આજકાલ દરેક ઉંમરના લોકોના વાળ ખરી રહ્યા છે. આપણી બદલાતી જીવન જીવવાની રીત, ખોરાક અને વધતા પ્રદૂષણ જેવા અનેક કારણોને લીધે ઘણા લોકો વાળની સમસ્યાઓ છે. વાળની સારી રીતે કાળજી લેવા માટે આપણે અલગ-અલગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ કંઈક ફરક નથી પડતો.
તમને જણાવી દઈએ કે વાળની કાળજી રાખવાની સાથે સાથે તમારે બીજી પણ ઘણી નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો આ વિષય વિશે તમને વિગતવાર જણાવીએ.
વાળ બાંધવાની ખોટી રીત : વાળ બાંધવાની ખોટી રીત વાળ તૂટવાનું એક મોટું કારણ છે. આપણે ઘણી વાર રબરને અથવા અંબોરો ખૂબ જ ટાઈટ બાંધીએ છીએ જેથી વાળ વારંવાર ખુલે નહીં. આ પછી, જ્યારે પણ આપણે કાંસકો કરવા રબર કાઢીએ ત્યારે ઘણા વાળ તૂટી જાય છે. વાળ તો તૂટે જ છે પરંતુ મૂળ પણ નબળા પડી જાય છે.
વધુ પડતો કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ : આજકાલ બજારમાં તમને વાળને લગતી ઘણી પ્રોડક્ટ્સ જોવા મળે છે. આપણે ટીવી માં જાહેરાત જોઈને હેર ક્રીમ હોય કે કન્ડિશનર, શેમ્પુની ખરીદી કરીએ છીએ. આવી પ્રોડક્ટનો વધુ પડતો ઉપયોગ વાળને નુકસાન પહોંચાડે છે.
બ્લો ડ્રાયર : આજે કોઈની પાસે સમય નથી, તેથી આપણે બધા આપણા વાળને ઝડપથી સૂકવવા માટે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરીએ છીએ. આનાથી વાળ સુકાઈ જાય છે પરંતુ તે ખૂબ જ ફ્રઝી પણ લાગે છે. તમારા વાળને સૂકવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને ખુલ્લા છોડી દો અને તે કુદરતી રીતે સુકાય તેની રાહ જુઓ.
ગંદા કાંસકો : ગંદા કાંસકો પણ વાળને ઘણી અસર કરી શકે છે. કારણ કે કાંસકો કરતી વખતે કાંસકો મૂળ અને આખા વાળમાં જાય છે. તેથી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે હંમેશા સ્વચ્છ કાંસકાનો ઉપયોગ કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત તમારા કાંસકાને જરૂર ધોઈ લો.
ખાણીપીણીનું ધ્યાન ના રાખવું : આ બધા કારણોની સાથે સાથે ખોરાકમાં ઘટાડો અને શરીરને યોગ્ય પોષણ ન મળવાથી પણ વાળની સમસ્યા થઇ શકે છે. વાસ્તવમાં કેટલાક પોષક તત્વો વાળ માટે ખૂબ જરૂરી હોય છે.
આવી સ્થિતિમાં, તેમની ઉણપને કારણે પણ વાળ નબળા અને નિસ્તેજ દેખાય છે, જેના કારણે પછી બેમુખોવાળા વાળની સમસ્યાઓ શરૂ થાય છે. આ કેટલીક ટિપ્સ હતી જેને લઈને તમે તમારા વાળની સારી રીતે કાળજી લઇ શકો છો.
જો તમને પણ વાળની સમસ્યાઓ છે તો તમને અમારો આ લેખ જરૂર ગમ્યો હશે. આવી જ જીવનમાં ઉપયોગી આવે તેવી માહિતી જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.