ઘરે વેજીટેબલ પીઝા બનાવાની સૌથી સરળ રીત

0
321
vegetable pizza

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું પીઝા, નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી ગયું ને ! પીઝા તો બધાં ના પ્રિય હોય છે પણ શું તમે ઘરે પીઝા બનાવેલા છે? જો ના તો આજે અમે તમને ઘરે સરળ રીતે બજાર જેવા  યમ્મી પીઝા ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે બતાવીશુ. તો એકવાર આ રેસિપી જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન જરૂર કરજો. જો પીઝા તમારાં પ્રિય હોય તો અમને કમેન્ટ માં જરૂર બતાવજો.

સામગ્રી :

  • 1/2 કપ છીણેલ પ્રોસેસ ચીઝ
  • 2 tbsp બટર
  • 1 tbsp મેંદો
  • 1/4 કપ દૂધ
  • મીઠું

ટોપિંગ માટે:

  • 1/2 ડુંગળીની સ્લાઈસ
  • 1/2 કપ લાંબા સમારેલ ટમેટા
  • 1/2 કપ લાંબા સકેપ્સિકમ
  • 1/2 કપ લાંબા સમારેલ રેડ કેપ્સિકમ
  • 1/2 કપ બોઈલ કોર્ન
  • 1 tsp ઓરેગાનો
  • 1 tsp ચીલી ફ્લેક્સ
  • 1 tbsp બટર
  • મીઠું

અન્ય સામગ્રી:

  • 3-4 પિઝ્ઝા બેઝ
  • 1/2 કપ છીણેલ મોઝરેલા ચીઝ
  • 1/2 કપ પીઝા સોસ

બનાવાની રીત :

• ચીઝ સોસ માટે:

  1. નોનસ્ટિક પેનમાં બટર લઈ તેમાં મેંદો લઈ 30 સેકન્ડ શેકવો, તેમાં દૂધ, 1/2 કપ પાણી, ચીઝ, મીઠું, અને પેપર ઉમેરી મિક્સ કરી 2 મિનિટ માટે હલાવતા રહેવું. ચીઝ સોસને બાજુ ઉપર રાખવું.

ટોપિંગ માટે:

  1. નોનસ્ટિક પેનમાં બટર લઈ તેમાં બધા વેજ ઉમેરી 2-3 મિનિટ સાંતળવા.
  2. તેમાં મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ મરી મિક્સ કરવું.
  3. ટોપિંગને બાજુ ઉપર રાખવું.
  4. હવે પીઝા બેઝપર ચીઝ સોસ પાથરી, ટોપિંગ સરખું પાથરી 1/4 કપ પીઝા સોસ સરખી રીતે લગાવી છેલ્લે 1/4 કપ ચીઝ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ભભરાવી તૈયાર કરવું.

તવા પર બનાવા:

  1. પેન લઈ તેના પર પીઝો મૂકી 10-12 મિનિટ અથવા ચીઝ ઓગળે નહીં ત્યાંસુધી રાખવું.

બેક કરવા માટે:

  1. ગ્રીસ કરેલ બેકિંગ ટ્રે માં પીઝાને મૂકી પ્રિહીટેડ ઓવનમાં 200 C પર 10-12 મિનિટ અથવા બેઝ ક્થ્થાય અને ચીઝ ઓગળે ત્યાંસુધી રાખવું.
  2. કટ કરી તરત સર્વ કરવું.
  3. તો તૈયાર છે વેજીટેબલ પીઝા.