Lili draksh athanu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હેલ્લો દોસ્તો ! આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગ માં હોય એવું લીલી દ્રાક્ષ નું અથાણું. આ અથાણું ફક્ત 3 થી 4 મિનિટ માં જ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે. આ એક જ અથાણાં માં તમને ખાટો, મીઠો અને તીખો ત્રણેય સ્વાદ મળે છે. તમારો ૧૦૦% જમવાનો સ્વાદ વધારી દે એવું આ ચટપટું અથાણું છે. જો તમે એક વાર બનાવશો તો ફરી તમને વારંવાર બનવાનું મન થશે.

સામગ્રી

  • ૧ બાઉલ લીલી દ્રાક્ષ (પાતળી છાલ વાળી)
  • ૧ ચમચી મીઠુ
  • ૧ ચમચી આચાર મશાલો
  • ૧ ચમચી તેલ (દરરોજ ઉપયોગ માં લેતા હોય )

Lili draksh athanu

બનાવાની રીત

  • સૌ પ્રથમ લીલી દ્રાક્ષ ને વચ્ચે થી કાપી નાખવી (૨ ભાગ કરવા). આ રીતે કાપવાથી મસાલા નો સ્વાદ અંદર સુધી મળે છે. હવે આમાં ૧ ચમચી મીઠું, ૧ ચમચી આચાર મસાલો, ૧ ચમચી તેલ (દરરોજ ઉપયોગ માં લેતા હોય તે). જેથી અથાણાં માં શાઈનીંગ મારશે અને મસાલો સારી રીતે ભરી જશે.
  • બધુ બરાબર રીતે મિક્ષ કરી લો. તો આપણું અથાણું તૈયાર થઈ ગયું છે ફક્ત ૨ જ મિનિટ માં તૈયાર. તો તમે પણ આજે જ બનાવજો.
  • જો તમને પણ કોઈ રેસિપી પસંદ હોય તો અમને જણાવજો તો ચોક્કસ અમે તમારી સાથે શેર કરીશું.

નોંધ: જો દ્રાક્ષ ખાટી હોય તો તમે સુગર પાઉડર ( ખાંડ નો પાઉડર ) લઈ શકો.

One reply on “ફક્ત ૨ મિનિટમાં જમવાનો સ્વાદ વધારે એવુ લીલી દ્રાક્ષ નું અથાણું”

Comments are closed.