khaman recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઢોકળાને કેટલાક લોકો ખમણ કહે છે ને કેટલાક લોકો ઢોકળા કહે છે. ખમણ ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે અને તે ખાવામાં જેટલા મસાલેદાર અને ચટપટા હોય છે કે તેનો સ્વાદ આખો દિવસ સુધી તમારી જીભ પર રહે છે. તમે તેને ગમે ત્યારે સવારે બપોરે કે રાત્રે ખાઈ શકો છો કારણ કે તે પચવામાં પણ સરળ હોય છે.

તો આજની આ રેસિપીમાં અમે તમને ખમણ બનાવવા માટે જરૂરી તમામ સામગ્રી કઈ છે અને તેને બનાવવાની સાચી રીત જણાવી રહ્યા છીએ. જ કે ગુજરાતમાં ખમણને લોકો ખુશી ખુશી ખાય છે, પરંતુ ખમણ ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતમાં પણ લોકો ખૂબ જ શોખથી ખાવાનું પસંદ કરે છે.

તમે તેને સાંજની ચા સાથે અથવા દિવસ દરમિયાન કોઈપણ સમયમાં નાસ્તા તરીકે ખાઈ શકો છો. જો તમારા ઘરે મહેમાનો આવે છે તો તમે તેને નાસ્તા તરીકે પણ સર્વ કરી શકો છો. ખમણ તમને બજારમાં ઘણી જગ્યાએ દરેક મીઠાઈની દુકાન અથવા મોટી રેસ્ટોરન્ટમાં સરળતાથી મળી જશે.

ખમણ મોટાભાગે ચણાના લોટમાંથી જ બનાવવામાં આવે છે પરંતુ આ સિવાય પણ એવી ઘણી વાનગીઓ છે જે અલગ-અલગ સ્વાદના ઢોકળા અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. અત્યારે અમે તમને ચણાના લોટમાંથી બનેલા ચટપટા ગરમ ખમણ ઢોકળા બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.

જો કે તેને બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે તમને ઘરે જ સરળતાથી મળી જશે. આ કૂકરમાં ઢોકળા બનાવવાની રેસીપી છે જે આજકાલ મોટાભાગના ઘરોમાં મળી જાય છે.

ખમણ માટેની સામગ્રી : બેસન 1 કપ, દહીં 1/2 કપ, લીલા મરચા 1 ઝીણું સમારેલું, હળદર પાવડર 2 ચપટી, મીઠું સ્વાદ મુજબ, આદુ 1/2 ચમચી છીણેલું, Eno 1, તેલ 1 મોટી ચમચી, પાણી બેસનમાં મિક્સ કરવા માટે

ખમણ તડકો લગાવવા માટેની સામગ્રી : તેલ 1 ચમચી, રાઈ 1 ચમચી, લીલા મરચાં 5-6 વચ્ચેથી લાંબા કાપેલા, કોથમીર જીણી સમારેલી, ખાંડ 1 ચમચી અથવા સ્વાદ મુજબ, મીઠો લીમડાના પાન 15-20 અને પાણી 1 કપ

ખમણ બનાવવાની રીત : ખમણ બનાવવા માટે સૌથી પહેલા એક મોટો બાઉલ લો. તેમાં ચણાનો લોટ અને દહીં નાખીને બરાબર મિક્ષ કરો. હવે તેમાં મીઠું, 1 ચમચી તેલ અને હળદર, જીણા સમારેલા લીલા મરચાં, આદુની પેસ્ટ, ખાંડ નાખીને તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો. હવે છેલ્લે આ મિશ્રણમાં ઈનો ઉમેરો અને તેને એક મિનિટ માટે સારી રીતે હલાવી લો, હવે તે મિશ્રણ ફૂલી જશે જેથી કરીને ખમણ સોફ્ટ બનશે.

મિશ્રણને આ રીતે વાસણમાં ભરો : હવે એક એલ્યુમિનિયમનું વાસણ લો અને તેની અંદરની સપાટીને તેલથી ગ્રીસ કરો. પછી તેમાં ચણાના લોટનું મિશ્રણ ઉમેરો. ચણાના લોટના બેટરને ખુબ ઉપર સુધી ના ભરો કારણ કે ખમણ બન્યા પછી તે ફૂલી જાય છે.

હવે તમે મોટું કૂકર લો જેમાં આ એલ્યુમિનિયમનું વાસણ જઈ શકે. હવે આ કૂકરમાં 25% જેવું પાણી ભરો અને પછી તેમાં એક ખાલી બાઉલ મૂકો અને તેના પર બેસનનું બેટર ભરેલું એલ્યુમિનિયમનું વાસણ મૂકો. હવે કૂકરનું ઢાંકણું બંધ કરીને તેની સિટી કાઢીને ગેસ પર મૂકી દો.

હવે તેને 25 મિનિટ સુધી ઉંચી તાપમાને થવા દો. પછી તમે ઢાંકણું કાઢીને છરીથી તપાસો કે તે તૈયાર થયા છે કે નહીં, તેના માટે ખમણની અંદર એક છરી મૂકો, જો છરી સરળતાથી અંદર અને બહાર નીકળી જાય છે તો સમજી લો કે ઢોકળા તૈયાર છે, નહીંતર તેને ઢાંકી દો અને ફરીથી 5 મિનિટ માટે પાકવા રાખો.

તો હવે ખમણને બહાર કાઢીને છરીથી સરખા ભાગ કરીને કાપી લો. હવે તમારે તેના પર તડકો કરીને રેડવું પડશે અને પછી તે ખાવા માટે તૈયાર થઈ જશે. પરંતુ તડકો કેવી રીતે કરીને ખમણ પર રેડવાનું છે તે પણ જોઈ લો.

તડકો કરવા માટે : એક પેન લો અને તેમાં 1 ચમચી તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈના દાણા નાખો અને રાઈ તતડે એટલે તેમાં મીઠા લીમડાના પાન અને લાંબા કાપેલા લીલા મરચાં નાખીને ફ્રાય કરો. ધ્યાન રાખો કે ગેસની ધીમી આંચ પર હોવું જોઈએ.

હવે તમે તેમાં 1 કપ પાણી ઉમેરો અને તેમાં 1 ચમચી ખાંડ, કોથમીર, લીંબૂનો રસ ઉમેરીને તેને ગેસ પર 2 મિનિટ સુધી પકાવો. પાણી ઉમેર્યા પછી ગેસની આંચ વધારવી. તો ખમણ માટેનું ટેમ્પરિંગ તૈયાર છે. હવે ગેસ બંધ કરો અને કાપેલા ખમણ પર સારી રીતે રેડો.

હવે તમે ખમણને મસાલેદાર ચટણી અથવા કઢી સાથે પીરસી શકો છો. જો ઈચ્છો તો તેની સાથે લીલી ચટણી અને આમલીની ચટણી પણ પીરસી શકાય છે.

ખાસ ટિપ્સ : ખમણ સામાન્ય રીતે, એટલે કે ન તો ઠંડા કે ન ગરમ સર્વ કરવામાં આવે છે, તમે તેને ફ્રિજમાં રાખીને 3 દિવસ સુધી ખાઈ પણ શકો છો. કારણ કે તેમાં પાણી છે એટલે તેને લાંબા સમય સુધી રાખવાથી બગડી જાય છે. ખમણના દરેક પીસને પીરસતી વખતે તેના પર લીલા મરચાનો એક ટુકડો ગાર્નિશ માટે રાખો.

જો તમને પણ ખમણ બનાવવાની રીત પસંદ આવી છે તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને બ્યુટી ટિપ્સ, હોમ ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા