lice home remedy in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વાળમાં જૂ પડવી એ સામાન્ય બાબત છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેકને માથામાં જૂ પડી શકે છે. તમે પણ એક વાર આ સમસ્યાનો સામનો કર્યો જ હશે. વાળમાં જૂ થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ભીના વાળ બાંધવા અને વાળ સાફ ન રાખવા વગેરે.

વાળમાં જૂ બીજા વ્યક્તિના કાંસકાનો ઉપયોગ કરવાથી પણ થઈ શકે છે. આ સિવાય જે લોકોની માથાની ચામડી ઓઈલી હોય છે તેમને જૂ ની સમસ્યા મોટે ભાગે જોવા મળે છે. જૂ વાળના માથાની ચામડીમાં રહીને લોહી ચૂસે છે. માથામાં જૂ પડવાનું મુખ્ય લક્ષણ વાળમાં વારંવાર ખંજવાળ આવવી છે.

કોઈ જૂ વાળા બીજા વ્યક્તિના સંપર્કમાં આવવાથી જૂ ખૂબ જ ઝડપથી ફેલાય છે. જો તમને પણ ચોમાસાની ઋતુમાં વાળની ​​જૂની સમસ્યા પરેશાન કરતી હોય તો હવે તમે ઘરે હાજર આ પ્રાકૃતિક વસ્તુઓથી તેને જડમૂળમાંથી ઈલાજ કરી શકો છો. તો ચાલો જાણી લો ઉપાય વિશે.

જરૂરી સામગ્રી : વાળમાંથી જૂ દૂર કરવા માટે ડુંગળીનો રસ ખૂબ જ ફાયદાકારક હોય છે. ડુંગળીના રસની સાથે તમને મીઠા લીમડાના પાનની પણ જરૂર પડશે. આ સાથે અડધા લીંબુની પણ જરૂર પડશે.

બનાવવાની રીત : તેને બનાવવા માટે એક વાસણમાં ડુંગળીનો રસ કાઢી લો. તેમાં લીમડાના પાનને પીસીને નાખો અને સારી રીતે મિક્ષ કરી લો. જો તમે ઈચ્છો તો લીમડાના પાનને પીસતા પહેલા ગરમ પાણીમાં ઉકાળી પણ શકો છો. આ સિવાય તેમાં તલનું તેલ પણ ઉમેરી શકો છો.

કેવી રીતે લગાવવું : આ સોલ્યુશનને રાત્રે સૂતા પહેલા તમારી આંગળીઓથી તમારા વાળના મૂળમાં સારી રીતે લગાવો.
આ પછી તમારા માથાને કપડાથી બરાબર બાંધો અને પછી સુઈ જાઓ. સવારે ઉઠ્યા પછી લીમડાના પાનને ઉકાળીને પીસી લો. પછી તેમાં અડધું લીંબુ નીચોવીને મિક્ષ કરો.

હવે આ મિશ્રણને તમારી આંગળીઓની મદદથી વાળના મૂળમાં સારી રીતે લગાવીને લગભગ 15 થી 20 મિનિટ રાખો. પછી તમારા વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તે પછી તમારા વાળને ટુવાલથી સારી રીતે સુકવી લો.

ડુંગળી અને લીમડામાં રહેલું એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્ટી ઈફ્લેમેટરી ગુણો જૂ ને જડમૂળમાંથી દૂર કરશે. આ સાથે જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય અને આવા લેખો વધુ વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા