Pizza Recipe in Gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Pizza Recipe in Gujarati: શું તમારા ઘરે બજારમાંથી પીઝા બેજ ખરીદીને લાવ્યા વગર પીઝા બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને એક સરળ અને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે પીઝા બનાવી શકશો. તો ચાલો કોઈ પણ સમય બગાડ્યા વિના, પીઝા રેસીપી શરુ કરીએ.

સામગ્રી

  • મૈંદા – 1 કપ (170 ગ્રામ)
  • મીઠું – 1/2 ચમચી
  • ½ કપ પીઝા સોસ – 1 કપ
  • મોઝેરેલા ચીઝ
  • પ્રોસેસ્ડ ચીઝ
  • ડુંગળી – 1
  • ખાંડ – 1/2 ચમચી
  • બેકિંગ પાવડર – 1 ચમચી
  • દહીં – 1 કપ
  • તેલ – 1 ચમચી
  • લીલું કેપ્સીકમ
  • બાફેલી સ્વીટ કોર્ન
  • પીળા અને લાલ કેપ્સીકમ
  • કાળા મરી
  • પિઝા મસાલા
  • રેડ ચીલી ફ્લેક્સ

પીઝા બનાવવાની રીત

  • સુપર ટેસ્ટી પિઝા બનાવવા માટે, એક બાઉલ લો, તેમાં 1 કપ મૈદાનો લોટ ઉમેરો.
  • હવે તેમાં 1/2 ચમચી મીઠું, 1/2 ચમચી ખાંડ, 1 ચમચી બેકિંગ પાવડર, 1 કપ તાજું દહીં, સારી રીતે હલાવો અને જાડું બેટર બનાવો.
  • હવે ધીમી આંચ પર એક પેન મૂકો, 1 ચમચી તેલ ઉમેરો અને પેનમાં સારી રીતે ફેલાવો.
  • તૈયાર કરેલા બેટરને પેનમાં ફેલાવો અને જાડું લેયર બનાવો.
  • પેનનું ઢાંકણ બંધ કરો અને 2 મિનિટ માટે પકાવો.
  • 2-3 મિનિટ પછી, ગેસ બંધ કરો, ઢાંકણને હટાવીને પીઝાને બીજી બાજુ ફેરવો.

આ પણ વાંચો: ઘરે વેજીટેબલ પીઝા બનાવાની સૌથી સરળ રીત

  • પિઝા પર પિઝા સોસ લગાવીને ફેલાવો.
  • પીઝામાં મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ ઉમેરો.
  • ડુંગળીની પાંદડીઓ, સમારેલા કેપ્સીકમ, સમારેલા લીલા કેપ્સીકમ, સમારેલા લાલ કેપ્સીકમ અને બાફેલી સ્વીટ કોર્ન ઉમેરો.
  • કાળા મરીનો પાવડર, સ્વાદ અનુસાર મીઠું, પિઝા મસાલો, થોડું મોઝેરેલા ચીઝ અને રેડ ચીલી ફ્લેક્સ છાંટો.
  • હવે ગેસ ચાલુ કરો, ઢાંકણ બંધ કરો અને 2-3 મિનિટ પકાવો.
  • 2-3 મિનિટ પછી, ગેસ બંધ કરો, ઢાંકણ દૂર કરો અને પિઝાને પ્લેટમાં કાઢી લો.
  • હવે તમારો સુપર સ્વાદિષ્ટ પિઝા તૈયાર થઇ ગયા છે.

જો તમને અમારી આજની અમારી પીઝા બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા