plastic container cleaning hack
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા રસોડામાં સ્ટીલના વાસણોની સાથે સાથે પ્લાસ્ટિકના બાઉલ, કન્ટેનર, ડિનરસેટ વગેરેનો પણ ઘણો ઉપયોગ થાય છે. પ્લાસ્ટિકના કન્ટેનરનો મોટાભાગે ઉપયોગ ખાસ કરીને મસાલા, લોટ, કઠોળ અને બીજી કોઈપણ ખાદ્યવસ્તુઓને સ્ટોર કરવા માટે થાય છે.

લંચ બોક્સ માં પણ પ્લાસ્ટિકનું ટિફિન બોક્સ સૌનું લોકપ્રિય છે. પરંતુ આપણે જયારે તેનો દરરોજ ઉપયોગ કરીએ છીએ ત્યારે તે થોડા દિવસો સુધી ઠીક રહે છે, પરંતુ દરરોજ ઉપયોગ કરવાને કારણે તેમાંથી ડાઘ અને ખોરાકની ગંધ આવવા લાગે છે. આ પછી તે દેખાવમાં ખરાબ લાગે છે અને તેમાં આવતી ગંધ ખાવાનો સ્વાદ પણ બગાડે છે.

તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ, તો આજે અમે તમને જણાવીશું કે ઘરે પ્લાસ્ટિકના વાસણોને કેવી રીતે સાફ કરવા જોઈએ જેથી કરીને તેના ડાઘા અને દુર્ગંધ બંને દૂર થઈ જાય. તો ચાલો જાણીયે કેવી રીતે.

ન્યુઝ પેપર : ન્યુઝ પેપર વાંચ્યા પછી તેનો ઉપયોગ ઘરના કામમાં કરી શકાય છે. જો કે ન્યુઝ પેપરથી ઘણું બધું કરી શકાય છે પરંતુ આજે અમે તમને જણાવીશું કે તમે પ્લાસ્ટિકના કન્ટેનરને ગંદા થવાથી કેવી રીતે બચાવી શકો છો. આ માટે તમારે ન્યુઝ પેપરના મોટા ટુકડાને વાળીને પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવું પડશે. બીજા દિવસે ન્યુઝપેપરને કાઢીને ગરમ પાણીથી બોક્સને ધોઈ લો. દુર્ગંધ દૂર થઈ જશે.

ખાવાના સોડા : પ્લાસ્ટિકના કન્ટેનર વધારે ઉપયોગ કર્યા પછી તેનો રંગ ઝાંખો પડી જાય છે અને તેમાંથી એક વિચિત્ર પ્રકારની ગંધ આવવા લાગે છે. જો તમને પણ લાગતું હોય કે તમારા રસોડાના કન્ટેનરમાં દુર્ગંધ આવે છે તો એક ડોલ ગરમ પાણીથી ભરો. હવે તેમાં ત્રણ ચમચી ખાવાનો સોડા ઉમેરીને મિક્ષ કરી લો.

હવે તમારા પ્લાસ્ટિકના કન્ટેનરને ડોલમાં ડૂબાડો. ધ્યાન રાખો કે કન્ટેનર પૂરું પાણીમાં ડૂબી જવું જોઈએ. કન્ટેનરને લગભગ અડધો કલાક પાણીમાં ડુબાડીને રાખો. અડધા કલાક પછી તેને બહાર કાઢીને ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લો. તેમ છતાં પણ જો ડકન્ટેનરમાં દુર્ગંધ આવતી હોય તો તો તમે આ બીજી ટિપ્સ અપનાવી શકો છો.

કોફીથી ગંધ દૂર કરો : પ્લાસ્ટિકના બોક્સમાંથી આવતી દુર્ગંધને સાફ કરવા માટે તેમાં સૂકો અથવા ભીનો કોફી પાવડર રાખો. કોફી પાવડરને કન્ટેનરમાં રાખીને રહેવા દો, અહીંયા તમે કોફીને આખા ડબ્બાની અંદર ઘસો. 10 મિનિટ પછી તમારા કન્ટેનરમાંથી આવતી ખરાબ વાસ દૂર થઈ જશે.

વિનેગર : વિનેગરનો ઉપયોગ ખાવાના સ્વાદને વધારવા માટે થાય છે અને કોઈપણ વસ્તુને સાફ કરવા માટે પણ થાય છે. તમે પણ પ્લાસ્ટિક ટિફિનમાંથી ખાવાની ગંધ દૂર કરવા માટે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. પાણીમાં વિનેગરને મિક્સ કરીને બોક્સમાં નાખીને ઢાંકણું બંધ કરો અને થોડીવાર પછી સાફ કરી લો. આ પછી ટિફિનને સારી રીતે ધોઈને તેના બધા નાના બોક્સ કાઢીને બરાબર હવામાં રાખો.

લીકવીડ ક્લોરિન બ્લીચ : તમે બ્લિસથી ઘણી વખત કપડાના ડાઘ દૂર કર્યા જ હશે પરંતુ તમે પ્લાસ્ટિકના વાસણોના પણ તેલના ડાઘ દૂર કરી શકો છો. જો પ્લાસ્ટિકના ડબ્બાઓ કે ટિફિનમાં લાંબો સમય સુધી ખાવાનું પડી રહે તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

તો આ કિસ્સામાં તમારે આ ગંધને દૂર કરવા માટે લિક્વિડ ક્લોરિન બ્લીચનો ઉપયોગ કરવો જોઈએ. આ લીકવીડથી તેની ગંધ અને ડાઘ બંને દૂર થઈ જશે. તેને સાફ કરવાની બીજી રીત એ છે કે ગરમ પાણીમાં સર્ફ નાખીને પ્લાસ્ટિકના કન્ટેનરને સારી રીતે સાફ કરો.

જો તમને પણ આ કિચન ટિપ્સ પસંદ આવી છે તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને બ્યુટી ટિપ્સ, હોમ ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા