અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બેકડ મગની મસાલા પુરી. પુરી તો તમે ખાતા જ હસો પણ આજે તમને બતાવા જઈ રહ્યાં છીએ મગ ની મસાલા પુરી. તમે આ પુરી ઘરે બનાવશો અને એનો ટેસ્ટ કરશો તો એકદમ નવો જ ટેસ્ટ આવશે. તો રેસિપી જોઈલો અને સારી લાગે તો શેર કરવાનું ભુલતા નહી.
સામગ્રી :
- 1 કપ પીળી મગની દાળનો લોટ
- 1/2 કપ ઘઉંનો લોટ
- 1/4 કપ બેસન
- 2 ટેબલ સ્પુન ઓલિવ અથવા સનફલાવર ઓઈલ
- 2 ટી સ્પુન સફેદ તલ
- 1 1/2 ટી સ્પુન લાલ મરચી પાવડર
- 1 1/2 ટી સ્પુન હળદર
- 1/4 ટી સ્પુન આમચુર
- 1 ટી સ્પુન શેકેલો જીરા પાવડર
- 1 ટી સ્પુન ચાટ મસાલો (ઓપશનલ)
- 2 ટી સ્પુન હાથથી મસળેલી કસુરી મેથી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી કણક બાંધવા માટે
બનાવાની રીત :
- ઓવનને 180 ડિગ્રી પર પ્રીહિટ કરો.
- બધી સામગ્રી મિકસ કરી કણક બાંધો.
- લોટ વિના પુરીઓ વણી શકાય તેવો કણક બાંધવો.
- કણક ના 5-6 લુઆ વાળી મધ્યમ જાડાઈની પુરીઓ વણો.
- કુકીંગ કટર થી અથવા વિવિધ શેપના મોલ્ડ કટર થી એક જ સાઈઝની પુરીઓ કાપો.
- ગ્રીસીંગ કરેલી બેકીંગ ટ્રે માં મુકો.
- 180 ડિગ્રી પર 10-12 મિનિટ માટે બેક કરો.
- પુરી તૈયાર છે. ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લો.
નોંધ –
- પીળી મગની દાળનો લોટ ન હોય ત્યારે પીળી દાળને 3-4 કલાક ભીંજવી રાખવી. બાદમાં પાણી નીતારી દાળને પીસી લેવી.