magaj tej karva mate yogasan
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મગજ એટલે નરમ પેશીઓનું એક જૂથ જેનું વજન 1.5 કિલોથી ઓછું હોય છે, તમારી વાત કરવાની, વિચારવાની, મહેસુસ કરવાની અને શ્વાસ લેવાની ક્ષમતા આ બધી જ વસ્તુને નિયંત્રિત કરે છે. તમારા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે, સક્રિય રાખવા માટે તમારે તમારા મગજની જરૂર પડે છે.

એવી જ રીતે બાળકો એટલે વિદ્યાર્થીઓને ખાસ કરીને, નવી વસ્તુઓને શીખવા અને અઘરી પરીક્ષાઓનો સામનો કરવા માટે એક તીક્ષ્ણ મગજની જરૂર છે. તમારે પણ તમારી યાદશક્તિ અને એકાગ્રતાને સુધારવી હોય તો ઘણી રીતો છે. તમે તમારા મગજને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ખોરાક ખાઈ શકો છો અથવા યાદશક્તિ વધારવા માટે કસરત પણ કરી શકો છો.

અને એમાં પણ તમારી મગજની શક્તિ વધારવા માટે યોગ એ સારો અને ઉત્તમ વિકલ્પ છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ આપણે આપણા શરીરને યુવાન, સ્વસ્થ અને ફિટ રાખવા માટે જે સંઘર્ષોનો સામનો કરીએ છીએ તે આપણા મગજ પર પણ અસર કરે છે. આ યોગાસનો એવા છે કે જે તમે એકવાર કરશો તો જરૂર થી પરિણામ મળશે અને તમારું મગજ કોમ્પ્યુટર જેટલું ઝડપી થઇ જશે.

આ યોગાસન કરવા એકદમ સરળ છે. આપણા મગજને સમગ્ર સ્વાસ્થ્ય અને ભલાઈ માટે વધારે કસરતની જરૂર હોય છે જે રીતે આપણા શરીરને મોટા થવાની જરૂર હોય છે. ઘણા એવા યોગાસન છે, જે યાદશક્તિ વધારવા, આપણી એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે, અને આપણી એકંદર સમજશક્તિ સુધારવા માટે ડિઝાઇન કરેલા છે.

વધારાના બોનસ તરીકે, આ આસનોની દરરોજ પ્રેક્ટિસ કરવાથી અલ્ઝાઇમર જેવા ઉંમરથી સંબંધિત મગજની વિકૃતિઓ રોકી શકાય છે. તમારી યાદશક્તિ અને એકાગ્રતાને સુધારવા માટે અહીં કેટલાક યોગ આસનો બતાવવામાં આવેલા છે. તો ચાલો જાણીયે.

મંત્ર યોગ

આ કસરતનું નામ સાંભળતા જ તમને ખબર પડી ગઈ હશે કે શું કરવાનું છે. તો મગજની બીજી કસરત છે મંત્ર યોગ. આ કસરતમાં તમારે કેટલાક મંત્રનો જાપ કરવાનો છે. આ માટેનો શ્રેષ્ઠ મંત્ર ગાયત્રી મંત્ર છે. આ મંત્રનો જાપ કરવાથી આપણી યાદશક્તિ ખૂબ જ ઝડપથી વધે છે.

કમાન્ડ ચક્ર પણ તેની અંદર આવે છે. આ કમાન્ડ ચક્રમાં ઓમ (ૐ ) નો જાપ કરવામાં આવે છે. જો ઓમ વારંવાર ઉચ્ચારવામાં આવે અથવા ૐ નું નિશાન દેખાય છે તો પણ આપણી યાદશક્તિ ખૂબ જ ઝડપથી વધે છે.

આ પણ વાંચો: શરીરને સ્વસ્થ્ય અને મગજને કોમ્પ્યુટર જેવું તેજ અને ઝડપી બનાવવા માંગતા હોય તો આજથી જ આ વસ્તુઓ ખાવાની શરુ કરી દો

ત્રાટક યોગ

મગજની કસરતમાં ત્રાટક કસરત સૌથી પહેલા ક્રમાંકમાં આવે છે. ત્રાટક કસરત કરતી વખતે, આપણે આપણું ધ્યાન મીણબત્તી અથવા દિવાલ પરના કોઈપણ એક બિંદુ પર કેન્દ્રિત કરવાનું હોય છે. આપણે આને કોઈ પણ પ્રકારની આંખ ઝપકાવ્યા વગર લાંબા સમય સુધી તેને જોતા રહેવાનું છે. આ પ્રક્રિયાને કોઈ પણ માણસ 10 થી 15 મિનિટ અથવા તો વધુ સમય સુધી કરી શકે છે. આમ કરવાથી યાદશક્તિ ખૂબ જ ઝડપી બને છે.

ભ્રામરી પ્રાણાયામ

આ પ્રાણાયામ પણ ૐ જેવો જ છે જેમ ઉપર આપણે જોયું. ભ્રામરી પ્રાણાયામ મગજને તેજ બનાવવામાં ખૂબ મદદરૂપ છે. જ્યારે આપણે શ્વાસ લેતી વખતે અથવા શ્વાસ બહાર કાઢતી વખતે હમ્મ્ નો ઉચ્ચાર કરીએ છીએ, ત્યારે મગજમાં વાઈબ્રેશન બનાવે છે અને તે મગજમાં વિવિધ પ્રકારના સર્કિટને વાઇબ્રેટ કરે છે, જે મેમરી લોસને ઘટાડે છે અને મેમરીને ઝડપથી બનાવવામાં મદદ કરે છે.

શીર્ષાસન

મગજને એકદમ તેજ બનાવવા માટે આ એક શ્રેષ્ઠ આસન છે શીર્ષાસન. આ આસન કરવાથી, આપણા મગજમાં લોહીનો પુરવઠો વધે છે એટલે મગજમાં લોહીની સપ્લાઈ વધે છે, જેના કારણે આપણા મગજના કોષો સક્રિય બને છે. તે આપણને ટૂંકા ગાળામાં ભૂલી જઇયે છીએ તેનાથી બચાવે છે એટલે કે ટૂંકાગાળાની યાદશક્તિ ગુમાવવાથી બચાવે છે અને યાદશક્તિના પાવરમાં વધારો કરે છે.

તમે પણ આ સરળ ચાર આસન કરીને તમારી યાદશક્તિ, એકાગ્રતાને ખુબ જ ઝડપથી વધારી શકો છો. તમે પણ આ આસન કરો અને તમને કેવું પરિણામ મળે છે તે અમારા ફેસબુક પર આવીને અમને જણાવો. ખુબ આભાર તમારો કિંમતી સમય આપીને આ લેખ વાંચવા માટે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા