keri ni barfi recipe in gujarati
keri ni barfi recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે પણ ઘરે ઉનાળાની ગરમીમાં કેરીની બરફી બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને કેરીની બરફી બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.

સામગ્રી

  • સમારેલી કેરી – 1.5 કપ
  • ખાંડ – 3/4 કપ
  • કસ્ટર્ડ પાવડર – 1/2 કપ
  • પાણી – 1 કપ
  • ઘી – 4 ચમચી
  • સમારેલી બદામ
  • સમારેલા કાજુ

કેરીની બરફી બનાવવાની રીત

  • કેરીની બરફી બનાવવા માટે બે કેરી લો. કેરીને છોલીને તેના નાના ટુકડા કરો.
  • એક મિક્સર જાર લો, તેમાં કેરીના ટુકડા, 3/4 કપ ખાંડ ઉમેરો અને સારી રીતે પીસી લો.
  • 1/2 કપ વેનીલા કસ્ટર્ડ પાવડર ઉમેરો અને ફરીથી સારી રીતે પીસી લો.
  • એક કઢાઈ લો અને તેમાં તૈયાર કરેલી કેરીની પેસ્ટ ઉમેરો.
  • 1 કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • પેનને ગેસ પર રાખો, તે ઘટ્ટ અને ચમકદાર બને ત્યાં સુધી સતત હલાવતા રહો.

આ પણ વાંચો: શેકેલી કેરીની ચટણી કેવી રીતે બનાવવી, જાણો રેસિપી

  • 4-5 મિનિટ પછી તેમાં 1 ચમચી ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • હલવામાં ઘી શોષાઈ જાય પછી તેમાં ફરીથી 1 ચમચી ઘી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
  • હલવામાં ઘી શોષાઈ જાય પછી તેમાં 1 ચમચી ઘી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
  • હલવો કડાઈમાંથી છૂટો પડવા લાગે ત્યારે તેમાં સમારેલા કાજુ અને બદામ, 1/2 ચમચી ઈલાયચી પાવડર નાખીને બધું બરાબર મિક્સ કરો.
  • હવે ગેસ બંધ કરી દો.
  • હવે કેકનું ટીન લો, તેમાં બટર પેપર મૂકો અને તેને ઘી/તેલથી ગ્રીસ કરો.
  • હલવો ગ્રીસ કરેલા ટીનમાં નાખીને સારી રીતે ફેલાવો.
  • ટીનને 1 કલાક માટે ફ્રીજમાં રાખો.
  • 1 કલાક પછી ફ્રિજમાંથી હલવો કાઢી તેના ટુકડા કરી લો.
  • હવે તમારી કેરીની બરફી તૈયાર છે. તમે ઉનાળામાં તેનો આનંદ માણી શકો છો.

જો તમને અમારી પરફેક્ટ કેરીની બરફી બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા