rotli banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે તમારા નિયમિત ભોજનમાં હંમેશા એક રેસિપી બનાવો છે જેનું નામ છે રોટલી. તમે દરરોજ દાળ બનાવો કે શાકભાજી બનાવો, પણ તેની સાથે તમે હંમેશા રોટલી તો બનાવો જ છો. રોટલી વિના દાળનો સ્વાદ કે શાકનો સ્વાદ સારો આવતો નથી.

આવી સ્થિતિમાં દરેક ઘરમાં રોજ રોટલી બને છે. જો આપણે રોટલી બનાવવાની વાત કરીએ તો તેને એક કળા કહી શકાય છે. ઘણીવાર લોકો જુદા જુદા પ્રકારની રેસિપી બનાવી લે છે પણ રોટલી બનાવી શકતા નથી. ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓ પોચી, નરમ અને ગોળ રોટલી બનાવી શકતા નથી.

જો આપણે રોટલીને અમુક રીતે ગોળ બનાવીએ તો પણ તે ફૂલતી નથી અને પકવ્યા પછી કઠણ થઈ જાય છે. જ્યાં સુધી રોટલી ફુલીને નરમ ન થાય ત્યાં સુધી તેનો સ્વાદ આવતો નથી. આવી સ્થિતિમાં અમે અહીંયા તમને રોટલી બનાવવાની સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારી રોટલી ગોળ, નરમ અને ફૂલેલી થઈ જશે. તો ચાલો જાણીએ સોફ્ટ અને ગોળ રોટલી બનાવવાની સરળ રીત.

રોટલી બનાવવા માટેની સામગ્રીઃ રોટલી માટે ઘઉંનો લોટ, મીઠું, તેલ, ઘી, બીજો થોડો ઘઉંનો લોટ.

રોટલી બનાવવાની રીત: સ્ટેપ એક ઊંડા વાસણમાં બે કપ લોટ, અડધી ચમચી મીઠું અને એક નાની ચમચી તેલ ઉમેરીને મિક્સ કરો અને થોડું-થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધો.  જ્યારે લોટ સારી રીતે ગૂંથાઈ જાય ત્યારે તેને 15-20 મિનિટ માટે ઢાંકીને રાખો. આનાથી કણક ફુલસે અને સેટ થશે.

હાથમાં તેલ લગાવ્યા બાદ ફરી એકવાર લોટને નરમ અને મુલાયમ બનાવી લો. હવે રોટલી બનાવવા માટે નાના બોલ એટલે કે ગુલ્લાં તૈયાર કરો. લોટને ગોળ બનાવો. ધ્યાનમાં રાખો કે જેટલા બોલ ( ગુલ્લાં) ગોળાકાર હશે તેટલી જ સરળતાથી રોટલી ગોળ બની જશે.

ગોળ બોલને હાથથી ચપટો કરો અને બંને બાજુ સૂકો લોટ લગાવીને તેને રોલ કરવાનું શરૂ કરો. જો કણક ઓરસિયા પર ચોંટી જવા લાગે તો તેમાં થોડો સૂકો લોટ ઉમેરો. અહીંયા રોટલીને નાની બનાવવાંનો પ્રયત્ન કરો. રોટલીને સરખી અને ગોળ બનાવવાનો પ્રયત્ન કરો.

ત્યાં સુધી ગેસ પર તવી મૂકો અને તેને ગરમ થવા દો. રહે વણેલી રોટલી તવી પર મુકો. જ્યારે રોટલી એક બાજુથી થોડી શેકાઈ જાય તો બીજી બાજુ પલટાવી દો. જ્યારે રોટલીની બીજી બાજુ બ્રાઉન સ્પોટ્સ દેખાવા લાગે તો તેને તવીમાંથી કાઢી લો અને રોટલીને આગ પર ફેરવીને શેકી લો. અહીંયા તમારી રોટલી તૈયાર છે. ગરમા-ગરમ રોટલીને ઘી સાથે સર્વ કરો.

રોટલી બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો –  લોટ ભેળવવામાં મીઠું અને તેલનો ઉપયોગ જરૂરી છે, પરંતુ તેલ નાખવાથી રોટલી નરમ બને છે. લોટ બાંધતી વખતે થોડું થોડું પાણી ઉમેરવું જોઈએ. એકસાથે પાણી ઉમેરીને ગૂંથવું નહીં.

રોટલીને કિનારીથી રોલ કરો. વચ્ચેથી ક્યારેય રોલ ન કરો. કિનારીથી રોલ કરવાથી રોટલી ગોળ બને છે અને બધી રીતે સરખી જ પાતળી રહેશે. જ્યારે રોટલી શેકાઈ જાય ત્યારે બાઉલમાં રાખો, તેને સીધી થાળીમાં ન રાખો. જો તમારે રોટલી રાખવી હોય તો ફોઈલ પેપરને બદલે કોટનના કપડાનો ઉપયોગ કરો.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “એકદમ ગોળ અને નરમ રોટલી બનાવવાની સૌથી સરળ રીત, હવે તમારી રોટલી પણ ફૂલીને દડા જેવી બનશે, અપનાવો આ ટિપ્સ”

Comments are closed.