બજાર જેવી બ્રેડ ટોસ્ટ ચાટ ઘરે બનાવાની રીત

1
356
chat recipe

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બ્રેડ ટોસ્ટ ચાટ કેવી રીતે બનાવી શકાય તે વિષે જોઈશું. જો તમે આ ચાટ પરફેક્ટ માપ સાથે બનાવશો તો ખાવામા એકદમ ટેસ્ટી બજાર કરતા પણ સારી ચાટ તમે ઘરે બનાવી શકો છો. તો આજની આ રેસિપી જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો.

સામગ્રી :

  • બ્રેડ ટોસ્ટ (મીડ્યમ પીસ કરેલા )
  • બાફેલા મગ (જરૂરિયાત મુજબ )
  • બાફેલા ચણા (જરૂરિયાત મુજબ )
  • દહીં (જરૂરિયાત મુજબ )
  • ખજુર આંબલી ની ચટણી (સ્વાદ પ્રમાણે )
  • કોથમરીની ચટણી(સ્વાદ પ્રમાણે )
  • ફુદીનાની ચટની (સ્વાદ પ્રમાણે )
  • બાફેલા બટેટા
  • મીડ્યમ સુધારેલા કાંદા
  • જીણા સમારેલા ટમેટા
  • જીણા સમારેલા કોથમરી
  • જીણી સેવ
  • ચાટ મસાલો
  • મરચું
  • મીઠું
  • ખાંડ
  • સેકેલા જીરાનો પાવડર.

Bread Toast Chaat

રીત :

  1.  બ્રેડ ટોસ્ટ ને નાના મીડ્યમ સાઈઝ ના પીસ કરી લ્યો .બ્રેડ ટોસ્ટ બજાર માં તેયાર મળે છે.
  2. જો તેયાર ના મળે તો ઘરે બ્રેડ ટોસ્ટર માં પણ તમે બ્રેડ ને ટોસ્ટ કરી શકો છો.
  3. અથવા લોઢી ઉપર પણ ધીમા તાપે બને બાજુ બ્રેડ ને ફેરવી ટોસ્ટ કરી શકો છો. મગ ચણા ને બે કલાક પલાળી ને બાફી લ્યો.
  4. ફુદીના, ખજુર આંબલી, કોથમરી ની ચટણી બનાવી લ્યો.
  5. દહીં માં સ્વાદ મુજબ મીઠુંને ખાંડ નાખીને એકદમ હલાવી લ્યો. હવે સર્વ કરતી વખતે એક સર્વિંગ પ્લેટ માં પહેલા બ્રેડ ટોસ્ટ ના પીસીસ રાખો .તેના ઉપર મગ,ચણા પાથરો.
  6. તેના ઉપર કોથમરી ની ને ફુદીના ની ચટણી પાથરો ,તેના ઉપર કાંદા, બટેટા, ટમેટા નાખો.દહીં રેડો, ખજુર આંબલીની ચટણી રેડો .
  7. સ્વાદ અનુસાર ચાટ મસાલો, મરચું, સેકેલા જીરા નો ભૂકો ભભરાવો .છેલે સેવ કોથમરી છાટી ને ગાર્નીશ કરો .આ વાનગી એકદમ લો ફેટ છે.

Comments are closed.