Patodi rassa banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પાટવડી રસા રેસિપી: જ્યારે ઘરમાં એકપણ શાક ન હોય અને કઈક નવું ખાવાનુ માં થાય તો સાંજે બનાવો આ પાટવડી રસા રેસિપી. આ રેસિપ જોતાજ ખાવાનુ માં થઈ જાય છે. આ રેસિપી.બનાવામાં પણ ખુબજ સરળ રીતે બની જતી હોય છે તો ચાલો જોઈએ આ રેસિપી બનાવવાની રીત.

સામગ્રી:

  • આદુ મરચાની પેસ્ટ બનાવવા માટે
  • ત્રણ લીલા મારચા
  • ચાર થી પાંચ લસણ ની કળી
  • એક આદુનો ટુકડો
  • મીઠા લીમડાના પાન
  • એક કપ ચણાનો લોટ
  • મીઠું
  • કોથમીર નાં પાન
  • બે ચમચી તેલ
  • અડધી ચમચી રાઈ
  • અડધી ચમચી જીરૂ
  • ચપટી હિંગ
  • અડધી ચમચી હળદળ
  • ઘી

રસો બનાવવા માટે

  • બે ચમચી તેલ
  • ડુંગળી નાં ટુકડાં
  • ચાર થી પાંચ લસણ ની કળી
  • એક આદુનો ટુકડો
  • પાંચ થી છ નાના નાના સુકા ટોપરાના ટુકડાં
  • થોડા સફેદ તલ
  • સુકા ટોપરાનુ છીણ
  • લાલ મરચાનો ટુકડો
  • ચાર મોટી ચમચી તેલ

આદુ મરચાની પેસ્ટ બનાવવાની રીત:  સૌ પ્રથમ એક મિક્સર બાઉલ માં લીલા સમારેલા  મરચા, લસણ, આદુનો ટુકડો અને લીમડાના પાન એડ કરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લો. ઘ્યાન રાખો ક પાણી એડ કરવાનું નથી. તો અહિયા તમારે પેસ્ટ બનીને તૈયાર થઇ જશે.

પાટવડી રસા બનાવવાની રીત:  એક બાઉલ મા ચણાનો લોટ લઈ તેમાં થોડું થોડું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી બેટર તૈયાર કરી લો. હવે બનાવેલાં બેટર માં સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર એડ કરો. હવે બરાબર હલાવી ને સ્મૂથ બેટર બનાવી લો. થોડીવાર બેટર ને બાજુમા મુકી રાખો.

હવે એક પેન ને ગેસ પર રાખી તેમાં બે ચમચી તેલ એડ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂ અને હીંગ એડ કરી સારી રીતે કકરાવી લો. હવે તેમાં આદુ અને મરચાની પેસ્ટ એડ કરો અને સારી રીતે સાંતળી લો.

સારી રીતે સંતળાઈ જાય એટલે તેમાં અડધી ચમચી હળદળ અને બનાવેલું બેટર એડ કરો. હવે બરાબર હલાવતા જાઓ. બરાબર હલાવવાથી તમને એક લોટ તૈયાર થઈ ગયો હોય તેવું જોવા મળશે. હવે આ બનેલો લોટ થોડો કાચો રહી ગયો હસે તેથી પેન પર ઢાંકણું ઢાંકી ને લોટ ને ૭-૧૦ મીનીટ માટે થવા દો.

જો ચણાનો લોટ બરાબર શેકાયો નહિ હોય તો તમારી પાટવડી ખાવામાં કાચી લાગશે. હવે ગેસ બંધ કરી દો. હવે પાટવડીને પાથરવા માટે એક પાટલા પર થોડું ઘી લગાવી લો જેથી પાટવડી નો લોટ પાટલા સાથે ચોંટે નહિ.

હાથની મદદથી લોટ ને સારી રીતે પાટલા પર પાથરી લો. હવે તેના પર સુકા ટોપરાનું છીણ એડ કરો. હવે એક વેલણ ને થોડું ઘી વાળું કરીને પાટવડી ને વણલો જેથી ટોપરાનું છીણ સરખી રીતે ચોંટી જાય અને આપણી પાટવડી એક સરખી થઈ જાય. હવે એક ચપ્પા ની મદદ થી પાટવડી નાં ઉભા અને આડા એમ ભાગ( કાપા) કરી લો.( શક્કરપારા ની જેમ).

હવે જોઈશું પાટવડી માટે રસો બનાવવાની રીત:  એક પેન મા બે ચમચી તેલ એડ કરો. હવે તેમાં ડુંગળી નાં ટુકડાં અને ચાર થી પાંચ લસણ ની કળી, બેટર ને એડ કરો. હવે ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી થવા દો. હવે તેમાં સુકા ટોપરાના ટુકડાઓ, સફેદ તલ એડ કરી ૨-૩ મીનીટ માટે બધું સાંતળી લો.

સારી રીતે સંતળાઈ જાય એટલે ગેસ ને બંધ કરી ને મિશ્રણ ને ઠંડું થવા દો. મિશ્રણ ઠંડું થયા પછી એક મિક્સર બાઉલમા એડ કરી લો, તેમા થોડું પાણી એડ કરી ને થોડી જાડી પેસ્ટ બનાવી લો.

રસા બનાવવા માટે: એક પેન મા તેલ એડ કરી તેમાં ચાર મોટી ચમચી તેલ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરૂ એડ કરો. રાઈ અને જીરૂ સારી રીતે કકડાઈ જાય એટલે તેમાં બનાવેલા મિશ્રણ ને એટલે કે પેસ્ટ ને એડ કરો. હવે તેમાં એક ચમચી લાલ કાશ્મીરી મરચું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરો.

હવે તેમાં બે ગ્લાસ ગરમ પાણી એડ કરો. બધુ  સારી રીતે હલાવી દો. હલાવ્યા પછી પેન નું ઢાંકણ ઢાંકી ને ૧૦ મીનીટ માટે કુક થવા દો. ૧૦ મીનીટ પછી ઢાંકણ ખોલીને જોશો તો રસો સારી રીતે બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ રસા માં મીઠુ અને કોથમીર નાં પાન એડ કરો

તો અહિયાં પાટવડી માં વપરાતો રસો બનીને તૈયાર થઈ ગયો છે. તો અહિયાં આપની પાટવડી રેસિપી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આ રિસિપી ઘરે સરળ રીતે બનાવી શકો છો. એકદમ સરળ છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા