગ્નિ દેવ પ્રસન્ન થાય છે અને તેનાથી યજ્ઞ પૂર્ણ માનવામાં આવે છે.

સ્વાહા શબ્દનું ઉચ્ચારણ કરતા મંત્રોના પાઠ કરીને અને હવન સામગ્રી અર્પણ કરીને તે ભગવાનને સમર્પિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ યજ્ઞ ત્યાં સુધી સફળ નથી માનવામાં આવતો જ્યાં સુધી હવન સામગ્રી અગ્નિ દેવતાને સ્વીકાર્ય ન હોય અને તેને સ્વાહા બોલ્યા વિના પૂર્ણ નથી માનવામાં આવતી.

કોણ છે અગ્નિદેવની પત્ની સ્વાહા : પૌરાણિક માન્યતાઓ અનુસાર, સ્વાહા દક્ષ પ્રજાપતિની પુત્રી હતી. તેમના લગ્ન અગ્નિદેવ સાથે થયા હતા. એવું માનવામાં આવે છે કે અગ્નિદેવ તેમની પત્ની સ્વાહાના માધ્યમ થી જ હવન ગ્રહણ કરે છેઅને તેમના દ્વારા જે દેવતા માટે પૂજન કરવામાં આવે છે તેના દ્વારા સંપૂર્ણ આહ્વાન પ્રાપ્ત થાય છે.

અન્ય દંતકથા અનુસાર અગ્નિદેવની પત્ની સ્વાહાને પાવક, પવમાન અને શુચિ નામના ત્રણ પુત્રો હતા. ભગવાન કૃષ્ણએ સ્વાહાને વરદાન આપ્યું હતું કે તેમના નામથી જ દેવતાઓ યજ્ઞ અને હવનનો આહુતિ ગ્રહણ કરશે. ત્યારથી હવનમાં સ્વાહા બોલવામાં આવે છે.

આનો ઉલ્લેખ વેદોમાં કરવામાં આવ્યો છે : ઋગ્વેદ અનુસાર હવનનો સબંધ અગ્નિદેવ સાથે છે અને સ્વાહા પ્રકૃતિની એક કળા હતી, જેમના લગ્ન અગ્નિદેવ સાથે થયા હતા. એવું માનવામાં આવે છે કે તેમના લગ્ન દેવતાઓના આગ્રહને કારણે થયા હતા.

કારણ કે સ્વાહાને ભગવાન કૃષ્ણ તરફથી વરદાન મળ્યું હોવાથી હવન દરમિયાન તેમનું નામ લેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવન દરમિયાન, સ્વાહા બોલતી વખતે હવન સમાગ્રી અને સમિધાને અગ્નિમાં રેડવામાં આવે છે જેથી તે દેવતાઓ સુધી પહોંચી શકે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યાં સુધી સ્વાહા શબ્દનો ઉપયોગ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ યજ્ઞ અને હવન પૂર્ણ કહેવામાં નથી આવતો. વાસ્તવમાં સ્વાહા શબ્દ વિના યજ્ઞ અધૂરો છે, તેથી તેનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે હંમેશા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા