magaj tej banavava
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોઈ પણ કામ સારી રીતે કરવું હોય તો તમારું મગજ સારી રીતે કામ કરતુ હોવું ખુબજ જરૂરી છે. જો મગજ તમારું તેજ હશે તો તમે કોઈ પણ કામ આસાનીથી કરી શકો છો. પરંતુ જો તમને પૂછવામાં આવે કે મગજને તેજ રાખવા માટે તમારે કયા પૌષ્ટિક ખોરાક લેવા જોઈએ. તો તમે તેનો જવાબ આપી શકશો નહીં.

તમને જણાવીએ કે તમારા મગજને તેજ બનાવવા માટે જો આયુર્વેદ પ્રમાણે જણાવેલ કેટલીક વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તમે તમારા શરીરસ્વસ્થ્ય  અને મગજને તેજ બનાવી શકો છો. આ વસ્તુઓ આયુર્વેદ પ્રમાણે મગજને તેજ બનાવવા માટે વર્ષોથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

1) અંજીર અને ખજૂર: કોઈ પણ ડ્રાયફ્રુટ ની વાત કરવામાં આવે તો તમારા મગજમાં સૌથી પહેલા બદામનું નામ આવશે. અંજીરનો સમાવેશ પણ ડ્રાયફ્રૂટમાં થાય છે જે તમારું મગજ તેજ બનાવવામાં ફાયદાકારક સાબિત થાય છે.  અંજીર અને ખજૂરનું સેવન કરવામાં આવે તો તમારું મગજ તેજ થઇ શકે છે. આ ઉપરાંત ખજૂરને દૂધ સાથે લેવામાં આવે તો પણ  મગજને તેજ કરી શકાય છે.

2) ફળો : બજારમાં ઘણા બધા ફળો આવે છે. ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ઘણા એવા ફળો હોય છે જેનું સેવન કરવાથી મગજને ઘણો ફાયદો થાય છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે દ્રાક્ષ, જેકફ્રૂટ અને કેળાનું સેવન કરવાથી શરીરના સ્વાસ્થ્ય સાથે મગજના વિકાસ ને પ્રોત્સાહન આપે છે. આ ત્રણ ફ્લોને આયુર્વેદ અનુસાર મગજને તેજ બનાવવામાં  સૌથી શ્રેષ્ટ માનવામાં આવે છે.

3) પૌષ્ટિક ખોરાક: આયુર્વેદ અનુસાર ખજૂર, અંજીર, દ્રાક્ષ સિવાય પણ ઘણા ખોરાક છે જેને મગજના વિકાસ માટે અને મગજને તેજ બનાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જેમ કે  સૂપ, કાળા ચણા, ગોળ અને આંબળા વગેરે. આ વસ્તુઓને ભોજનમાં સામેલ કરવાથી  તમારું મગજ તેજ બની શકે છે. આ સાથે મગજને તેજ બનાવવા માટે તમારે સવારે કસરત, વ્યાયામ અને યોગા કરવા જોઈએ.

4) ઘીનું સેવન કરો : બજારમાં ઘણા બધા ઘી જોવા મળે છે પરંતુ આયુર્વેદમાં દેશી શુદ્ધ ઘી ને પ્રાચીન કાળથી આયુર્વેદિક આહાર તરીકે માનવામાં આવ્યું છે. દેશી શુદ્ધ ઘી ને આયુર્વેદમાં સૌથી શ્રેષ્ઠ અને પૌષ્ટિક ખોરાક તરીકે માનવામાં આવે છે. આજના સમયમાં ઘણા ડોક્ટર પણ તમારા શરીરને સ્વસ્થ્ય અને મગજને તેજ બનાવવા માટે ઘીનું સેવન કરવાની સલાહ આપે છે

જો તમે ઇચ્છતા હોવ કે તમારું મગજ પણ કોમ્યુટર જેવું તેજ અને ઝડપી કામ કરે તો તમે પણ જણાવેલી વસ્તુઓનું સેવન કરવાનું શરુ કરો. આ વસ્તુઓનું સેવન કરવાથી થોડાજ સમયમાં તમારું મગજ વધુ ઝડપથી કામ કરવા લાગશે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈ ની દુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “શરીરને સ્વસ્થ્ય અને મગજને કોમ્પ્યુટર જેવું તેજ અને ઝડપી બનાવવા માંગતા હોય તો આજથી જ આ વસ્તુઓ ખાવાની શરુ કરી દો”

Comments are closed.