ફટકડીના ઘણા ફાયદા છે. સ્વાસ્થ્ય, સુંદરતાની સાથે-સાથે ફટકડીનો ઉપયોગ જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે પણ કરવામાં આવે છે. વાસ્તુ અને જ્યોતિષમાં પણ ફટકડીના ફાયદા જણાવેલ છે.
ખાસ કરીને જો તમે ખાસ પ્રસંગો અને તહેવારોમાં ફટકડીનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તમારું નસીબ પણ બદલાઈ શકે છે. તમે શરદ પૂર્ણિમાના દિવસે પણ ફટકડીનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો. આ વર્ષે શરદ પૂર્ણિમાનો તહેવાર 9 ઓક્ટોબરે છે.
હિંદુ માન્યતાઓ અનુસાર, શરદ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે ફટકડીનો ઉપાય કરવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે. તમને જણાવી દઈએ કે ફટકડી સફેદ હોય છે અને સફેદ રંગ ચંદ્રને ખૂબ જ પ્રિય છે.
પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરવામાં આવે છે અને તેને પ્રસન્ન કરવાના ઘણા ઉપાયો કરવામાં આવે છે. શરદ પૂર્ણિમા એટલા માટે પણ ખાસ તહેવાર છે કારણ કે કહેવાય છે કે આ દિવસે આકાશમાંથી અમૃત ટપકે છે. ચાલો જાણીએ શરદ પૂર્ણિમાના દિવસે ફટકડીના ઉપાય વિશે.
ફટકડીને એક ડોલ પાણીમાં નાખો અને જ્યારે રાત્રે ચંદ્ર બહાર આવે ત્યારે ડોલને આકાશની નીચે રાખો. પછી સવારે આ પાણીથી સ્નાન કરો અને તેમાં તેમાં થોડું સાદું પાણી પણ મિક્સ કરી શકો છો. આ પ્રયોગ કરવાથી તમારા શરીરની બીમારીઓ ઓછી થાય છે.
શરદ પૂર્ણિમાના દિવસે ફટકડીના એક બ્લોકને ઘરના આંગણામાં રાખો. આંગણું ખુલ્લું હોવું જોઈએ અને ફટકડીને આકાશ દેખાતું હોવું જોઈએ. આમ કરવાથી ફટકડીમાં ચંદ્રની સકારાત્મક ઉર્જા આવે છે. પછી તમે આ ફટકડીને તમારા ઘરના એવા ખૂણામાં રાખો જ્યાંથી તે બધાને સારી રીતે દેખાય. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
ફટકડીના પાવડરને ઘરની ગટરની નાલીમા નાખો. આમ કરવાથી નાળાની પાસે રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને મચ્છર અને જીવજંતુઓ પણ દૂર થાય છે. શરદ પૂર્ણિમાના દિવસે સફેદ કપડામાં ફટકડીના પાઉડરને હાથના ઉપરના ભાગમાં બાંધી દો. તેનાથી તમારું બગડેલું કામ પણ પૂરું થઇ જશે.
ફટકડીને પાણીમાં બોળીને તેને ચંદ્રની નીચે રાખો અને પછી તે પાણીથી આખા ઘરમાં છંટકાવ કરો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. શરદ પૂર્ણિમાના દિવસે ફટકડીનો એક નાનો ટુકડો સફેદ કપડામાં બાંધીને તમારા પર્સમાં રાખવાથી પૈસાની અછત નહીં થાય.
ચંદ્રનો સંબંધ માતા સાથે છે તો આવી સ્થિતિમાં, જો તમે તમારી માતા સાથેના સંબંધને મજબૂત કરવા માંગતા હોય અથવા તેના ખરાબ સ્વાસ્થ્યમાંથી સારા થવા માંગતા હોય તો તમારે ફટકડીથી 7 વખત તેમની નજર ઉતારવી જોઈએ.
ફટકડીના પાણીથી ઘરમાં પોતું કરવાથી પણ ખરાબ શક્તિઓ અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. પરંતુ તમારે સવારે જ પોતું કરવું જોઈએ. સાંજે કરવાથી દેવી લક્ષ્મી રિસાઈ જાય છે.
જો ઘરમાં કોઈ બીમાર હોય તો તેના રૂમમાં એક વાટકીમાં ફટકડી રાખો. આ સાથે જ બીજા બાઉલમાં મીઠું રાખો. આમ કરવાથી દર્દીની આસપાસ સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તમારે શરદ પૂર્ણિમાના દિવસે ફટકડીનું પાણી પીપળના વૃક્ષને અર્પણ કરવું જોઈએ. આનાથી બધી દુષ્ટ શક્તિઓ ટળી જાય છે.
તમારાએ ફટકડીને એક સફેદ કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર લટકવી દેવી જોઈએ. આમ કરવાથી ગાંર ખરાબ નજર નથી લાગતી. આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. આવા વધુ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.