lila marcha nu athanu gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે પણ ઘરે લીલા મરચા નું અથાણું બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને લીલા મરચા નું અથાણું બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.

સામગ્રી

  • લાલ મરચા – 250 ગ્રામ
  • વરિયાળી – 2 ચમચી
  • જીરું – 1 ચમચી
  • મેથીના દાણા – 1 ચમચી
  • રાઇના દાણા – 2 ચમચી
  • સરસવનું તેલ – 1/2 કપ
  • હળદર પાવડર – 1 ચમચી
  • કલૌંજી – 1 ચમચી
  • હિંગ – 1/2 નાની ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર – 1 ચમચી
  • મીઠું – 1.5 ચમચી
  • સફેદ વિનેગર – 5 ચમચી

લીલા મરચા નું અથાણું બનાવવાની રીત

  • લીલા મરચાંનું અથાણું બનાવવા માટે 250 ગ્રામ ઘાટા લીલા મરચાં લો.
  • લીલા મરચાંને 2 થી 3 વાર ધોઈ લો અને પાણીને સૂકવી લો.
  • લીલા મરચાની દાંડી કાઢી નાખો.
  • બધા લીલા મરચાંને વચ્ચેથી ઉભા 2 ટુકડા કરો. એટલે કે એક મરચાના 2 ભાગ થઇ જશે.
  • ગેસ પર ધીમી આંચ પર એક પેન મૂકો, તેમાં 2 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 1 ચમચી મેથીના દાણા
  • અને બે ચમચી રાઈ ઉમેરો અને ધીમી આંચ પર થોડું શેકી લો.
  • મસાલા માંથી સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો અને મસાલા ઠંડા થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
  • એક મિક્સર જારમાં શેકેલા મસાલા ઉમેરો, અને બરછટ પાવડરમાં પીસી લો.

આ પણ વાંચો: ફક્ત ૨ મિનિટમાં જમવાનો સ્વાદ વધારે એવુ લીલી દ્રાક્ષ નું અથાણું

  • એક પેનને મધ્યમ આંચ પર મૂકો, તેમાં 1/2 કપ સરસવનું તેલ ઉમેરો અને સારી રીતે ગરમ કરો.
  • જ્યારે તેલમાંથી ધુમાડો આવવા લાગે, ત્યારે ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો.
  • હવે એક બાઉલમાં, બે ભાગ કરેલા લીલા મરચા લો, તેમાં 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી કલૌંજી, 1/2 ચમચી હિંગ, 1.5 ચમચી મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરો.
  • હવે તૈયાર કરેલા શેકેલા મસાલા, 5 ચમચી સફેદ વિનેગર અને સરસવનું તેલ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. (વિનેગર ના હોય તો 3 લીંબુનો રસ ઉમેરી શકો છો)
  • હવે એક કાચની બરણી લો, તેને ધોઈને કપડાથી સાફ કરો. જેથી તેમાં કોઈ ભીનાશ ના રહે.
  • હવે એક કોલસો લો અને તેને ગેસ પર ધીમી આંચ પર બાળી લો.
  • બળેલા કોલસાને એક પ્લેટમાં મૂકો અને કોલસા પર થોડી હિંગ નાખો.
  • હવે કોલસાની ઉપર કાચની બરણીને ઊંચી મુકો. જેથી તેનો બધો ધુમાડો કાચની બરણીમાં જાય.
  • 1 મિનિટ પછી, તમારા લીલા મરચાના અથાણાને કાચની બરણીમાં ભરો.
  • હવે, તમારું લીલા મરચાનું અથાણું સંપૂર્ણપણે તૈયાર થઇ ગયું છે.

જો તમને અમારી લીલા મરચા નું અથાણું બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા