garlic tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો આપણે ખોરાકમાં સ્વાદ અલગ સ્વાદ ઉમેરવો હોય તો આપણે વિવિધ મસાલા અને હર્બ્સ નો ઉપયોગ કરીએ છીએ. ભારતીયમાં લસણ એક એવી સામગ્રી છે જેનો ઉપયોગ લગભગ દરેક રાજ્યમાં થાય છે અને તે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. લસણનો ઉપયોગ માત્ર તમે ખોરાકમાં સ્વાદ માટે જ નહીં પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ માટે પણ થાય છે.

દરેક જણ લસણને રાંધવા અને ખાવામાંના ઉપયોગ વિશે જાણે છે પરંતુ શું તમે જાણો છો કે લસણને લગતા કેટલાક હેક્સ તમારા માટે રસોડામાં ઉપયોગી થઈ શકે છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ કે લસણ અને તેને લગતા કેટલાક સરળ અસરકારક હેક્સ.

લસણને કેવી રીતે પસંદ કરવું?

મોટાભાગના લોકો આ કિસ્સામાં હાર માની જાય છે કારણ કે તેઓ પોતાના માટે યોગ્ય લસણ પસંદ નથી કરી શકતા. લસણની ફ્લેવર મોટાભાગે તેના કદ અને આકાર પર આધાર રાખે છે. જો તમે લસણ ખરીદવા જાઓ છો તો એવું લસણ પસંદ કરો જે તે મોટું હોવું જોઈએ અને થોડું ટાઈટ હોવું જોઈએ.

સ્કિન કાગળ જેવી હોવી જોઈએ પણ ખૂબ નરમ સ્કિન ના હોવી જોઈએ. લસણ નરમ ના હોવું જોઈએ. લસણમાં જાંબલી કે ગુલાબી ત્વચા દેખાતી હોય, તે પણ પસંદ ના કરવું જોઈએ. સ્પ્રાઉટ્સવાળા લસણ ખરીદશો નહીં અને જો તમે તેનો ઉપયોગ કરવા માંગતા હોવ તો સ્પ્રોઉટને દૂર કરો, કારણ કે તેનાથી ખોરાકમાં કડવો સ્વાદ આવે છે.

વધારે લસણને સરળતાથી છાલવા માટે 

જો તમારે એક સાથે ઘણા બધા લસણની છાલ નીકાળવી હોય તો ચોક્કસપણે ખૂબ જ સમય માંગે તેવું કામ છે. જો તમે આ કેટલીક ટિપ્સ જાણવા માંગો છો તો તો અમે કેટલીક સરળ ટીપ્સ જણાવી શકીએ છીએ.

જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો લસણની બધી કળીને માઇક્રોવેવ સેફ કન્ટેનરમાં મૂકો અને તેને 30 સેકન્ડ માટે માઇક્રોવેવ કરો. આટલું કામ કરતા જ, તમે જોશો કે લસણની છાલ હવે ખૂબ જ સરળતાથી ઉતરવા લાગી છે. જો તમારી પાસે માઇક્રોવેવ ના હોય તો, તમે લસણને ગરમ પાણીમાં 10 મિનિટ માટે મૂકો. લસણની છાલ ખૂબ જ સરળતાથી નીકળવા લાગશે.

લસણ સ્ટોર કરવું

લસણને સ્ટોર કરવા માટે અંધારાવાળી જગ્યા સારી હોય છે, કારણ કે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી સંપૂર્ણપણે સુકાઈ શકે છે અથવા ઝડપથી બગડી શકે છે. તેને ભેજથી દૂર રાખો નહીંતર અંકુરિત થઈ જશે અને સડી જશે.

1 મહિના માટે લસણ સ્ટોર માટે : જો તમે લસણને 1 મહિના માટે સ્ટોર કરવા માંગતા હોય તો તમે લસણની પેસ્ટ બનાવી શકો છો અને તેમાં 1 ચમચી મીઠું અને બે ચમચી રાંધેલું સરસોનું તેલ ઉમેરીને સ્ટોર કરી શકો છો. આ લસણ એક મહિના સુધી ચાલશે અને તેનો તરત ઉપયોગ કરી શકાય છે.

લસણને 1 વર્ષ સ્ટોર કરવા માટે : જો તમે લસણને એક વર્ષ માટે સ્ટોર કરવા માટે, સૌથી સારો રસ્તો એ છે કે તમે ઉપર જણાવ્યા મુજબની પેસ્ટ બનાવી લો અને પછી તેની નાની નાની ગોળ ગોળીઓ બનાવીને સૂર્યપ્રકાશમાં સુકવી લો, 1 દિવસના સૂર્યપ્રકાશથી 1 વર્ષ સુધી સ્ટોર કરવા લાયક થઇ જશે.

આ પણ વાંચો: વારંવાર લસણ અંકુરિત થઇ જાય છે તો અપનાવો આ 4 ટિપ્સ

લસણ કાપવાની ટિપ્સ

મોટાભાગના લોકો લસણને છીણતા નથી હોતા, બસ એક કળીને ચાર કે પાંચ ટુકડાઓમાં કાપી નાખે છે. પરંતુ શું તમે જાણો છો કે લસણનો અસલી સ્વાદ તેને છીણ્યા પછી જ આવે છે.

તેની શ્રેષ્ઠ રીત એ છે કે સલામતીને ધ્યાનમાં રાખીને લસણ ને છરી વડે અથવા ચમચી અથવા બાઉલના તળિયાનો ઉપયોગ કરીને ક્રશ કરો અને પછી તેને કાપી લો. આનાથી લસણ ખૂબ સારી રીતે છીણી જશે અને વધુ સારો સ્વાદ પણ આપશે.

નહિ ચોંટે સમારેલું લસણ

જો તમે લસણને જીણું સમારી લીધું છે અને તે હાથમાં અને છરીમાં બધે ચોંટી જાય છે અને જો તમને લાગે કે ગમતું નથી તો તમારે માત્ર તેમાં થોડું મીઠું ઉમેરવાનું છે. હકીકતમાં લસણમાં રહેલા સલ્ફરને કારણે તે હાથમાં અને છળી પર ચોંટી જાય છે.

કેવી રીતે લસણને કાપવાથી કેવો સ્વાદ મળશે? 

તમે લસણને કેવી રીતે કાપો છો અને કેવી રીતે રાંધો છો તેના આધારે તમને કેવો સ્વાદ મળે છે? તો, જો તમને ખૂબ જ બોલ્ડ એટલે કે વધારે ફ્લેવર જોઈતી હોય તો લસણને છીણી લો અથવા ક્રશ કરો.

જો તમને થોડો ઓછો સ્વાદ જોઈએ છે તો તેના ટુકડા કરી લો. અને જો તમને સ્વાદ ફક્ત નામનો જ જોઈતો હોય અથવા તમે લસણની સુગંધથી રસોઇ બનાવવા માંગતા હોય તો તમે તેને સીધું જ શેકી શકો છો અથવા તેલમાં ફ્રાય કરી શકો છો.

હાથથી લસણની ગંધ દૂર કરવા માટે

જો લસણને કાપ્યા પછી તમારા હાથમાંથી તેની ગંધ આવી રહી છે તો તમારા હાથમાં લીંબુના તેલના થોડા ટીપાં નાખો અને હાથ ધોઈ લો. આમ કરવાથી તમારા હાથમાંથી તેની દુર્ગંધ ઝડપથી દૂર થઈ જશે.

આ ઉપર જણાવેલ બધી ટિપ્સ લસણ સંબંધિત છે અને તમે તેનો ઉપયોગ રોજિંદા કામમાં કરી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી વધુ કિચન ટિપ્સ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા