બેકડ મગની મસાલા પુરી

Masala Puri
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બેકડ મગની મસાલા પુરી. પુરી તો તમે ખાતા જ હસો પણ આજે તમને બતાવા જઈ રહ્યાં છીએ મગ ની મસાલા પુરી. તમે આ પુરી ઘરે બનાવશો અને એનો ટેસ્ટ કરશો તો એકદમ નવો જ ટેસ્ટ આવશે. તો રેસિપી જોઈલો અને સારી લાગે તો શેર કરવાનું ભુલતા નહી.

સામગ્રી :

  • 1 કપ પીળી મગની દાળનો લોટ
  • 1/2 કપ ઘઉંનો લોટ
  • 1/4 કપ બેસન
  • 2 ટેબલ સ્પુન ઓલિવ અથવા સનફલાવર ઓઈલ
  • 2 ટી સ્પુન સફેદ તલ
  • 1 1/2 ટી સ્પુન લાલ મરચી પાવડર
  • 1 1/2 ટી સ્પુન હળદર
  • 1/4 ટી સ્પુન આમચુર
  • 1 ટી સ્પુન શેકેલો જીરા પાવડર
  • 1 ટી સ્પુન ચાટ મસાલો (ઓપશનલ)
  • 2 ટી સ્પુન હાથથી મસળેલી કસુરી મેથી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી કણક બાંધવા માટે

બનાવાની રીત :

  1.  ઓવનને 180 ડિગ્રી પર પ્રીહિટ કરો.
  2. બધી સામગ્રી મિકસ કરી કણક બાંધો.
  3. લોટ વિના પુરીઓ વણી શકાય તેવો કણક બાંધવો.
  4. કણક ના 5-6 લુઆ વાળી મધ્યમ જાડાઈની પુરીઓ વણો.
  5. કુકીંગ કટર થી અથવા વિવિધ શેપના મોલ્ડ કટર થી એક જ સાઈઝની પુરીઓ કાપો.
  6. ગ્રીસીંગ કરેલી બેકીંગ ટ્રે માં મુકો.
  7. 180 ડિગ્રી પર 10-12 મિનિટ માટે બેક કરો.
  8. પુરી તૈયાર છે. ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

નોંધ

  • પીળી મગની દાળનો લોટ ન હોય ત્યારે પીળી દાળને 3-4 કલાક ભીંજવી રાખવી. બાદમાં પાણી નીતારી દાળને પીસી લેવી.