આજકાલ ઘણા લોકોના વાળ અકાળે સફેદ થઇ રહ્યા છે, વાળ સફેદ થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે તણાવ અને પ્રદૂષણના કારણે કેટલાક લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે. જો કે સસામાંન્ય રીતે 40 વર્ષ પછી જ વાળ સફેદ થાય છે, પરંતુ સારો ખોરાક ના લેવાથી અને હંમેશા તણાવમાં રહેવાથી અને પ્રદૂષણમાં રહેવાને કારણે લોકોના વાળ અકાળે સફેદ થઈ રહ્યા છે.
અકાળે વાળ સફેદ થવાં કારણે, લોકો એક પ્રખ્યાત કહેવત છે તેને પણ ઉચ્ચારી શકતા નથી કે “મૈને અપને બાલ ધૂપ મેં ઐસે હી સફેદ નહિ કિયે હૈ”. આ કહેવત બોલીને લોકો પોતાના અનુભવો કહેતા હતા. હવે તે પણ નથી કરી શકતા.
આવી સ્થિતિમાં શરમાવા સિવાય કોઈ રસ્તો નથી હોતો. જો તમારે પણ તમારા સફેદ વાળને કારણે બધાની સામે શરમાવું પડતું હોય તો આ પાંચ સરળ ઘરેલું ઉપાય અજમાવી શકો છો. આ ટિપ્સથી વાળ થોડા જ દિવસોમાં કાળા થઈ જશે. પહેલા કરતા ચોક્કસ ફરક જોવા મળશે.
(1) મીઠો લીમડો અને છાશ : સફેદ વાળથી છુટકારો મેળવવા માટે મીઠો લીમડો અને છાશ સૌથી અસરકારક ઉપાય માનવામાં આવી રહયા છે. મીઠો લીમડાના પાંદડાને કઢી પત્તા પણ કહેવામાં આવે છે તેથી આ બે પાંદડા વિશે ક્યારેય મૂંઝવણ અનુભવશો નહિ. સફેદ વાળને કાળા કરવા માટે સૌથી પહેલા મીઠો લીમડાના પાનને છાશમાં નાખીને પીસીને પેસ્ટ બનાવો.
આ પેસ્ટને વાળમાં લગાવો. જો વાળ વધારે સફેદ હોય તો આ પેસ્ટમાં બે ચમચી ચા પત્તીનું પાણી પણ ઉમેરો. આ પછી પેસ્ટને એક કલાક માટે વાળમાં લગાવીને રાખો. પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. સફેદ વાળથી છુટકારો મેળવવા માટે આ એક સારો ઘરેલું ઉપાય છે, થોડા દિવસ કરવાથી સારું પરિમાણ મળશે.
(2) ડુંગળીનો રસ અને રીઠા-શિકાકાઈ : રીઠા-શિકાકાઈમાં જોવા મળતા તત્વો વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે જે વાળને સફેદ થતા અટકાવે છે. તેના પાઉડરમાં ડુંગળીનો રસ ભેળવીને વાળમાં અડધો કલાક સુધી નિયમિત રીતે લાગવાથી એક જ અઠવાડિયામાં વાળ કાળા થઈ જાય છે.
(3) આમળા અને કોફી પાવડર : વાળને કુદરતી રીતે કાળા કરવા માટે આમળા અને કોફી પાઉડર શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. વાળ ખરતા ટકાવવા માટે પણ આ સારો ઉપાય છે. એક લોખંડનું વાસણ લો અને તેમાં એક કપ પાણીમાં કોફીને ઉકાળો. પછી તેમાં આમળાનું પાણી ઉમેરો. છ કલાક પછી આ પેસ્ટને વાળમાં લગાવીને એક કલાક માટે રાખો. સફેદ વાળ કાળા થઈ જશે.
(4) મહેંદી અને ચાની પત્તી : સફેદ વાળને કાળા વાળ કરવા માટે મહેંદી અને ચાની પત્તી એક અસરકારક ઉપાય માનવામાં આવે છે. જો કે સામાન્ય રીતે ઘણી સ્ત્રીઓ તેમના વાળને સોફ્ટ બનાવવા અને સ્ટ્રેટ બનાવવા માટે મહેંદીનો ઉપયોગ કરતા હોય છે. તેથી તમે મહેંદીનો ઉપયોગ કોઈપણ સંકોચ વગર કરી શકો છો. તેના કારણે વાળ તરત જ કાળા પણ થઈ જાય છે.
વાળને કાળા કરવા માટે એક ગ્લાસ પાણીમાં ચાના પાંદડાને ઉકાળો. આ પછી તેમાં મહેંદી પાવડરને ઉમેરો અને એક પેસ્ટ બનાવો. આ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારે તેને છ કલાક માટે રહેવા દો. છ કલાક પછી તેને વાળમાં લગાવીને એક કલાક માટે રહેવા દો.
પછી વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો અને બીજા દિવસે તમારા વાળને શેમ્પૂ કરો. તેનાથી વાળ કાળા થઈ જશે. જો તમારે વધારે સારું પરિણામ જોઈતું હોય તો આ પેસ્ટને લોખંડના વાસણમાં તૈયાર કરવામાં આવે તો સારું પરિણામ મળશે.
(5) કાળા મરી અને લીંબુ : જો વાળ સફેદ થઇ રહ્યા છે અને તેની સાથે ખૂબ જ ખરતા હોય તો કાળા મરી અને લીંબુનો ઉપયોગ કરો. દહીંમાં 10 પીસેલા કાળા મરી અને એક લીંબુનો રસ કાઢીને મિક્સ કરો. આ પેસ્ટને વાળના મૂળમાં લગાવો અને વીસ મિનિટ પછી વાળને ધોઈ લો. સફેદ વાળથી છુટકારો મેળવવા માટે આ એક અસરકારક ઉપાય છે અને વાળ ખરતા પણ અટકે છે.
જો તમને પણ આ જાણકારી પસંદ આવી છે તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.